________________
४
ઉપગ્રહ કે વિગ્રહ ? સંસ્કૃતિ કે વિકૃતિ ? વર્તમાન જીવનમાં જૈન મૂલ્યોની આવશ્યકતા
લે. હર્ષદ દોશી
ભગવાન મહાવીરે એક ઉદાહરણ આપ્યું છે -
‘એક માલિક તેના બકરાને રોજ પૌષ્ટિક દાણા અને લીલો, તાજો ચારો આપતો હતો. તે ખાઈને બકરો વધુ અને વધુ પુષ્ટ અને મદમસ્ત થતો જતો હતો. બાજુમાં રહેતા ગાયના વાછરડાને આ બકરાની ઈર્ષા આવતી હતી.
જ્યારે સમય પાકી ગયો ત્યારે એ માતેલા, હૃષ્ટપુષ્ટ અને માંસલ બકરાને સીસું છેત્તુણ ભૂજ્જઈ’ - માથું વધેરીને તેના માલિક અને મહેમાનો ખાઈ ગયા.
આજના દિવસોમાં આ કથાને શૅરબજારના સટોડિયા સાથે સરખાવી શકાય. શૅરનો આંક જેમ જેમ ઉપર ચડતો જાય છે, તેમ તેમ તેની આવક પણ વધતી જાય છે. તેની રહેણીકરણી અને બોલ-ચાલ-વર્તનમાં પણ ઝડપથી પરિવર્તન આવી જાય છે. તેને ત્યાં નવી ગાડી, નવો ફ્લેટ, નવું ફર્નિચર આવવા લાગે છે.
એક દિવસ અચાનક શૅરબજારમાં કડાકો બોલે છે. ભાવ કડડભૂસ ગબડી જાય છે. શું થઈ રહ્યું છે તે સમજાય તે પહેલાં સટોડિયાના નફા સાથે મૂડી પણ તણાઈ જાય છે અને માથે મોટું દેવું ઊભું રહી જાય છે.
શૅરબજારના ખેલાડીને પણ એ બકરાની જેમ ખબર નથી હોતી કે - ‘તેને વધેરતા પહેલાં પુષ્ટ કરવામાં આવી રહ્યો છે અને એક દિવસ તેની નિર્મમ હત્યા થઈ જશે.'
થોડો વિચાર કરતા જણાશે કે - શૅરબજારના સકંજામાં ફસાઈ જવાના મૂળમાં લોભ છે. માણસ તાત્કાલિક લાભથી એટલો અંજાઈ જાય છે કે તે લાભની લાલચમાં વધુ અને વધુ ફસાતો જાય છે અને ભવિષ્યમાં આવનારી આફત તેને દેખાતી નથી.'
ભગવાન મહાવીરે કહ્યું છે કે -
'जहा लाहो तहा लोहो, लाहा लोहो पवड्ढई । दो मासा कयं कज्जं, कोडीए वि न निट्ठियं ॥ " ૩.સૂ. 8-17 જ્ઞાનધારા-૫ ૧૨ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫