Book Title: Vismi Sadini Viral Vibhuti Part 01
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
વાપરેલા જૂના કપડાને હાથે સાંધીને બનાવેલી એક મચ્છરદાની રાખી હતી પરંતુ મશીનની વિરાધનાથી સીલાઈ મારીને તૈયાર થયેલા મચ્છરદાનીનો જીવનમાં કોઈ દિવસ ઉપયોગ કર્યો નથી.
• કોઈપણ વસ્ત્ર જૂના થાય ત્યારે એક પછી એક જુદા જુદા કાર્યમાં તેનો ઉપયોગ કરી પૂરેપૂરો કસ નીકળી જાય ત્યાં સુધી તે વસ્ત્ર વાપરતાં હતા.
• જીવનના છેલ્લા વર્ષોમાં પણ દીર્ઘ પર્યાયવાળા આચાર્ય હોવા છતાં ૨૦-૨૫ દિવસે પણ કાપ કાઢવા વસ્ત્રો આપવામાં ખૂબ આનાકાની કરતાં હતા.
• શિયાળાના દિવસોમાં પણ ઠંડીથી રક્ષણ માટે ગૃહસ્થોના ધાબળા વગેરે વાપરવાને બદલે કામળીનો જ ઉપયોગ કરતાં હતા.
• સવારથી સાંજ સુધી સદા પ્રવૃત્તિમાં રહી અપ્રમત્ત જીવન જીવતાં હતા. અરે ! જૈફ વયે પણ કોઈ દિવસ બપોરે સુતાં નથી.
• વચનસિદ્ધતા એવી કે પ્રયાણ-પ્રવેશાદિના એવા સમયનું મુહૂર્ત આપતાં કે સામાન્યથી તે સમયે સંખ્યા થવાનો સંભવ ન હોય, પરંતુ તેઓશ્રીના મુહૂર્તપ્રદાનથી એવા સમયે પણ ભરપૂર માનવમેદની વચ્ચે પ્રસંગ દીપી ઊઠે.
• પ. પૂ. પં. રત્નસુંદરવિજય ગણિવર્યની નિશ્રામાં મહુવાથી શત્રુંજયના છ’રી પાલિત સંઘ માટે સવારે ૧૦.૦૦ વાગે પ્રયાણનું મુહૂર્ત આપતાં સૌ વિચારમાં પડી ગયા. શાસનપ્રભાવક સંઘ પ્રયાણ તો થયું સાથે સાથે બીજા દિવસે તે વિસ્તારમાં વાવાઝોડાનો ભયંકર ઉપદ્રવ થયો હોવા છતાં શ્રીસંઘને કોઈ ઊણીઆંચ આવવા પામી નહીં અને ખૂબ શાસનપ્રભાવના સાથે અનુમોદનીય એવા આ સંઘની પૂર્ણાહુતિ થઈ હતી.
• જ્યાં જાય ત્યાં સંઘોમાં અંદર-અંદર જે કાંઈ વિખવાદો હોય તેનું સમાધાન પોતાની કુશાગ્ર બુદ્ધિથી કરાવી સંઘમાં શાંતિનું સ્થાપન કરતાં હતા. તે રીતે જુનાગઢ, વેરાવળ, વાંકાનેર, સાણંદ, ઘેટી, ગારીયાધાર, માણેકપુર આદિ અનેક સંઘના વિખવાદના વાતાવરણોને શમાવી દીધા હતા.
• બહુમૂલ્યવાન ઉપકરણો વાપરવાને બદલે સદા સાદા ઉપકરણો વાપરવાનો આગ્રહ રાખતાં. ચશ્મા, બોલપેન વગેરે પણ સાદા જ વાપરતાં હતા.
તપથી જિનપૂજામાં વૃદ્ધિ થાય.
આવી અનેક વાતો જેમના નિત્ય જીવનમાં વણાઇ ગયેલી હતી તેવા આચાર્ય ભગવંતના ચરણોમાં કોટી કોટી વંદના.
3
તપથી નિર્મલ પ્રભુભક્તિ થાય.
તપથી આત્મગુણોનું પ્રકાશન થાય.
તપથી માનકષાયનું મંથન થાય.
તપથી શત્રુ સાથે મિત્રતા થાય. તપથી ચંચલ ચિત્ત નિશ્ચલ થાય. તપથી ઇન્દ્રિયોની સંલીનતા થાય. તપની ધ્યાનસાધનામાં સ્થિરતા થાય. તપથી પાપોનું પત્તન થાય.
તપથી તાપનું શમન થાય.
તપથી માનસહંસનું ક્રીડન થાય. તપથી મોહનું હરણ થાય.
તપથી ચિંતાનું ચ્યવન થાય. તપથી સર્વસખોનું સ્વાગત થાય.
તપથી દુર્ગતિનું નિર્ગમન થાય.
૧૨૫