________________
ઈર્ષા સમિતિ, ભાષા સમિતિ અને એષણા સમિતિનું પાલન કરવામાં સાધુ-સાધ્વી પર્યાવરણની જ રક્ષામાં પ્રવૃત્ત થતાં જોવા મળે છે. જેવી રીતે સાધુને - શ્રાવકને ઇર્ષા સમિતિનું પાલન કરવાનું હોય છે, તેમાં ઈર્યા સમિતિ એટલે જોઈને ચાલવું. આ બાબતમાં ધ્યાન એ વાતનું રાખવાનું હોય છે કે નાનાં નાનાં જીવજંતુઓ, હાલતા-ચાલતા જીવો વગેરે પગ નીચે આવી મરી ન જાય. એ બધા જીવોની દયા તો રાખવાની જ છે કે તે કચડાઈ ન જાય. સાથે સાથે પગ નીચે લીલી વનસ્પતિ, સચેત પૃથ્વી, પાણી વગેરે ન આવી જાય તેનું પણ ધ્યાન રાખવાનું છે.
સાધુ-સાધ્વી ત્રસજીવોની દયા તો પાળતા જ હોય છે પણ એકેન્દ્રિયના સ્થાવર-જીવો કે જેમાં અચેત પૃથ્વી, સચેત પાણી, સચેત અગ્નિ, સચેત વાયુ અને સચેત વનસ્પતિનો સમાવેશ થાય છે. તેની પણ આજીવન નવ કોટિએ - કરવું, કરાવવું, અનુમોદવું એ રીતે એટલે કે પોતે તે સ્થાવરજીવોની વિરાધના થાય તેવું કાર્ય કરે નહિ, બીજા પાસે કરાવે નહિ અને કોઈ કરતું હોય તો તેને સારું અને સાચું કહે નહિ.
આ ઉપરાંત સાધુ જ્યારે પણ પ્રવચન આપે - ભાષા સમિતિ, ત્યારે પણ જીવોની દયા કેવી રીતે પાળવી તેનો ઉપદેશ જ આપે. જીવોની વિરાધના થાય તેવું ક્યારે ય તેઓ બોલે નહિ. ગોચરી - પરઠવું વગેરે માટે જતાંઆવતાં તેઓ હંમેશાં છકાય-જીવની હિંસા ન થઈ જાય તેની નાનામાં નાની કાળજી રાખતા હોય છે. આ રીતે સાધુના જીવનમાં પર્યાવરણ સંતુલિતતા જળવાઈ રહે તેવી દિનચર્યા પાળવાની હોય છે.
સાધુ તો સંસાર છોડીને સંયમ સ્વીકારે છે અને પર્યાવરણની રક્ષામાં સહકાર આપે છે, પરંતુ શ્રાવકને તો સંસારમાં રહીને, જીવનનિર્વાહ ચલાવતા ચલાવતા પર્યાવરણની ઓછામાં ઓછી હાનિ થાય તેવું જીવન ભગવાને બતાવ્યું છે પાંચ અણુવ્રત અને એકવાર તથા વારંવાર ભોગવાય તેવી ઉપભોગ-પરિભોગની વસ્તુઓની મર્યાદા શ્રાવકે સાતમા વ્રતના પાલન દ્વારા કરવાની હોય છે. આ ઉપરાંત ભોજનના પાંચ અતિચાર જેમાં તુચ્છ ભોજન, સચેત ભોજન, દુષ્પક્વ ચીજવસ્તુ, સચેત-અચેત મિશ્ર વસ્તુ વગેરેથી વિરમવાનું છે. ખોરાકને મન, શરીર અને આત્મા સાથે સીધો સંબંધ હોવાથી ખોરાક કેવો લેવો, જેમાં હિંસાને સ્થાન ન હોય, તેનો ખાસ ખ્યાલ રખાયો છે. વનફળ, કંદમૂળ, બાવીસ અભક્ષ્ય, ચાર મહાવિનય, સાત વ્યસન વગેરેથી દૂર રહીને જીવનનિર્વાહ કરવાનો છે. આમાં એક યા બીજી રીતે પર્યાવરણ સંકળાયેલું જ છે. (જ્ઞાનધારા-
પ S લ ૧૧૨ % જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૫]