________________
પોતાના માટે ખર્ચો નહિ કરીએ તો ક્યાં કરીશું ? આજે મજા કરો.” આવાં વાક્યોમાં ખૂંચતો જાય છે. તેને આ કાદવમાંથી બહાર કાઢવાના અભિયાન કરવા આપ સર્વેને વિનંતી કરું છું.
(૪) મૃત્યુને સતત નજર સામે રાખો : ધીરુભાઈ અંબાણી જેવા કે સિકંદર કે જેને આખું જગત જીતવું હતું? છતાં... જગત તો તેનું ના થયું અને પોતે ખાલી હાથે રવાના થયા ! ભેગું કરેલું બધું જ મૂકીને જવાનું છે. માટે પરિગ્રહનો ત્યાગ કરી સંવરના ઘરમાં રહેતા શીખો.
મુમ્મણ શેઠ જેણે પરિગ્રહ ભેગો કરેલો તે એને કામમાં ના આવ્યો, પણ તે કામ આવ્યો માત્ર નરક જેવી દુર્ગતિ કરાવવામાં.
પ્રશ્નવ્યાકરણ સૂત્ર' શ્રુતસ્કંધ-૨, અધ્યયન-પમાં તેનો સુંદર ઉપાય બતાવેલ છે. દ્રવ્ય અને ભાવથી અપરિગ્રહી બનો તે માટે... આજથી રોજ એક-એક વસ્તુનો ત્યાગ કરતા શીખીએ. રોજ એક-એક સંબંધને ઓછો કરતાં શીખીએ. નિઃસંગી, નિર્મમત્વી અને સ્નેહબંધનોથી મુક્ત થવાનું મહાન લક્ષ નજર સામે રાખીએ. જેમ ચંદનનું છેલ્લું કણિયું પણ સુગંધ આપે છે. તેમ હું ફરી ફરી છેલ્લે પણ એટલું જ કહીશ કે આ મંદીને દૂર કરવા. સંવરના ઘરમાં આવવું જરૂરી જરૂરી ને જરૂરી જ છે. અપરિગ્રહ દ્વારનું બીજું નામ જ જ્યારે ભગવાન “સંવરદ્વાર બતાવ્યું છે. ત્યાં હવે આપણી પાસે રહેલી “વસ્તુઓને, સંયોગોને, સંબંધોને રોકો.. રોકો.. મર્યાદામાં આવો” આ સૂત્ર બનાવવું જ પડશે.
ઇચ્છાઓનું આકાશ અનંત છે. સંતોષી સાધક બની નિર્લેપ તુંબડીવ બનવા. આપણી પાંચે ઈન્દ્રિયોનો સંયમ વધારવો ખૂબ જ જરૂરી છે. મન, વચન, કાયાના યોગોનો નિગ્રહ કરવા... તેને ચૂપ કરવા, ચિત્તની ચંચળતાને ચલિત કરવા ચિદાનંદ સ્વરૂપ આત્માને ઓળખવા દઢપણે ધર્મનું જ આચરણ શ્રદ્ધાપૂર્વક કરીએ. અને આ જગતમાં જો કાંઈ કરવા જેવું હોય તો તે એકમાત્ર ધર્મ જ કરવા જેવો છે, આવી એકમાત્ર શ્રદ્ધા પણ અહીંથી જગાવીને જઈશું તો તેમાંથી પ્રગટ થયું પુણ્ય જરૂર વિશ્વને આ મંદીમાંથી મુક્ત કરાવશે જ. આ માર્ગ જ “Wવો, વિઇમયા, મરૂઇયા, અણાસવો, અકલુસો, અછિદ્દો, અપરિસ્સાવિ, અસંકલિઠે, શુદ્ધો, સવ્વજિણમણુણાઓ છે. એટલે કે આ અપરિગ્રહ માર્ગ, આશ્રવરહિત, ક્લષરહિત, છિદ્રરહિત, કર્મપ્રવેશના માર્ગરહિત, સંકલેશથી રહિત છે. બધા જ જિનેશ્વરો (ડૉ.જિનેન્દ્રકુમાર) દ્વારા પ્રસ્થાપિત છે. ઓ મારા મહાવીર તને લાખો લાખો સલામ. (જ્ઞાનધારા-૫ == ૬૦ === જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૨)