________________
‘અન્ધયારે તમો ધોરે, વિન્તિ પાળિળો દૂ !
को करिस्सइ उज्जयं, सव्वलोगंमि पाणिणं ॥ ३
44
વિશ્વનાં પ્રાણીઓ ઘોર અંધકારથી ઘેરાયેલાં છે. તેમને માટે કોણ પ્રકાશ ફેલાવશે ?
ગૌતમ સ્વામી તેના ઉત્તરમાં કહ્યું -
"उग्गओ विमलो भाणू, सव्वलोगप्पभंकरो । सो करिस्सइ उज्जोयं, सव्वलोंमि पाणिणं ॥ ४
સંપૂર્ણ વિશ્વમાં પ્રકાશ પાથરનારા નિર્મળ સૂર્યનો ઉદય થઈ ગયો છે. તે સર્વ પ્રાણીઓ માટે લોકમાં પ્રકાશ ફેલાવશે.
ભગવાન મહાવીરે ૩૦ વર્ષ સુધી અનેક ક્ષેત્રોમાં વિહાર કરીને સમાજમાં ફેલાયેલા અંધકારને દૂર કર્યો હતો.
‘ગાડુંએમુ સહિયં પયાસ" સૂર્યથી પણ અધિક પ્રકાશ કરનારા દરેક તીર્થંકરોએ તેમના સમયમાં અંધકારને દૂર કર્યો છે અને ધર્મની સાથે જીવનમૂલ્યોની પુનઃ સ્થાપના કરી છે. દરેક તીર્થંકરે જીવનના વ્યાવહારિક અને આધ્યાત્મિક, એમ બંને પાસાંને ધ્યાનમાં રાખીને ઉપદેશ આપ્યો છે. જૈન જીવનશૈલી વ્યક્તિગત અને સામાજિક ધોરણે નીતિમય મૂલ્યોને મહત્ત્વ આપે છે. આજના યુગમાં તેની યથાર્થતા ઉપર વિચારણા કરતા પહેલાં પ્રથમ તીર્થંકર ઋષભદેવ અને ચરમ તીર્થંકર મહાવીર સ્વામીએ વ્યાવહારિક ક્ષેત્રમાં કરેલી ક્રાંતિ ઉપર દૃષ્ટિપાત કરીએ.
ભગવાન ઋષભદેવના સમયમાં સાધારણ જનજીવન પ્રાકૃતિક હતું. તેમણે પ્રકૃતિમાંથી સંસ્કૃતિનું નિર્માણ કર્યું. તેમણે અસી, મસી અને કૃષિનાં સાધનો દ્વારા તેમ જ તેમની બંને પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરી દ્વારા ભાષા, સાહિત્ય, લલિત કળાઓ અને હુન્નર કળાઓનો વિકાસ કર્યો. ભરત અને બાહુબલી વચ્ચે યુદ્ધ અનિવાર્ય બન્યું, ત્યારે માનવસંહાર અટકાવવા તેમણે સૈન્ય પાછાં ખેંચી લીધાં અને આપસમાં દ્વન્દ્વયુદ્ધથી જય-પરાજયનો નિર્ણય કર્યો. ભરત ચક્રવર્તી રાજા હોવા છતાં તેમણે આત્મ-સાધનાના સર્વોચ્ચ શિખર એવા કેવળજ્ઞાનને પ્રાપ્ત કર્યું હતું. સ્વયં ઋષભદેવે પણ પોતાના જીવનનો મોટો ભાગ રાજવ્યવસ્થા અને સમાજવ્યવસ્થામાં વિતાવ્યો હતો.
જ્ઞાનધારા -૫
૧૬ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫