________________
3
સાંપ્રત વિશ્વની સમસ્યાઓના સમાધાન માટે વર્તમાન જીવનમાં જૈનમૂલ્યોની આવશ્યકતા
લે. ડો. કવિન શાહ
ભૂમિકા :
મહાન પુણ્યોદયે માનવજન્મ દેવ, ગુરુ અને ધર્મની સામગ્રી મળે છે, તેમ છતાં જીવન એ સુકોમળ પુષ્પોની શય્યાવાળી જિંદગી જેવું આનંદદાયક નથી. અનેકવિધ સમસ્યાઓ તનાવ, હતાશા, અશાંતિ અને આતંકવાદના ભય હેઠળ જીવન ચાલી રહ્યું છે.
જૈન ધર્મનાં મૂલ્યો માત્ર જૈનો જ નહિ પણ સમગ્ર માનવ-સમૂહને જીવન જીવવાની કળા સમાન અનન્ય પ્રેરક અને માર્ગદર્શક સ્થંભ સમાન છે. ધર્મનાં મૂલ્યો કપોલકલ્પિત નથી. પણ તપ-ત્યાગ-સાધના અને જ્ઞાનથી પ્રાપ્ત કરીને સંતો-મહાત્માઓએ માનવોના કલ્યાણ માટે ઉપદેશરૂપે ધર્મમાં દર્શાવ્યા છે. આ મૂલ્યોનું ચિંતન-મનન અને આચરણ જીવનની સમસ્યાઓના સમાધાન માટે રાજમાર્ગ સમાન છે.
અહિંસા પરમો ધર્મઃ
અહિંસાનો સિદ્ધાંત વિશ્વવ્યાપી બનાવવો જોઈએ. મનુષ્ય અને પ્રાણીઓ સિવાયની એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના વનસ્પતિકાય, વાયુકાય, અપકાય વગેરેમાં જીવસૃષ્ટિ છે, તેનું રક્ષણ જયણા કરીને જીવન જીવવાનો માર્ગ છે. ભગવંતે દેશિવરતિ અને સર્વવિરતિ ધર્મ દ્વારા પ્રતિપાદન કર્યો છે. જીવ-હિંસા ન થાય, જીવોનું રક્ષણ થાય એવી ભાવના કેળવવી જોઈએ. જીવો અને જીવવા દો'નો મંત્ર ચરિતાર્થ કરવો જોઈએ. રાત્રિભોજનનો ત્યાગ કરવો જોઈએ. માંસાહારનો ત્યાગ કરીને શાકાહારી જીવનશૈલી અપનાવવી જોઈએ. શાકાહારી જીવનશૈલીથી માનવીની સાત્ત્વિક વૃત્તિઓના પોષણની સાથે માનસિક અને શારીરિક સ્વસ્થતા પણ વધુ તેજસ્વી બને છે. સમસ્યાઓના મૂળમાં રાજસી અને તામસી પ્રકૃતિ છે, તેનો નાશ કરવો જોઈએ. તે માટે ધર્મના સિદ્ધાંતોનું અનુસરણ આવશ્યક છે. અઢાર પાપસ્થાનકમાં અહિંસા ધર્મ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષનો સમાવેશ થયો છે. આ દુવૃત્તિઓ પર નિયંત્રણ માટે જ્ઞાનધારા-૫ 5555 જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫
-