________________
અહિંસક અને સહકારભર્યું બને અને પોતાના સિવાય અન્યનો વિચાર કરે, તો જ પર્યાવરણ સમૃદ્ધ બનશે, પ્રદૂષણ નિયંત્રિત બનશે. આમ, સમભાવદયાભાવ પર્યાવરણ-શુદ્ધિ માટે મહત્ત્વનો છે. મૈત્રીથી મૈત્રી, અભયથી અભય અને અહિંસાથી અહિંસાની ઉત્પત્તિ થાય છે; અને એના વિકાસથી શસ્ત્ર અનાવશ્યક બની જાય છે. અણુશક્તિના આ યુગમાં અહિંસાનો અભિગમ અપનાવવો એ જ સુખી થવાનો રાજમાર્ગ છે.
જૈન દર્શન'માં છ લેશ્યાનો સિદ્ધાંત દર્શાવ્યો છે. લેશ્યાની વાતમાં કેવું ઊડું વિજ્ઞાન છે. ‘વૃક્ષ પરથી ફળ લેવું છે, તો થડ કાપવાની જરૂર નથી, મોટી ડાળી કાપવાની જરૂર નથી, નાની ડાળી કાપવાની પણ જરૂર નથી, પાંદડાં કાપવાની જરૂર નથી, જરૂર હોય તેટલાં ફળ તોડવાની જરૂર નથી, નીચે પડેલાં ફળથી પણ કામ ચાલી જાય.' છ લેશ્માનું આ દૃષ્ટાંત પર્યાવરણની દૃષ્ટિએ પણ વિચારી શકાય.
ભગવાન મહાવીર એક મહાવ્રતી, પૂર્ણ અહિંસક મહાપુરુષ હતા. પણ એમણે આમ-માનવી માટે અણુવ્રતોના રૂપમાં અલ્પ આરંભનો સચોટ ઉપાય દર્શાવ્યો છે. અલ્પ આરંભનું બીજું નામ અલ્પ-પરિગ્રહ વ્રત. તેવી જ રીતે ઉપભોગ-પરિભોગ વ્રતની સીમાથી ઉપભોક્તાવાદને અંકુશમાં લાવી શકાય છે. વળી અનર્થદંડ વિરમણ વ્રતથી અનર્થ હિંસાથી બચી શકાય છે. કે જેનાથી પર્યાવરણની રક્ષા થાય. આમ જોવા જેઈએ તો બાર વ્રત' પર્યાવરણના રક્ષક જ છે. આમ, સમગ્ર રીતે જોતાં પર્યાવરણની સમસ્યાના ઉકેલમાં જૈન ધર્મનું યોગદાન શ્રેષ્ઠ ગણી શકાય.
:
જ્ઞાનધારા -૫૯૮ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫