________________
રાષ્ટ્રની એકતા અને અખંડતિતાના રક્ષણ માટે અનેકાતવાદની વિચારધારાનું શિક્ષણ જરૂરી છે. શિક્ષણમાં ધર્મનાં મૂલ્યોનું સ્થાન અત્યંત જરૂરી છે. વ્યક્તિગત રીતે વિચારતાં જીવનમાં મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થતા - આ ચાર ભાવનાનો વિકાસ થવો જોઈએ. સમસ્યાઓનું સમાધાન જૈન ધર્મનાં મૂલ્યો દ્વારા સંપૂર્ણ શક્ય છે - જરૂર છે માર્ગાનુસારીપણુ, વિરતિધર્મ, તપ, ત્યાગ, અહિંસા, કર્મસત્તા, ચાર ભાવના, અનેકાન્તવાદ વગેરેનું શિક્ષણ અને આચરણ આવશ્યક છે. જીવનમૂલ્યો માત્ર આદર્શ નથી પણ વાસ્તવિક છે. એમ જૈન ધર્મના ઇતિહાસમાં અનેક દૃષ્ટાંત છે. એમ વિચારી મૂલ્યનિષ્ઠ જીવન જીવવું જોઈએ.
સંદર્ભ સૂચિ : ૧. અનેકાન્તવાદ - પ.પૂ. ગણિવર્ય યુગભૂષણ વિજયજી. ૨. યોગશાસ્ત્ર - કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય - પ્રકાશ-૨, પ્રકાશ-૪ (બારવ્રત) ૩. શ્રાદ્ધવિધિ પ્રકરણ - આચાર્ય રત્નશેખરસૂરિ - ચતુર્થપ્રકાશ (શ્રાવકવ્રત) ૪. કર્મનું કોમ્યુટર - મુનિ મેઘદર્શનવિજયજી (કર્મવાદ)
જ્ઞાનધારા -૫
%
૧૧
5 જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૨)