________________
ભગવાન મહાવીરે પર્યાવરણનો આધાર જ આપ્યો છે એવું નથી, તેને ક્રિયાશીલ બનાવવાનો માર્ગ પણ બતાવ્યો છે -
“જે જીવોની હિંસા વિના તમારી જીવનયાત્રા ચાલી શકે છે તેની હિંસા ન કરો.”
આજે જૈન ધર્મના અહિંસાવાદી દૃષ્ટિકોણનો પ્રચાર-પ્રસાર થાય ને એ રીતે જીવન-શૈલી ઘડાય તો પર્યાવરણ-સંતુલન ચોક્કસ રીતે જળવાઈ શકે. જૈન ધર્મમાં આત્મશુદ્ધિની સાથે પર્યાવરણશુદ્ધિ પણ ખૂબ જ મહત્ત્વની છે. જૈન ધર્મ જે રીતે જીવન જીવવાનું કહે છે, તે રીતે જીવન જિવાય, તો પ્રકૃતિની સાથે તાલમેલ જળવાઈ રહે અને વાતાવરણ પણ પ્રદૂષત થતું અટકે. ૧. અહિંસા સંયમ અને તપરૂપ ધર્મ તરફ લોકોનો ઝોક વધે તે ઇચ્છનીય છે:
અહિંસા, સંયમ અને તપ એ જૈન ધર્મનું હાર્દ છે. આ ત્રણેયના સંગમ વિના જૈન ધર્મ હોઈ શકે જ નહિ. અહિંસા એ આ યુગમાં ખૂબ જ જરૂરી છે. જ્યાં જુઓ ત્યાં કતલખાનાં દ્વારા દૂધાળાં ઢોરની હત્યા થઈ રહી છે. આ ઢોરોને બચાવી લેવાય તો તેઓ પર્યાવરણ-સંતુલનમાં ખૂબ કામ આવે. ઢોરના મળ-મૂત્ર, કુદરતી ખાતર, ઔષધ આરોગ્યમાં ખૂબ જ કામ આવે છે. દૂધ તથા દૂધની બનાવટો માનવીને ભોજનમાં તથા સ્વસ્થ રહેવામાં કામ આવે છે. જે દેશમાં દૂધ-ઘીની નદીઓ વહેતી હતી, તે દેશમાં આજે નાનાં બાળકોને પીવા માટે દૂધ નથી મળતું ને બેફામ હિંસાચારને કારણે આ હિંસાચારને રોકવાની જરૂર છે. કેટલાંય જંગલી પ્રાણીઓને તેનાં અલભ્ય અંગોની પ્રાપ્તિ માટે શિકાર દ્વારા મારી નંખાય છે. તો કેટલાં ય માંસાહાર માટે મારી નંખાય છે.
આ હિંસાચારથી જીવસૃષ્ટિનું સંતુલન ખોરવાઈ જાય છે, જેની ખૂબ જ ખરાબ અસર માનવજીવન પર થઈ રહી છે. આ હિંસાચારને જૈન ધર્મના પ્રચાર દ્વારા રોકી શકાશે. અહિંસામય જીવન જીવવાનું જો માણસોને શિખવાડાય, તો પર્યાવરણ માટે તે એક મહત્ત્વનું પગલું ગણાશે.
અહિંસાની જેમ સંયમ પણ પર્યાવરણ-સંતુલનનો પ્રાણ છે. દરેક બાબતમાં સંયમ જરૂરી છે. આજે લોકોની ઇચ્છાઓમાં અમર્યાદ વધારો થયો છે. ભોગોપભોગનાં સાધનોમાં પણ બેહદ વધારો થયો છે, જેના કારણે પર્યાવરણનું સંતુલન ખોરવાયું છે. ભોગોમાં અસંયમ અને ઈચ્છાઓમાં અસંયમને કારણે માનવીની જરૂરિયાતો દિવસે ને દિવસે વધતી જાય છે. રોટી-કપડાં-મકાન જેવી પ્રાથમિક જરૂરિયાતો પૂરી થાય તેનાથી સંતોષ (જ્ઞાનધારા - SSSલ ૧૧૪ SSS જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૨)