________________
1 વર્તમાન જીવનમાં જેનમૂલ્યોની
આવશ્યકતા શ્રીમતી ધનલક્ષ્મી શાંતિલાલ બદાણી - નાગપુર ધો મંગલ મુક્કિકંઠ, અહિંસા સંજમો તવો
દેવાદિ ત નમસતિ, જલ્સ ધમ્મ સયામણો | પ્રથમ વાક્યમાં જ ભગવાન મહાવીરે સાચા ધર્મની મહત્તા પરિભાષા સાથે સમજાવી દીધી છે કે - “ધર્મ એક ઉત્કૃષ્ટ મંગળ છે, પરંતુ કેવો ધર્મ તથા કયો ધર્મ ? જેમાં અહિંસા, સંયમ તથા તપ હોય અને આ વિશિષ્ટ ગુણો જે વ્યક્તિમાં હોય, તેને દેવતા પણ નમસ્કાર કરે છે -
(૧) અહિંસા, (૨) અપરિગ્રહ (૩) અનેકાન્ત અથવા સ્યાદવાદ
ધર્મ એ જીવન જીવવાની એક કળા છે. જેના દ્વારા મનને જીવનમાં શાંતિ મળે. પ્રતિકૂળ સમયમાં સાચો માર્ગ દેખાડી આ ભવ તથા પરભવ સુધારે છે. વર્તમાન સમયમાં ભારત સહિત વિશ્વ જે જે વિભિન્ન સમસ્યાનો સામનો કરી રહ્યો છે, તે દરેક સમસ્યાનો શતપ્રતિશત સમાધાનો જૈન ધર્મનાં મૂલ્યોમાં સંપાદિત છે.
પાકિસ્તાન તથા આંતકવાદિઓને જૈન ધર્મનો મૂળ સિદ્ધાંત અહિંસાનો સંદેશ પ્રચાર-પ્રસાર દ્વારા આપી શકાશે. જ્યારે ખ્રિસ્તીઓ પોતાના ધર્મના પ્રચાર માટે આપણા ઘરઆંગણે આવી જાય છે, તો પછી જૈનો કેમ નહિ ? કહે છે કે -
ભય નહીં હમેં દુર્જનોં કી દુર્જનતાશે
ભય હૈ હમેં સજ્જનોં કી નિષ્ક્રિયતા સે || માટે જેનો દેવ, ગુરુ, ધર્મ તથા વડીલોની છત્રછાયામાં તથા માર્ગદર્શનમાં અહમ ગ્રુપો તૈયાર થઈ જાય તથા પૂરા વિશ્વમાં પ્રભાવકરૂપે અહિંસાના પ્રચાર દ્વારા જનતાને જાગ્રત કરે.
બીજી સમસ્યા છે પર્યાવરણ, ભ્રષ્ટાચાર, બળાત્કાર તથા પશુધનના સંહારની. આ સિવાય જુગાર, ગેરકાનૂની શિકાર તથા સુપારી દ્વારા હત્યા આદિ દૂષણો પણ સામેલ છે.
પશુઓ દેશની સંપત્તિ છે. જ્યારે ભારતની જનસંખ્યા ૩૬ કરોડ હતી ત્યારે આપણું પશુધન ૪૦ કરોડનું હતું. આઝાદી મળતાં જ ગાંધીજીનું (જ્ઞાનધારા-૫ ૬ ૫ છું જેન સાહિત્ય જ્ઞાનસત્ર-