Book Title: Vismi Sadini Viral Vibhuti Part 01
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
આ તળેટીમાં શાશ્વતા સિદ્ધાચલતીર્થમાંથી લાવેલી શિલાઓની સ્થાપના કરવામાં આવેલ છે જેની સ્પર્શના-પૂજના દ્વારા દેહમાં સિદ્ધગિરિની સ્પર્શના કર્યાનો રોમાંચ અનુભવી શકાય છે. આ જયતળેટીની બાજુમાં સિદ્ધક્ષેત્રના અધિષ્ઠાયક દેવ શ્રી કવડયક્ષ તથા શાસનના અધિષ્ઠાયિકા શ્રી ચક્રેશ્વરી દેવીની પ્રતિમાજીઓ ગુફામાં પધરાવવામાં આવેલ છે. બાજુમાં શાશ્વતા તીર્થમાં બિરાજમાન છે તે રીતે શ્રુતદેવી મા સરસ્વતીની ગુફામાં ખૂબ જ નયનરમ્ય પ્રતિમાજી સ્થાપિત કરવામાં આવેલી છે. બાજુમાં સમવસરણમંદિર બનાવેલ છે. ધીમે ધીમે આગળ પગથિયાં ચડતાં માર્ગમાં ડાબે ખોનામંદિર, બાબુનું દેરાસર, જલમંદિર તથા જમણે વિવિધ દેરીઓના દર્શન થાય છે. આગળ વધતાં ક્રમસર પહેલો વિસામો, ભરત ચક્રવર્તીના પગલાં, ધોળી પરબ, બીજો વિસામો, ઈચ્છાકુંડ - ત્રીજો વિસામો, શ્રી નેમિનાથ પ્રભુના પગલાં, લીલી પરબ, કુમાર કુંડ, હિંગળાજનો દડો, કલિકુંડ પાર્શ્વનાથનાં પગલાં, છાલાકુંડ, શ્રીપૂજ્યની ટૂંકમાં શ્રી પદ્માવતી દેવી વગેરેની દેરીઓ, દ્રાવિડવારિખૂિલાદિની દેરી, હીરાબાઈનો કુંડ, ભૂખણદાસનો કુંડ, હનુમાનધારા, નવટુંક જવાનો માર્ગ, તથા રામપોળ થઇને ઉપરના જિનાલયોની સ્મૃતિ માટે શ્રી મોતીશાની ટૂંક, શ્રી દાદાની ટૂંક, શ્રી શાંતિનાથ જિનાલય, શ્રી પુંડરીકસ્વામીની દેરી તથા શ્રી ચૌમુખજી ટૂંક આ પાંચ જિનાલયોની એક એક દેરી બનાવી તેમાં તે તે જિનાલયોના મૂળનાયકની અંજનશલાકાયુક્ત પ્રતિમાજીઓને પ્રતિષ્ઠિત કરવામાં આવેલી છે. મુખ્ય દાદાના જિનાલયની પાછળની બાજુ રાયણપગલાંની દેરીમાં શ્રી આદિનાથ પ્રભુના પગલાંની પણ સ્થાપના કરવામાં આવેલી છે. | આગળ વધતાં ઘેટીની બારીએ જતાં જમણી બાજુ ચૌમુખજીના જિનાલયની પાછળ નવટૂંકની અન્ય ટૂંકોની માત્ર દેરી પધરાવવામાં આવેલી છે. ઘેટીની બારીથી નીચે ઉતરતાં ઘેટી પગલાંની દેરી પણ આવે છે જેમાં પણ શ્રી આદિનાથ પ્રભુના પગલાંની પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે. પહાડ ઉપરના શ્રી શાંતિનાથ દાદાના જિનાલયની બાજુમાંથી છ ગાઉની યાત્રા કરવા જવા માટેનો માર્ગ આવે છે ત્યાંથી પણ ઘેટીના પગલાંની દેરીએ જઈ શકાય છે. - આ સિદ્ધાચલ તીર્થધામનું મુખ્ય આકર્ષણ તો સુવર્ણગુફા છે. શત્રુંજય માહાસ્ય આદિ અનેક ગ્રંથોમાં ઉલ્લેખ આવે છે કે, જ્યારે સગર ચક્રવતીનો કાળ હતો ત્યારે ઈન્દ્ર મહારાજા તેમને વિનંતી કરે છે કે, “આ પડતો કાળ આવી રહ્યો છે તેથી ભરત મહારાજાદિએ ભરાવેલા બહુમૂલ્ય કીંમતી રત્નોના પ્રતિમાજીઓનું રક્ષણ કરવા તેને યોગ્ય સ્થાને પધરાવવા પ્રબંધ કરવો જોઈએ.” તે સમયે સગર ચક્રવર્તી ઈન્દ્ર મહારાજાને વિનંતી કરે છે કે, “આપ વિશિષ્ટ શક્તિસંપન્ન છો તેથી આ પ્રતિમાજીઓ ક્યાં સુરક્ષિત રહી શકે તે આપ જણાવો.” તે વખતે ઈન્દ્ર મહારાજા સુવર્ણગુફાનો ઉલ્લેખ કરીને જણાવે છે કે, “આ સુવર્ણગુફા સિદ્ધગિરિના પહાડમાં આવેલી છે જેનું દ્વાર પશ્વિમ દિશા તરફ છે. આ સુવર્ણગુફા દેવોથી અધિષ્ઠિત હોવાથી કોઈ સામાન્ય જન ત્યાં સુધી પહોંચવા માટે અસમર્થ બને છે. પરંતુ જે ભવ્યાત્માઓ ત્રીજા ભવે મોક્ષમાં જવાના હોય તેવા જ આત્માઓ તથા દિવ્યાત્માઓ જ આ સુવર્ણગુફાના દર્શન પામી શકે છે, તેથી આ બહુમૂલ્યવાન પ્રતિમાજીઓને તમે સુવર્ણગુફામાં સુરક્ષિત રખાવી દો.” આવી સુવર્ણગુફાને વાસ્તવિક સ્વરૂપે તો આપણે સિદ્ધગિરિના પહાડમાં જોવા અસમર્થ છીએ તેથી તેની સ્થાપના તરીકે એક વિશિષ્ટ સુવર્ણગુફાનું આ સિદ્ધાચલતીર્થધામમાં નિર્માણ કરવામાં આવેલ છે. આ સુવર્ણગુફામાં જવાનો માર્ગ શરૂ થતાં જ કોઈ વિશિષ્ટ ભાવોની અનુભૂતિ થાય છે અને જ્યાં સુવર્ણગુફામાં પ્રવેશ થાય ત્યાં તો વિસ્મય પામી જવાય કે આપણે ક્યાં આવી ગયા છીએ? શ્રી આદિનાથ પરમાત્માની મનોહર, મધુર સ્મિત વેરતી પ્રતિમાજીના દર્શન કરતાં સાક્ષાત્ પ્રભુજી આપણી સામે બેસીને વાતો કરતાં હોય તેવી સ્વાનુભૂતિ લગભગ દરેક ભવિકજનોને થાય છે. જીવન દરમ્યાન સાધિક ૧૧૫00 આયંબિલ અને
barya