________________
પ્રથમ સ્વપ્ન ગૌહત્યા બંધ કરવાનું હતું, પરંતુ અતિ દુઃખ તે વાતનું છે કે ગાંધીના વારસદારો કોંગ્રેસનું ચિહ્ન જે બેલ-જોડી હતું. તેનાં પર હિંસા, યાંત્રિક કતલખાનાંમાં પંજા દ્વારા સ્થાપિત કરી દર વર્ષે તેમાં વૃદ્ધિ કરતા જાય છે. જેથી કરીને અત્યાર સુધી કરોડોની સંખ્યામાં દુધાળુ ગાયો આંખમાં આંસુ સાથે પોતાની બલિ દઈ રહી છે. જેને આપણે હિંદુઓ તથા જૈનો આંખ આડા કાન કરી સરકારને પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. શું આપણે વરના સંતાન તથા વારસદાર નથી ? શું આપણે નામમાત્રના જ જૈનો છીએ ? દેવમાર કતલખાનું બંધ કરવાની જવાબદારી સિફ જૈનોની જ છે ?
દુર્ભાગ્યનો વિષય એ છે કે વર્તમાનમાં ભૌતિકતાની ચકાચૌંધમાં આપણા મહાપુરુષો દ્વારા બતાવેલ સુખશાંતિમાં શાશ્વત માર્ગને વિસ્તૃત કરી દીધો છે. અને પોતાને Uptudate ઘોષિત કરી દીધો છે. આપણી આ પ્રવૃત્તિને કારણે વ્યક્તિ તથા સમાજ સહજ માનવી ઉદાત્ત ભાવનાઓથી ભટકી ગયો છે, તથા આપણે એક કૃત્રિમ જીવન જીવવા માટે વિવશ થઈ ગયા છીએ. જે શારીરિક વ્યાધિ, માનસિક વિક્ષિપતા તથા પ્રાકૃતિક પ્રદૂષણના રૂપમાં આપણી સમક્ષ તથા જગત સમક્ષ પોતાની વિકરાળતા સહિત અનુભૂત થઈ રહ્યો છે. વર્તમાન સમયમાં એક પણ દિવસ એવો નહિ ગયો હોય જે દિવસે બળાત્કારની કોઈ ઘટના ન બની હોય. જેમાં સવા મહિનાથી લઈને પચાસ વર્ષની પ્રૌઢા તથા પરણીતાનો સમાવેશ થાય છે. જ્યારે જૈન ધર્મનું ચોથું બ્રહ્મચર્યવ્રત પરનારીને બહેન તથા માતાના રૂપમાં સમજી પવિત્રતા ધારણ કરે છે. વર્તમાન સમયમાં આ
જ્વલંત સમસ્યામાં જૈન ધર્મનું મૂળ ચોથું બ્રહ્મચર્યવ્રત મશાલ લઈને આવી શકે છે. આજે મહિલા દિવસ ગમે તેટલા મનાવીએ અથવા નારી આર્થિક ક્ષેત્રમાં ગમે તેટલી આગેકૂચ કરે, છતાં પણ તેનું જાતીય શોષણ તથા બળાત્કારનો ભોગ થતી રહેશે. તે રાષ્ટ્રની મહાન કલંકમય સમસ્યા છે.
જૈન ધર્મના મૂળમાં સખ વ્યસનોનો પરિત્યાગ આવે છે. યુવાનો આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે. તે યુવાધન આજે માંસાહાર, મદ્યપાન, પાનપરાગ, ગુટકા, હેરોઈન, જુગાર તથા પરનારીમાં લીન બની, અલ્પાયુ બની લાખોની સંખ્યામાં રાષ્ટ્ર ગુમાવી રહ્યું છે. યુવાનોને આવી લત લગાડવા મહાન ષડયંત્રમાં દેશી તથા વિદેશી કંપનીઓ સંલગ્ન છે. જેને સરકાર પોષે છે. આવાં કાર્યોમાં આપણા કંઈક અંશમાં જૈન (જ્ઞાનધારા-૧ =
૬ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-