________________
પાપ નહિ તીવ્ર ભાવે કરે જેહ ને નવિ ભવ સાગરે, ઉચિત સ્થિતિ જેહ રૂપે સદા, તેહ અનુમોદવા લાગશે.
સેવે ચેતનજ્ઞાન અજવાળીએ.” જીવનમાં સુખ કર્માધીન છે એમ માનીને ધર્મમય જીવન જીવવું જોઈએ કર્મવાદનો સિદ્ધાંત સમજવો જોઈએ. ભૌતિકવાદથી ઈર્ષ્યા અને અસંતોષનો રોગ ઘેર ઘેર ચેપી રોગ સમાન પ્રચાર પામ્યો છે. પૂર્વકર્માનુસાર કર્મોદયે સુખ-દુઃખ આવે છે, ત્યારે નવાં કર્મો ન બંધાય તે માટે આશ્રવ, સંવર અને નિર્જરા તત્ત્વનું અનુસરણ ઉપયોગી નીવડે છે. બાહ્ય નિમિત્તોને દોષ આપવો નહિ; પણ પોતે પોતાના કર્મો ભોગવવાનાં છે. રાજા-મહારાજા તીર્થકરો, ગણધરો કર્મસત્તાથી બચી શક્યા નથી. અંતરાયકર્મના ઉદયથી જીવનમાં સુખ-શાંતિ, ચીજ-વસ્તુઓ મળતી નથી. અભિમાન કરવાથી નીચગોત્ર કર્મ બંધાય છે. કંજૂસાઈ અને સંગ્રહાખોરીથી ગરીબાઈ આવે છે. માટે કર્મસત્તાનો સ્વીકાર કરી કર્મબંધ ન થાય તેવી શૈલી ધર્મની રીતે અપનાવવી જોઈએ. માનવીએ પોતાની આવકના સંદર્ભમાં ખર્ચ કરવો જોઈએ.
અનેકાન્તવાદનો સિદ્ધાંત માત્ર આદર્શ નથી, પણ વાસ્તવિક જીવનમાં એના વિચારોનું અનુસરણ ઉપયોગી છે. ભારત જેવા મહાકાય દેશમાં અંદાજે ૨૦૦૦ જેટલા ધર્મો - મત-પંથો પ્રવર્તે છે ત્યારે એકાન્તવાદથી અન્ય ધર્મ-મત-પંથના વિચારોને સહિષ્ણુતાથી માનવા જોઈએ. ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. સર્વધર્મસમભાવ - ધાર્મિક સહિષ્ણુતાનું અનુસરણ કરવાથી રાષ્ટ્રની અને માનવજાતની શાંતિ અને સલામતીનું રક્ષણ થશે. માણસ ધાર્મિક હોય તો તેનાથી કોઈ વાંધો નથી પણ ધર્મના નામે ઝનૂની અને કટ્ટરવાદી બની જાય છે, ત્યારે સમગ્ર રાષ્ટ્ર અને વિશ્વની શાંતિ જોખમાય છે. કોમી રમખાણોની શાંતિ - સલામતી - મોંઘવારી - હિંસા - આતંકવાદ જેવી સમસ્યાઓ ઉદ્દભવી છે, માટે તેના સમાધાનમાં અનેકાન્તવાદથી વિચારવું જોઈએ. રાજકીય પક્ષાપક્ષીમાં જીવનની શાંતિ જોખમાય છે, ત્યારે અનેકાનતવાદથી નિષ્પક્ષ રીતે માનવ-કલ્યાણની પ્રવૃત્તિ ને યોજનાઓને લક્ષમાં લેવી જોઈએ. સીમાની સાઠમારીમાંથી મુક્ત થઈને પ્રજાકલ્યાણની ભાવનાનો વિચાર કેન્દ્રસ્થાને રાખવો જોઈએ. (જ્ઞાનધારા - SMS ૧૦ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-