________________
ધર્મનું પાંચમું અંગ છે - કાનૂન અને અમુક ધારાધોરણ નિયમો. તેમાં વારસા વગેરેના કાયદા હોય, લગ્ન કેવી રીતે થાય, મરણ પછી દફનાવવું કે દહન કરવું વગેરે. આમાં સમજવાનું એ છે કે - “આ બધા કાયદા જે રીતિરિવાજો જે-તે જમાનાને અને જે-તે પ્રદેશને અને જે-તે સમાજની પરિસ્થિતિરૂપ બન્યા હોય છે.' ભારતમાં સર્વધર્મ-સમભાવનું બીજઃ
વિનોબા કહે છે કે - “સર્વધર્મસમન્વય અને બધી ઉપાસનાઓ સમન્વયની એક નવી દષ્ટિ ભારતમાં પ્રસ્થાપિત થઈ એનો ઉદ્ગમ રામકૃષ્ણ પરમહંસે કર્યો એમ કહી શકાય.”૫
કુરાનમાં એક સુંદર આયાત આવે છે - “અમે કોઈ પણ રસૂલમાં ફરક નથી કરતા.” એટલે કે દુનિયામાં માત્ર મહમ્મદ જ એક રસૂલ નથી, બીજા યે ઘણા રસૂલ થઈ ગયા છે. ઈસુ પણ એક રસૂલ છે અને મૂસા પણ, અને બીજા ઘણા ય રસૂલ છે જેમનાં નામ આપણે નથી જાણતા. અમે રસૂલોમાં કોઈ ફરક નથી કરતાં - એ ઇસ્લામનો વિશ્વાસ છે'. મને લાગે છે કે હિંદુઓની ય આવી જ નિષ્ઠા છે. તેઓ કહે છે કે - “એક સંત.... દુનિયાના સપુરુષોએ જે રાહ દાખવ્યો છે, તે એક જ છે. તેમાં જે ભેદ પેદા થાય છે, તે તો આપણી સંકુચિત દ્રષ્ટિ અને વૃત્તિને કારણે જ પેદા થાય છે. ઈસુ પણ કહી ગયા છે કે - “ઇન માય ફાધર્સ હાઉસ આર મેની મેન્શન્સ' મારા પિતાના ઘરમાં ઘણાં સ્થાન છે - હિંદુ, બૌદ્ધ, જૈન, ઇસ્લામ આ બધા મેની મેન્શન્સ છે.
આમ, કોઈ પણ ધર્મનો અન્ય ધર્મ સાથે વિરોધ નથી. બધાનો જો. કોઈ વિરોધ હોય તો અધર્મ સાથે છે. અધર્મનો વિરોધ કરવા માટે બધાએ એક થવું જોઈએ. ૪. વિનોબા ભાવે, ધરમ બધા આપણા; વડોદરાઃ યજ્ઞ પ્રકાશન, જાન્યુ. ૨૦૦૭, પૃ. ૧૧-૧૨. ૫. વિનોબા સાહિત્ય ભાગ ૧૯, વર્ધા : પરંધામ પ્રકાશન, ૧૯૯૯, પૃ. ૪૧૮. ૬. વિનોબા ભાવે, ધરમ બધા આપણા, ઉપરિવતું, પૃ. ૧૪. ૭. વિનોબા સાહિત્ય ભાગ ૧૪, વર્ધા : પરંધામ પ્રકાશન, ૧૯૯૯ પૃ. ૪૭૬. ( જ્ઞાનધારા-૫ SNESS ૦૨ SSAS જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫ .