________________
પર્યાવરણની સમસ્યાના ઉકેલમાં જૈનધર્મનું યોગદાન
| લે. હિંમતલાલ એ. શાહ) પર્યાવરણ એટલે પરિ + આવરણ. સમગ્ર ધરતીને વીંટળાયેલું આવરણ અર્થાત્ કુદરત.
દેવાધિદેવ પરમાત્મા મહાવીરે સમસ્ત કુદરતને “અવળે' જણાવી છે. કુદરતમાં એક ઇન્દ્રિયવાળા વનસ્પતિ વગેરે પૃથ્વી, જળ, તેજ વાયુ) સ્થાવર જીવો છે. તે બે ઇન્દ્રિયોવાળા (શંખ-શીપલાકથી માંડીને પાંચ ઇન્દ્રિયોવાળા જીવો પણ છે. આ તમામને અવધ્ય જણાવ્યા છે. તેમના પર આક્રમણ ન કરી શકાય.
અહિંસા, એકાન્ત અને અપરિગ્રહ જેના મુખ્ય સિદ્ધાંતો છે, તે ધર્મમાં ઉત્કૃષ્ટ ભાવના જણાવી છે. આ ધર્મ અનંતા વરસોથી વિદ્યમાન છે. અહિંસા પરમો ધર્મ અને જીવદયા જેની માતા છે તે કોણ નથી જાણતું !
અને કહે છે કે - વનસ્પતિનું પાંદડું ન તોડો.
પૃથ્વી, પાણી આદિને જરા ય પરેશાન ન કરો, કીડી, મચ્છર, માંકડ, વંદા વગેરેને મારો નહિ. બકરી, ભૂંડ, ગાય, બળદ, પાડા, હાથી વગેરેને ત્રાસ આપો નહિ.
ટૂંકમાં, હે માનવો ! તમામ વનસ્પતિને અભયવચન આપો. તમામ પશુપંખી-પ્રાણીને જીવન જીવવા દો, આખા પર્યાવરણને અભયદાન આપો...
તેઓએ પ્રાણીજગતને જિવાડવું જ રહ્યું. જે પરપીડન કરે છે. તેને સ્વપીડન ભોગવવું પડે છે. કેમ કે બીજાને દુઃખ દેનારો દુઃખી થાય છે, બીજાને સુખ દેનારો જ સુખી થાય છે. બીજી રીતે આ વાત કહી શકાય કે - “જગતમાં જે સુખી લોકો દેખાય છે, તેના મૂળમાં તેમણે બીજાઓનાં સુખની કામના કરેલ છે. બીજાને જે દેવાય તે મળે. સુખ દેવાય તો સુખ, મોત દેવાય તો મોત અને આરોગ્ય દેવાય તો આરોગ્ય મળે. અને આવી વીરપ્રભુની કરુણા-પ્રેરિત વાતો હતી. જીવન જીવતા લોકોને પણ હંમેશાં સુખ જ ગમે છે, કોઈને દુઃખ ગમતું નથી અને ભાવદયા એવી વિલસે છે કે સહુ જીવને શાસન રસી બનાવવા છે. (જ્ઞાનધારા -૫
૮૬ = જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૫]