________________
પર્યાવરણની સમસ્યાના ઉકેલમાં H૨૦=
જૈન ધર્મનું યોગદાન
[ પ્રિ. ડો. કોકિલા હેમચંદ્ર શાહ] વર્તમાન યુગનો મહત્ત્વપૂર્ણ શબ્દ છે “પર્યાવરણ”. પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે. આજે એકવીસમી સદીમાં વિજ્ઞાન અને ટૅકનોલૉજીના યુગમાં જીવન જીવવા માટે ભૌતિક સુવિધાઓ ઉત્તરોત્તર વધતી રહી છે, પરંતુ સમગ્ર દૃષ્ટિએ વિચાર કરીએ તો વિજ્ઞાન મેળવેલી અભૂતપૂર્વ સિદ્ધિઓ છતાં માનવજીવનમાં આનંદ કે શાંતિને બદલે અશાંતિ અને વિનાશકારક ભય વધારે છે. પ્રકૃતિનું અતિ શોષણ થઈ રહ્યું છે વિકાસને નામે, તેથી પર્યાવરણની વિષમ સમસ્યાઓ આપણે આજે અનુભવી રહ્યા છીએ. મહાવીર વાણીમાં આ વિશ્વવ્યાપી સમસ્યાઓનું સમાધાન મળે છે.
વિશ્વના વિવિધ ધર્મોમાં જૈન ધર્મ પ્રાચીન અને સ્વતંત્ર ધર્મ છે. “દશવૈકાલિક સૂત્ર'ના પ્રથમ અધ્યયનમાં ધર્મની વ્યાખ્યા આપતા કહ્યું છે : ધબ્બો મંત્ર થિં ' - ધર્મ ઉત્કૃષ્ટ મંગલ' છે. અહિંસા, સંયમ અને તપ ધર્મ છે. ધર્મને આપણે વર્તમાન યુગના સંદર્ભમાં સમજીએ તો અહિંસા, સંયમ અને તપનું મૂલ્ય સમજાશે. વિશ્વને અહિંસક સંસ્કૃતિ અને સહઅસ્તિત્વની ભેટ આપનાર જૈન ધર્મ છે. અહિંસાના સૂરાધાર મહાવીરે કહ્યું છે - “મેરુ પર્વતથી ઊંચું અને આકાશથી વિશાળ જગતમાં કશું નથી, તેવી જ રીતે અહિંસા સમાન જગતમાં બીજો કોઈ ધર્મ નથી.” અહિંસાનો સિદ્ધાંત પર્યાવરણ સંતુલન માટે મહત્ત્વનો છે. અહિંસા એ ફક્ત ધાર્મિક આદર્શ જ નથી, પરંતુ તેનાથી ચઢિયાતું કોઈ વિજ્ઞાન નથી. જૈન ધર્મ એટલે જ પર્યાવરણ સંરક્ષણ. ધર્મ હમ્બગ નથી પરંતુ વ્યવહારુ જીવન સાથે એનો સંબંધ છે. જૈન દર્શન અનેકાન્તવાદી છે. તેમાં કોઈ વાત એકાંતે કહેવામાં આવી નથી. મહાવીરે ફક્ત મુક્તિની જ નહિ, વ્યક્તિ અને સમષ્ટિના સંબંધોની પણ ચર્ચા કરી છે. “જૈનદર્શન'માં આધ્યાત્મિક જ્ઞાન સાથે વ્યાવહારિક વિજ્ઞાનની દૃષ્ટિથી પણ વિશાળતા છે. આજે
જ્યારે પર્યાવરણનો હ્રાસ થઈ રહ્યો છે, તે સમસ્યા-નિવારણ માટે જૈન ધર્મ ૧. દશવૈકાલિક સૂત્ર. ૧-૧ (જ્ઞાનધારા - SSSSS ૯૯==ES જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૨)