Book Title: Vismi Sadini Viral Vibhuti Part 01
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
खायार्थीव श्रीमह् विश्यप्रेमसूरीश्वर महाराष्ट्र (७६)
લગભગ ૩૦૦ થી અધિક વિરાટ શ્રમણ સમુદાયનું સર્જન કરી કદી ન ભૂલાય એવી બેજોડ શાસનસેવા કરી છે. તેમના શિષ્ય-પ્રશિષ્યાદિ લગભગ ૮૦૦ મુનિઓનો પરિવાર હયાત છે.
સેંકડો શિષ્યોના આસામી હોવા છતાં ભોજનમાં, વસ્ત્ર-પાત્રમાં એટલીજ સાદગી, કોઈ માન-મોભો કે સન્માનની અપેક્ષાજ નહિ.
સંપૂર્ણ અંતર્મુખી બની આત્મસાધના કરતા આ અધ્યાત્મયોગીએ ભારતભરના સંઘોમાં ૮૨ વર્ષની ઉંમર સુધી પગપાળા વિહાર કરી જબરદસ્તશાસન પ્રભાવનાનાં કાર્યો કર્યાં.
૬૭ વર્ષના સંયમપર્યાયમાં પૂજ્યશ્રીને છાપાં-ચોંપાનિયાં વાંચતા કદાપિ કોઈએ જોયા નથી. બાહ્યભાવથી કેવી અલિપ્તતા!
૧૭ વર્ષે દીક્ષા. ૬૭ વર્ષનો વિશુદ્ધ સંયમપર્યાય, ૮૪ વર્ષનું આયુષ્ય, સેંકડો શિષ્યોનાં સર્જન, તપોમય જીવન, સાધના, ત્યાગપ્રધાન મનોવૃત્તિ, આગમ-કર્મસાહિત્યનો અઠંગ અભ્યાસ. આવા અગણિત ગુણભંડાર પૂજ્યપાદ શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજના ગુણસિંધુમાંથી એકાદ ગુણબિંદુની પ્રાપ્તિ થાય તો'ય આપણું જીવન સફળ થયું ગણારો.
रहरा घेता
खायार्थध्व श्रीमह् सिद्धिसूरीश्वर महाराष्ट्र (પૂ. બાપજી મહારાજ)