________________
પ્રયત્ન કરવો જોઈએ, તો જ સાત્ત્વિકતા વૃદ્ધિ પામશે. વ્રત-નિયમ-તપ-ત્યાગપ્રધાન વિચારોનું જીવનમાં અનુસરણ કરવાથી સમસ્યાઓનું સમાધાન થાય છે. અહિંસા ધર્મ જીવોને ભયમુક્ત કરીને શાંતિથી જીવન જીવવા માટે પ્રેરક બને છે. ભગવાનનાં વિશેષણોનો નમુસ્કુર્ણ સૂત્ર'માં ઉલ્લેખ થયો છે. તેમાં અભયદયાણે ભગવાન વિશ્વના જીવોને ભયમુક્ત કરે છે. આજની જીવનશૈલી લોકોને ભય અને ત્રાસ આપીને ક્ષણિક આનંદ માણે છે. પછી સમસ્યાઓ ક્યાંથી દૂર થાય ? કાયિક, વાચિક અને માનસિક એમ ત્રણ પ્રકારની હિંસાનો ત્યાગ જરૂરી છે.
શ્રાવકજીવનનાં બાર વ્રતોનું યથાશક્તિ અનુસરણ કરવાથી જીવનમાં શાંતિ પ્રાપ્ત થાય છે. ભારતીય સંસ્કૃતિમાં “મર્યાદા'નું વિશિષ્ટ સ્થાન છે. આ મર્યાદાને બંધન માનીને મનુષ્યો સ્વતંત્રતાને નામે સ્વેચ્છાચારી બની ગયા છે અને સમસ્યાઓ સ્વયં ઊભી કરી રહ્યા છે, ત્યારે “મર્યાદા'નો સિદ્ધાંત અપનાવવો આવશ્યક છે. મર્યાદા બંધન પણ સદાચારનું લક્ષણ છે અને તેનાથી આત્માની ઊર્ધ્વગતિનો માર્ગ પ્રાપ્ત થાય છે એમ સમજવું જોઈએ. શીલ અને સદાચારના નિયમોનું નીતિપૂર્વક પાલન કરવાથી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે.
પરિગ્રહ પરિમાણ વ્રતની વિશેષ રીતે સાધના કરવી જોઈએ. સંગ્રહાખોરીનું દૂષણ અછત, ભાવવધારો, મોંઘવારી, અસત્ય, ચોરી, મદ્યપાન, જુગાર જેવાં દૂષણો ફેલાવે છે, માટે જીવનમાં સંતોષવૃત્તિ કેળવવી જોઈએ. માર્ગાનુસારીના પાંત્રીસ બોલમાં જીવન જીવવાનો માર્ગ દર્શાવ્યો છે, તેમાં સંતોષવૃત્તિ અને ન્યાયસંપન્ન દ્રવ્યનો સમાવેશ થયો છે. અર્થશાસ્ત્રમાં જરૂરિયાતો અને ઈચ્છાઓનો ભેદ દર્શાવ્યો છે તે સમજવો જોઈએ. રોટલો-શાક-હવા-પાણી જરૂરિયાત છે; જ્યારે મકાનમાં ઍરકન્ડિશન, મિષ્ટાન્ન, ફિઝ વગેરે ઇચ્છાઓ છે. ઈચ્છાઓ અનંત છે. જીવન પૂર્ણ થાય તો પણ ઇચ્છાઓ ઘટવાની નથી; માટે સંતોષવૃત્તિ ધારણ કરીને જીવન જીવવાની શૈલી અપનાવવી જોઈએ. પરિગ્રહ પરિમાણ વ્રત ધારણ કરવાથી જીવનમાં સમસ્યાઓનું સ્થાન નહિવત્ બની જાય છે. યશોવિજયજી ઉપા. “અમૃતવેલની સજઝાય'માં જણાવ્યું છે કે - જ્ઞાનધારા -પ
૯ == જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫