Book Title: Vismi Sadini Viral Vibhuti Part 01
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
મરુદેવા માતા તથા પોતાના ૯૯ ભાઈ મહારાજોની પ્રતિમા તથા સ્તૂપોની સાથે વૈભવી છત્ર, પરિકરયુક્ત અનેક વૈભવથી આ પ્રાસાદને વિભૂષિત કરાયેલ હતો. આ અલૌકિક પ્રાસાદની રક્ષા કાજે અષ્ટાપદ પહાડ ચારેય તરફથી એક યોજનના આઠ પગલા જેવો બનાવવામાં આવ્યો હતો. આ તીર્થની રક્ષા કાજે સગર ચક્રવતીના ૬૦,000 પુત્રો દ્વારા ચારેય તરફ એક-એક યોજન ઊંડી ખાઈ કરી તેમાં પાણી ભરવામાં આવેલું હતું જે પાણી નાગકુમાર દેવના આવાસોમાં પ્રવેશવાથી તેઓ કોપાયમાન થતાં ૬૦,૦૦૦ પુત્રોને એકસાથે ભસ્મીભૂત કરવામાં આવ્યા હતા, આ પ્રાસાદમાં પરમાત્મભક્તિ દ્વારા રાવણે તીર્થંકરનામકર્મ ઉપાર્જન કર્યું હતું, પાત્રમાં અંગુઠો મૂકી એક જ પાત્રી દ્વારા ૧૫૦૩ તાપસમુનિને ખીરના પારણા પરમાત્મા મહાવીરના શિષ્ય અનંત લબ્લિનિધાન ગૌતમસ્વામીએ કરાવ્યા હતા અને પોતાના મોક્ષગમનની શંકાનું સમાધાન પ્રાપ્ત કરવા તેઓશ્રીએ સ્વલબ્ધિથી સૂર્યકિરણોનો સહારો લઈ આ તીર્થની યાત્રા કરી હતી. | વર્તમાનકાળમાં લુપ્ત આવા મહામહિમાવંત શ્રી અષ્ટાપદ મહાતીર્થના સાક્ષાત્ દર્શન-પૂજન કરવા માટે આપણે સૌ અસમર્થ હોવાથી પ.પૂ.આ. હિમાંશુ સૂ. મ.સા.ની પાવનીય પ્રેરણાથી આ અષ્ટાપદ મહાતીર્થની સ્મૃતિ અર્થે શ્રી અષ્ટાપદ સ્થાપત્યતીર્થનું અહીં નિર્માણ કરવામાં આવેલ છે.
આ તીર્થમાં અનેકવિધ વિશેષતાઓનું દર્શન થાય છે. જેમ કે(૧) હિમાલયની ઝાંખી કરાવતો લગભગ ૩૦ ફુટ ઊંચો શ્વેતવણય અષ્ટાપદ પહાડ જેના ઉપર સુવર્ણ મંદિરનું નિર્માણ થયેલ છે.
(૨) પરમાત્માના નિર્વાણસ્તુપ ઉપર લગભગ ચાર ફૂટના પંચધાતુના પગલાં પધરાવવામાં આવેલ છે, તેની વચ્ચે વિશ્વ માત્રમાં પ્રાયઃ પ્રથમવાર પારાની (દશ) પ્રતિમાજી જાહેરમાં પધરાવવામાં આવી છે, જે પ્રતિમા ૧૧ઇંચના અષ્ટાપદજીમાં મૂળનાયક તરીકે પ્રતિષ્ઠિત કરવામાં આવેલ છે...
(૩)ચોવીસ તીર્થંકર પરમાત્માની સ્વવર્ણની રંગીન પાષાણમાં તૈયાર થયેલ ઉસ્થિત-અર્ધપદ્માસનમુદ્રાની નયનરમ્ય પ્રતિમાજીઓ પધરાવવામાં આવેલ છે.
(૪) મરુદેવા માતાને હાથીની અંબાડી ઉપર કેવળજ્ઞાનની પ્રતિમાજી, ૯૯ ભાઈ મહારાજની પ્રતિમાજી, બહેન સાધ્વીજી બ્રાહ્મી-સુંદરીની પ્રતિમા, તથા ભરત મહારાજાની પ્રતિમાજી પધરાવવામાં આવેલ છે. (૫) અષ્ટાપદ તીર્થમાહાભ્યના પ્રસંગોને હાલતી ચાલતી રચનાઓ દ્વારા પ્રદર્શિત કરવામાં આવશે. આ ઉપરાંત સુવર્ણ, રજત, રત્નમય રંગમંડપો તૈયાર કરવામાં આવેલ છે, અનેક કલાયુક્ત રચનાઓ પ્રદર્શિત કરવાની ભાવિ યોજનાઓ છે.
ધર્મરસિક તીર્થવાટિકાના આ સંકુલમાં કાર્યાલય, પાણીની પરબ, અતિથિખંડ વગેરે તૈયાર થયેલ છે અને ભાવિમાં યાત્રિકો માટે વિશાળ ધર્મશાળા, ભોજનાલયનું પણ નિર્માણ વગેરે અનેક કાર્યોની શરૂઆત થયેલ છે.
: સ્થળ :
ધર્મરસિક તીર્થવાટિકા એકતા ટાવર પાસે, આ. નરરત્નસૂરિ માર્ગ,
વાસણા-બેરેજ, વાસણા, અમદાવાદ-૩૮૦૦૦૭. ફોન : (૦૭૯) ૨૬૬૦૮૮૩૭ (સવારે ૯ થી ૧૨ સાંજે ૪ થી ૮)
૬૫૪