Book Title: Vismi Sadini Viral Vibhuti Part 01
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh

View full book text
Previous | Next

Page 174
________________ દ્વારા લેવામાં આવ્યો હતો, ગામમાંથી લાવેલ અન્ય ચાર પ્રતિમાજીઓની ચલપ્રતિષ્ટા વાંકાનેરવાળા કાંતીભાઈ, અનોપચંદભાઇ, ઘેટીવાળા હિરભાઈ તથા ધંધુકાવાળા પોપટભાઈએ ઉછામણીની બોલી બોલવાપૂર્વક ચલપ્રતિષ્ઠાનો લાભ લીધો હતો. તે સિવાય સં. ૨૦૩૮ ના મહા સુદ ૧૦ના મુખ્ય મંદિરમાં નૂતન દેરીઓ તથા ગોખલાઓમાં પ્રભુજીની પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારે તે વખતના જૂનાગઢ સંઘના પ્રમુખ દોશી મહાસુખભાઈ તથા મંત્રી શશીકાંત તેમજ બીજા પણ યુવકો ચંદ્રકાન્ત, દીનેશ, સનત, કમલેશ વગેરેના સાથ સહકારથી મંદગતિથી ચાલતાં સહસાવનના કાર્યમાં વેગ આવ્યો અને તેમાં અમદાવાદ- ગીરધરનગરના ક્રિયાકારક હીરાભાઈ મણીલાલે સારો સહકાર આપ્યો જેના યોગે કાર્યની ઝડપ વધી ગઈ, સમિતિના સૌ સભ્યોએ પણ સારો ભોગ આપવા માંડ્યો. સં. ૨૦૪૦ના ચૈત્ર વદ પાંચમના શુભ મુહૂર્તે કોઈપણ ભોગે પ્રતિષ્ઠા કરાવી લેવાનો નિર્ણય થયો અને તદનુસાર પ્રવૃત્તિ કરીને પ્રતિષ્ઠા થઈ શકે તેટલી તૈયારી થઈ ગઈ. સમવસરણમંદિરમાં ચૌમુખજી માટે મૂળનાયક સિવાયના બાકી ત્રણ પ્રભુજી એક સરખા પ્રાચીન મળી શકે તેવી સંભાવના ઓછી હતી. તેથી સ્વર્ગસ્થ પૂજ્યપાદશ્રી આ. પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબના સંસારી વતન તરીકે પવિત્ર બનેલ રાજસ્થાનના પિંડવાડા નગરના શ્રેષ્ઠિ લાલચંદજી અને સમિતિના અન્ય ટ્રસ્ટીઓની દેખરેખ હેઠળ ચૌમુખજીના શેષ ત્રણ પ્રભુજી તૈયાર કરાવવામાં આવ્યા જેની અંજનશલાકાદિનો પ્રસંગ જૂનાગઢ સંઘના સાથ-સહકારથી જૂનાગઢના આંગણે જ કરવાનો નિર્ણય થયો. પ્રભુજીના આદેશો આપવા માટે મુંબઈની પસંદગી કરવામાં આવી અને ગણિવર્ય શ્રી હેમચન્દ્રવિજયજીની નિશ્રામાં સુરતવાળા લાલભાઈ (મુંબઈ નિવાસી)ને મૂળનાયકનો આદેશ આપવામાં આવ્યો અને મુનિશ્રી વિનયચંદ્રવિજયજીના સંસારીબંધુ તથા સમિતિના મંત્રી સેવંતીલાલ માનચંદે સ્વ. માતાપિતાના શ્રેયાર્થે, ગણિવર્ય શ્રી હેમચન્દ્રવિજયજીના સંસારી પરિવાર, કોલ્હાપુરવાલા મોહનરાજ હિંદુમલજી (મુંબઈ) તથા કુંભણવાળા રમણીકલાલ વગેરેએ બાકીના ત્રણ આદેશો લીધા. તેમજ સમિતિના ટ્રસ્ટી લાલચંદજી છગનલાલ (મુંબઈ) શ્રીપાળનગરવાળાએ ધજાદંડનો આદેશ લીધો, સમિતિના ટ્રસ્ટી ઘેટીવાળા હરિભાઈએ પણ જેના ઉપર સમગ્ર અંજનશલાકાવિધિ કરવામાં આવેલ તે પ્રતિમાજીનો લાભ લીધો. આ ઉપરાંત જૂનાગઢના સુશ્રાવક જગદીશે પણ પહાડ ઉપર રહીને મહામંગલકારી સળંગ પાંચસો આયંબિલની કરેલ આરાધના અનુમોદનીય છે, ફલોદીવાળા લાલચંદ કોચર પરિવારે કળશનો લાભ લીધો, આ રીતે ભગવાનના માતાપિતા, ઈન્દ્ર-ઇન્દ્રાણીઓના લાભ લેવાયા. તે સિવાયના કેટલાક આદેશોનો લાભ ધંધુકાવાળા પોપટભાઈ, ચીમનભાઈ બેલાણી, રતનચંદભાઈ ઘંટીવાળા, ધીરુભાઈ ઘેટીવાળા, હાલારી ભાઈઓ, અમૃતલાલ, જેઠાભાઈ વગેરે અનેક ભાગ્યશાળીઓએ ઉત્સાહપૂર્વક લેતાં આ અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ યશસ્વી બની ગયો. આ મહોત્સવના દસેય દિવસ જુદા-જુદા ભાગ્યશાળીઓ તરફથી સવાર-બપોર-સાંજ ત્રણેય વખતના સાધર્મિકવાત્સલ્ય-નવકારશીઓ વગેરેનો લાભ વાંકાનેર સંઘ, સાંચોર સંઘ તથા પ્રતિષ્ઠાનો લાભ લેનારા ભાગ્યશાળીઓ દ્વારા ઉદારતા પૂર્વક લેવામાં આવ્યો હતો. તેમાં પણ સ્થાનિક જૂનાગઢ સંઘના શેઠશ્રી ત્રિભોવનદાસ દલાલના સુપુત્રી બાલબ્રહ્મચારી સુશ્રાવિકા ચંદનબેને પોતાની જાતમહેનતથી નીતિપૂર્વક સંપાદન કરેલ સંપત્તિનો સદ્વ્યય આ મહોત્સવમાં સાધર્મિકભક્તિનો લાભ લઈને કર્યો હતો જે ખરેખર સમગ્ર મહોત્સવને દીપાવનારો ગણી શકાય. આ સિવાય જૂનાગઢ સ્થાનિક સમિતિના સભ્યો, ટ્રસ્ટી ગુલાબભાઈ, મહાસુખભાઈ દોશી, ડૉ. મહાસુખભાઈ, ડૉ. કોરડીયા, ૧૪૬ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202