________________
જેમ જેમ લાભ વધતો જાય છે તેમ તેમ લોભ પણ વધતો જાય છે. જ્યાં બે માસા સોનાથી ચાલી જતું હોય છે, ત્યાં કરોડો સોનામહોરોથી પણ સંતોષ નથી થતો.
શેરબજારમાં લે-વેચ કરનાર વિશાળ સમુદાયની સ્થિતિ એ બકરા કરતાં પણ વધુ ખરાબ છે, કારણ કે તે જાણતો નથી કે તેની પાછળ કોનો દોરીસંચાર છે. અર્થતંત્ર, રાજકારણ અને સામાજિક ક્ષેત્રે થોડા મુઠ્ઠીભર માણસોના હાથમાં વિશ્વનું સંચાલન અને ભવિષ્ય છે અને તેઓ પોતાની ઇચ્છા પ્રમાણે વિશાળ પાયે શોષણ કરી શકે છે. તેઓ સામાન્ય મનુષ્યની લાલચ અને નબળાઈને જાણે છે અને તેનો પૂરો અને નિર્મમ લાભ ઉઠાવે છે.
વિશ્વ જે અનેક સમસ્યાઓથી ઘેરાયેલું છે તે દરેકના મૂળમાં માણસનો વધતો જતો લોભ અને તૃષ્ણા છે. દરેક મનુષ્ય વધુ અને વધુ ભોગ-ઉપભોગની સામગ્રી, ધન, સંપત્તિ અને સગવડતાની આકાંક્ષા ધરાવે છે. ભગવાન મહાવીર કહે છે કે - “આ વધતી જતી તૃષ્ણાનો કોઈ અંત નથી - “રૂછી શું માસિસમાં મોતિયા !'
માણસની ભૌતિક સગવડ અને સાધનોની પાછળની આંધળી દોટમાં માત્ર તેના ચારિત્રનો અને જીવનમૂલ્યોનો નહિ પણ સમસ્ત સામાજિક તંત્રનો અને સંસ્કૃતિનો હ્રાસ થઈ રહ્યો છે. આજ વ્યક્તિગત, સામાજિક, રાષ્ટ્રીય અને વૈશ્વિક ધોરણે જોવા મળતી અસહિષ્ણુતા, અનીતિ, શોષણ, અરાજકતા, ભ્રષ્ટાચાર, ગુનાકોરી અને આતંકના મૂળમાં લોભ, તૃષ્ણા અને તીવ્ર આસક્તિ કામ કરી રહ્યા છે. એટલે જ કહ્યું છે કે - “લોભ પાપનો બાપ છે. લોભ દરેક અનિષ્ટનું મૂળ છે.”
સમાજના મોટા ભાગના માણસો માનસિક રીતે નબળા હોય છે. યોગ્ય નેતૃત્વ અને માર્ગદર્શનના અભાવમાં તે ઝડપથી અનિષ્ટોથી ઘેરાઈ જાય છે અને સમાજ સ્વયં રોગગ્રસ્ત થઈ જાય છે. કેન્સરની જેમ આ અનિષ્ટો સમાજમાં ઝડપથી ફેલાઈ જાય છે. આજ પૂરું વિશ્વ દરેક સ્તરે અનિષ્ટ તત્ત્વોની પકડમાં આવી ગયું છે. તે માટે આપણી સંસ્કૃતિનાં જીવનમૂલ્યોને પુનઃ સ્થાપિત કરવાની તાતી જરૂર છે. આ અનિષ્ટ તત્ત્વોથી સમાજને અને વ્યક્તિને મુક્ત કરવા એ સમાજના પ્રબુદ્ધ અને સંનિષ્ઠ જ્ઞાનધારા - SSSSઉં ૧૩ S જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૨)