________________
માવજાતમાં વધી રહેલો અસંયમ, અઢળક ધન, ભૌતિક સુખસગવડોની અસીમ લાલસાથી જંગલોને કાપી રહ્યો છે. જેમ જેમ જંગલો કપાતાં જશે તેમ તેમ વધેલાં ઝાડપાન પર કાર્બન-ડાયૉકસાઇનો બોજો વધતો જશે. ઈશ્વરે એમને વાચા નથી આપી, પણ એ સજીવ તો છે ને ? એની પીડા કોને કહેશે ?
વિજ્ઞાન પદાર્થના બંધારણમાં ફેરફાર કરી શકે છે. વિજ્ઞાન માનવીના મનમાં રહેલી બુરાઈઓ દૂર કરી શકતું નથી, પરંતુ વિજ્ઞાનમાં ધર્મદ્રષ્ટિ લાવવાથી બુરાઈઓ થઈ શકે છે. એકલા વિજ્ઞાનનું વર્ચસ્વ સ્વીકારવાથી આ વિશ્વ માનસિક અશાંતિ, યુદ્ધની ભયાનકતા અને દુઃખની કરુણ રોકકળ તથા વિલાપમાં ડૂબી જશે, પણ વિજ્ઞાનમાં ધર્મદષ્ટિ લાવીને વિજ્ઞાનના વિકાસમાં આવતી વિકૃતિ અટકાવી શકીશું. વિજ્ઞાનમાં ધર્મદૃષ્ટિ કેળવવી અત્યંત જરૂરી છે.
વનસ્પતિમાં જીવ છે;
જૈન તત્ત્વદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો જેમ કે પાણીના એક ટીપામાં અસંખ્ય જીવ છે. આજે વિશ્વસ્તરે વૈજ્ઞાનિકો સ્વીકારી રહ્યા છે. આ વિશ્વમાં જીવસૃષ્ટિમાં મનુષ્ય સર્વોપરી પ્રાણી છે, એમ જૈન તત્ત્વદર્શન અને વૈજ્ઞાનિકો સ્વીકારે છે. ધર્મ પોતે વિજ્ઞાન છે અને વિજ્ઞાન પાસે તર્ક છે, અને પ્રયોગોનું જ્ઞાન છે. ધર્મ પાસે અનુભૂતિનું સત્ય છે. જૈન-સાધુના આચારમાં પર્યાવરણની કેટલી બધી ખેવના જોવા મળે છે ? જૈન- સાધુનું આત્યંતિક ત્યાગયુક્ત સર્વવિરતિવાળું જીવન પર્યાવરણ માટે ઉત્કૃષ્ટ અદ્ભુત ઉદાહરણ છે જૈન સાધુભગવંતના જીવનમાં પર્યાવરણની ઉત્તમોત્તમ રક્ષાનું નિધાન અને આત્માની ઉત્કૃષ્ટ શુદ્ધતાનું વિજ્ઞાન સમાયેલ છે. પર્યાવરણના એક પણ પાસાને દૂષિત કર્યા વિના જીવન વ્યતીત કરનાર જૈન-સાધુની જોડ જગતમાં મળી શકે તેમ નથી. એટલું જ નહિ જૈનદર્શનના ગૃહસ્થાશ્રમી શ્રાવક પણ પર્યાવરણના રક્ષક છે. જીવનનિર્વાહની જવાબદારી હોવા છતાં ઓછામાં ઓછી હાનિ કરતા શ્રાવકો પાંચ અણુવ્રત સાથે પંદર કર્માદાનથી બચી આધ્યાત્મિક રીતે આત્માને કર્મથી બચાવે છે. પંદર કર્મદાનનું વિજ્ઞાન વિશ્વને સમજાવવામાં આવે તો જ પર્યાવરણની રક્ષા થઈ શકે.
જ્ઞાનધારા -૫ SESS ૧૦૯ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫
-