Book Title: Vismi Sadini Viral Vibhuti Part 01
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh

View full book text
Previous | Next

Page 194
________________ ૩000 ઉપવાસ કરનારા તીર્થપ્રણેતા પ. પૂ. આ. હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબે પોતાના અખંડ ચાલતાં ૪૩00 ઉપરાંત આયંબિલ દરમ્યાન વચ્ચે માત્ર મગનું પાણી અને ભાત વાપરીને ૨૦ દિવસમાં ૧ લાખ નમસ્કાર મહામંત્રનો જાપ આ સુવર્ણગુફામાં કરેલ હોવાથી આ ગુફામાં કોઈ આધ્યાત્મિક ચુંબકત્વનો અનુભવ લગભગ બધાને થાય છે અને બે મિનિટમાં દર્શન કરીને બહાર નીકળવાની ભાવના સાથે પ્રવેશેલો ભાવિકવર્ગ આ પ્રભુના દર્શનમાં એવો લીન થઈ જાય છે કે તેઓ માટે સમય પણ થંભી જતો હોય તેવો અહેસાસ થાય છે, અને એક કલાક પછી પણ બહાર નીકળવામાં કચવાટનો અનુભવ થતો હોય છે. આ તીર્થધામમાં સેંકડો જૈન-અજૈનો દર્શનાર્થે આવતાં હોવાથી અજૈન વર્ગને પણ શ્રદ્ધાનું કારણ બને તે માટે જયતળેટીની આગળ જ ડાબી-જમણી બાજુના બે ગોખલામાં અનુક્રમે શ્રી અમમસ્વામી (શ્રીકૃષ્ણ વાસુદેવનો આત્મા) તથા શ્રી સિદ્ધપરમાત્મા (શ્રી દશરથપુત્ર શ્રીરામચંદ્રજી મહારાજનો આત્મા) ની પ્રતિમાજીઓ પધરાવવામાં આવેલી છે. માણેકપુરરત્ન ગુરુમંદિર માણેકપુર નિવાસી શેઠશ્રી શીરચંદ રૂગનાથ શાહ પરિવારમાં શ્રી ફૂલચંદ લલ્લુભાઈના સુપુત્રો માણેકભાઈ (પ.પૂ. આ. શ્રી જિતમૃગાંક સૂ.મ.સા.), હીરાભાઈ (પ.પૂ.આ. શ્રી હિમાંશુ સૂ.મ.સા.) તથા પૌત્ર ચીનુભાઈ (૫.પૂ. આ. શ્રી નરરત્ન સૂ.મ.સા.) જેવા કુલદીપકોએ પરમાત્મા મહાવીરે ચીંધેલા સંયમમાર્ગને ગ્રહણ કરી યાવત્ પરમેષ્ટિપદના તૃતીય આચાર્યપદ પ્રાપ્ત કરી જૈનશાસનની અદ્ભુત સેવા કરી છે, તેની ચિરકાલીન સ્મૃતિ અર્થે તેઓશ્રીના સંસારી ભાઈઓ સ્વ. મંગળદાસભાઈ (હ. ધીરુભાઈ), પુનમભાઈ, રસિકભાઈ, રમણભાઈની સહીયારી માલિકીનું ઘર આ ગુરુમંદિરના નિર્માણ કાર્ય માટે ભેટ ધરવામાં આવેલ જ્યાં રસિકભાઈએ પોતાના સ્વદ્રવ્યથી ગુરુમંદિરનું નિર્માણ કરાવીને આ ગુરુમંદિર સંસ્થાને અર્પણ કરેલ છે. • આ ગુરુમંદિરમાં મુખ્ય ત્રણ દેરીઓમાં (૧) ૫.પૂ.આ. શ્રી જિતમૃગાંક સૂ. મ. સા. (૨)૫.પૂ. આ. શ્રી નરરત્ન સૂ.મ. સા. અને (૩) પ. પૂ. આ. શ્રી હિમાંશુ સુ.મ. સા. ની સંગેમરમરની ૧૬૬

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198 199 200 201 202