Book Title: Vismi Sadini Viral Vibhuti Part 01
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh

View full book text
Previous | Next

Page 171
________________ સહસાવનતીર્થના ઉદ્ધારનું ઉદ્ગમસ્થાન સ્વ. પૂજ્યપાદશ્રી દ્વારા સહસાવનમાં સં. ૨૦૪૦ ચૈત્ર વદ-પના ચૌમુખજી પરમાત્માના અંજનશલાકા-પ્રતિષ્ઠા અવસરે સ્વહસ્તે લખાયેલ નોંધમાંથી ઉદ્ધત માહિતી શ્રી ગિરનારજી તીર્થમાં સહસ્સામ્રવનમાં સમવસરણ મંદિરની ભાવના ક્યારે અને કેવી રીતે જાગૃત થઈ તે સંબંધમાં અનેક જિજ્ઞાસુઓને જિજ્ઞાસા પ્રગટ થતાં મને પૂછવામાં આવતાં તેનો ખુલાસો નીચે મુજબ લખાણથી જણાવું છું. સં. ૨૦૦૪માં પરમપવિત્ર શ્રી તીર્થાધિરાજ શત્રુંજયગિરિની શીતળ છાયામાં શ્રી અરિહંતપદની વીસ વીસ ઉપવાસની આરાધનાની છેલ્લી વીસી કરેલી ત્યારે અને સં. ૨૦૦૫માં શ્રી માણેકપુર ગામમાં શ્રી તીર્થકર વર્ધમાનની ઉતરતા ક્રમે અઢાર ઉપવાસની આરાધના કરેલી ત્યારે સિદ્ધગિરિના ધ્યાનપૂર્વક પૂજ્યપાદ સ્વર્ગસ્થ આચાર્યદેવ શ્રીમદ્વિજય દાનસૂરીશ્વરજી મહારાજ સાહેબનું સ્મરણ કરીને કેટલાક આંતરિક વિષયમાં પ્રશ્નો પૂછેલા. શરૂઆતમાં તેના કંઈક અસ્પષ્ટ અને પાછળથી કેટલાક સ્પષ્ટ સંકેતો મળેલા ત્યારે તેની સાચા ખોટાની પ્રતીતિ માટે પૂછતાં જણાયેલું કે, ‘જો તારા હાથે એક તીર્થનો ઉદ્ધાર થાય અને પ્રતિમાજી પ્રગટ થાય તો સાચું માનવું.' પણ કયા તીર્થનો અથવા ક્યા પ્રતિમાજી પ્રગટ થશે તેનો સ્પષ્ટ ખુલાસો મળ્યો નહોતો. અસ્પષ્ટ ખુલાસાથી સં. ૨૦૦૫માં મારું ચાતુર્માસ ધંધુકા મુકામે થયેલું ત્યારે ત્યાં નજીકના એક ખમીદાણા ગામમાં જુના દેરાસરનો ટેકરો હોવાના સમાચાર મળતાં શ્રી ધંધુકા સંઘ દ્વારા ત્યાં તપાસ કરાવાયેલી પરંતુ તેમાં સફળતા ન મળી. ત્યારબાદ પણ વારંવાર થતાં અસ્પષ્ટ સંકેતો અનુસાર કોઈ કોઈ જગ્યાએ પ્રયાસો ચાલુ રાખેલા પરંતુ છેવટે સં. ૨૦૧૦માં ગિરનારજીની નવ્વાણું યાત્રા કરેલી ત્યારે એક અમૂલ્ય વસ્તુની પ્રાપ્તિ થયેલી છતાં ત્યાંના ઉદ્ધારના કોઈ મનોરથ નહિ થયેલા. જ્યારે સં. ૨૦૧૭માં જૂનાગઢમાં ચોમાસુ થયેલું ત્યારે શ્રી સહસાવનની યાત્રા દરમ્યાન ત્યાંની જીર્ણશીર્ણ દેરીઓ તથા પગલાંની સ્થિતિ જોતાં અને દિગંબરો સાથેના ઝઘડાઓના કારણે તે સમયે ત્યાં કાંઈ સુધારો-વધારો કરાવવાનું અશક્ય જણાતાં જો સરકારમાંથી પગલાંની નજીકની જગ્યા મળી શકે તો ત્યાં યાત્રિકોને કલ્યાણકભૂમિની આરાધના માટે કંઈક પુષ્ટ આલંબન મળી શકે તેવું કાંઈક થાય તો સારું તેવી મને ભાવના પ્રગટ થયેલી હતી. પરંતુ તે અવસરે આ કાર્ય અશક્ય પ્રાયઃ જણાતું હોવાથી તાત્કાલિક તો આ ગિરનાર તીર્થભૂમિમાં બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ ભગવાનના દીક્ષા-કેવળજ્ઞાન અને મોક્ષ કલ્યાણક થયા છે તો તે ત્રણ કલ્યાણક દિનની આરાધના જો આ પવિત્ર તીર્થભૂમિમાં થાય તો ભવિષ્યમાં કંઈક સરળ માર્ગ નીકળી શકે તે દૃષ્ટિથી તે વખતના જૂનાગઢ સંઘના પ્રમુખશ્રી ગુલાબચંદ પોપટલાલ તથા મંત્રીશ્રી ડૉ. મહાસુખભાઈ મહેતા આગળ વાત મૂકતાં તેઓનો અનુકૂળ પ્રતિભાવ મળવાથી આ કલ્યાણકભૂમિમાં આરાધકો ત્રણ કલ્યાણકની આરાધના કરી શકે તેવી યોજના ઘડવાનો પ્રારંભ થતાં તે કલ્યાણકની કાયમી આરાધના માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી જેના યોગે તે કલ્યાણક તિથિની આરાધના ચાલુ થઈ અને આજે પણ ચાલે છે. ત્યારબાદ શેઠ દેવચંદ લક્ષ્મીચંદની ગિરનારતીર્થની પેઢીના વહીવટદાર શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના ટ્રસ્ટીમંડળની દરવર્ષે જૂનાગઢમાં મિટિંગ થાય તેમ તે વખતે પણ જ્યારે મિટિંગ થઈ ત્યારે શેઠ કસ્તૂરભાઈ લાલભાઈ વગેરે ત્યાં આવેલા અને તેમાં જૂનાગઢ સંઘના મંત્રી ડૉ. મહાસુખભાઈ વગેરે પણ હાજર હતા તેથી તેમણે શ્રી સહસાવનની ભૂમિમાં એક મંદિર જેવું કંઈક આલંબન ઊભું થાય તો યાત્રિકો તે ૧૪૩ Jain Education Internatio

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202