________________
માર્ગદર્શક બની શકે. જો કે “પર્યાવરણ' શબ્દ જૈન શાસ્ત્રોમાં નથી, પરંતુ પર્યાવરણ વિજ્ઞાનના સંદર્ભમાં જૈન આગમોમાં મહત્ત્વપૂર્ણ સૂત્રો ઉપલબ્ધ છે. દશવૈકાલિક, આચારાંગ આવશ્યક સૂત્ર, ભગવતી સૂત્ર, સૂત્રકૃતાંગ વગેરે આગમોમાં પર્યાવરણ સંબધી સૂત્રો છે.”
‘દશાવૈકાલિક સત્રમાં કહ્યું છે : “નયે વરે નયે વિ૮ અહીં ‘’ શબ્દ જયણા માટે વપરાયો છે - અર્થાત્ ચાલો વિવેકથી, ઊભા રહો વિવેકથી, બેસો વિવેકથી, બોલો વિવેકથી - જીવનની તમામ પ્રવૃત્તિઓ વિવેકથી કરવી તે જ ધર્મ છે. જયણાથી બધી પ્રવૃત્તિઓ કરીએ તો પર્યાવરણની જાળવણી આપોઆપ થઈ જશે. મહાવીરે કહ્યું છે : “દુર્લભ વસ્તુઓ ચાર છે અને તેમાં પહેલી છે મનુષ્ય-જન્મ. જગતના મહાન ચિંતકોએ મનુષ્યજન્મને શ્રેષ્ઠ કહ્યો છે. કારણ કે મનુષ્યમાં જ પ્રજ્ઞા છે, બુદ્ધિ છે, તે પ્રગટ થાય છે ત્યારે જ વિવેકની ખિલવણી થાય - એટલે માણસ પોતાની બુદ્ધિને માત્ર સર્જનમાં જ નહિ પણ રક્ષણમાં અને પાલનમાં પણ ખર્ચે ૧૦
વિશ્વમંગલ અને વાત્સલ્યભાવની સજીવમૂર્તિ મુનિશ્રી સંતબાલજીની ધર્મમય સમાજરચના એ કલ્પના કે અવ્યવહારુ તરંગ નથી, પણ વર્તમાન સમસ્યાના ઉકેલનો મૌલિક માર્ગ છે દુલેરાય માટલિયા કહે છે : “સંતબાલજીની વિચારધારા અને પ્રવૃત્તિઓ દ્વારા જે સત્યનું પ્રતિપાદન થયું છે તે આ જ છે - વ્યવહારમાં તો અહિંસાનો પરમધર્મ જ પ્રગટ રૂપે છે, માટે તેને શાશ્વત ધર્મ તરીકે વ્યવહારનયે તીર્થકરોએ પ્રબોધ્યો છે. જેમાં કોઈ પ્રાણીનું દુઃખ કે અહિત હોય ત્યાં દયા નથી, ત્યાં ધર્મ નથી. અત્ ભગવંતના કહેલ ધર્મથી સર્વ પ્રાણી અભય થાય છે. શ્રીમદ્ રાજચંદ્ર આ ૨. આચારાંગ સૂત્ર - ૧ ૩. આવશ્યક સૂત્ર ૪. સૂત્રકતાંગ ૫. આવશ્યક ભાષ્ય ૬. ભગવતી સૂત્ર ૭. ઉત્તરાધ્યયન સૂત્ર ૮. દશવૈકાલિક સૂત્ર ૫ - ૮ ૯. ઉત્તરાધ્યયન સૂત્ર ૩ - ૧ ૧૦. પંડિત સુખલાલજી દર્શન અને ચિંતન-૪ પાનાં ૨૦૪.
ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ. (જ્ઞાનધારા-પS SSS ૧૦૦ SSC જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૨)