Book Title: Vismi Sadini Viral Vibhuti Part 01
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
ધર્મશાળા તથા ભાતાવર (૧) યાત્રિકોને સુવિધા માટે ધર્મશાળામાં એક નાનો હોલ તથા છ રૂમની વ્યવસ્થા રાખવામાં આવેલ છે જેમાં કેટલાક કર્મચારીઓ રહે છે. અહીં
સામાન્યથી અન્ય કોઈને રાત્રી મુકામ કરવાની મનાઈ છે પરંતુ વિશિષ્ટ આરાધના માટે કોઈ આરાધકને રોકાવાની ભાવના હોય તો પૂર્વ
સૂચનાનુસાર તેમને રોકવાની સંમતિ આપવામાં આવે છે. (૨) સહસાવનમાં યાત્રિકોને સ્નાનાદિની પૂરતી સગવડ ઉપલબ્ધ છે. અહીં આવનાર યાત્રિક ભાઇ-બહેનોને ભાતુ આપવાની કાયમી વ્યવસ્થા
કરી છે. પૂર્વ સૂચનાનુસાર જમવાની તથા આયંબિલની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. (૩) સહસાવનમાં યાત્રિકોની પાણીની સુવિધા માટે ચાર મોટા કુંડ બનાવવામાં આવેલ છે જેમાં ચોમાસામાં વરસાદનું પાણી ભરી લેવામાં આવે છે અને તેનો બારેમાસ ઉપયોગ થાય છે. આખા ગિરનાર ઉપર સહસાવન જેવું મીઠું પાણી પ્રાયઃ ક્યાંય મળતું નથી.
| સ્વ. પૂ. આ. શ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજની અગ્નિસંસ્કાર ભૂમિ સહસાવન તીર્થોદ્ધારક, તપસ્વીસમ્રાટ પ. પૂ. આ. શ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબે સેંકડો વર્ષના ઇતિહાસમાં સૌ પ્રથમ વાર ગિરનારની તળેટીમાં સામુહિક આરાધનાથે ચાતુર્માસ કરેલ જે પૂજ્યપાદશ્રીનું અંતિમ ચાતુર્માસ બની ગયું અને ચાતુર્માસ બાદ થોડા સમયમાં જ પૂજ્યપાદશ્રી જૂનાગઢ ગામના હેમાભાઇના વંડાના ઉપાશ્રયમાં સંવત ૨૦૫૯ માગસર સુદ – ૧૪ના કાળધર્મ પામ્યા હતા. સ્વ. પૂજ્યપાદશીની પાલખી માગસર વદ-૧ના સવારે ૧૦-00 કલાકે જૂનાગઢના મુખ્ય રસ્તાઓ ઉપરથી જય જય નંદા જય જય ભદ્દાના નાદ સાથે નીકળી હતી. સાડા પાંચ કિલોમીટર દૂર ગિરનાર ભવનાથ તળેટી ઉપર પહોંચી ત્યાંથી લગભગ ૨-૩૦ કલાકે પાલખી સહસાવન પહોંચી હતી. લગભગ ૩.૩૦ કલાકે સ્વ. પૂજ્યપાદશ્રીના પાર્થિવ દેહનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો જ્યાં હાલ એક સૂપ બનાવી ચરણપાદુકા તથા તેઓશ્રીની ચાર પ્રતિકૃતિ પધરાવવામાં આવી છે.
આ મહામહિમાવંતી કલ્યાણકભૂમિના દર્શન, પૂજન, સ્પર્શનાદિ પરમાત્માભક્તિના યોગો આત્માને કર્મમલથી રહિત બનાવવાનું અમોઘ સાધન છે.
સહસાવૃન કલ્યાણકભૂHિ dદ્ધાર મદ્વિતિ હેમાભાઈનો વંડો, ઉપરકોટ રોડ, જગમાલ ચોક, જુનાગઢ-૩૬૨૦૦૧.
ફોનઃ (૦૨૮૫) ૨૬૨૨૯૨૪.
www.ainelibrary.org