Book Title: Vismi Sadini Viral Vibhuti Part 01
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh

View full book text
Previous | Next

Page 180
________________ હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબની પ્રતિકૃતિઓ તથા ચરણપાદુકા સ્થાપિત કરવામાં આવેલ છે. વળી સ્વ. ૫.પૂ.આ. નરત્નસૂરીશ્વરજી મહારાજની દીક્ષાકાલીન બાલ્યાવસ્થાની પ્રતિકૃતિ (૧.) પૂ. શ્રી મણિવિજય દાદા (૨.) શ્રી પૂ. બુદ્ધિવિજયજી મહારાજ સાહેબ (૩.) પૂ. આ. શ્રી વિજયાનંદ સૂ. મહારાજ સાહેબ (૪.) પૂ. આ. શ્રી કમલ સૂ. મહારાજ સાહેબ (૫.) પૂ. ઉપા. શ્રી વીરવિજયજી મહારાજ સાહેબ (૬.) પૂ. આ. શ્રી દાન સૂ. મહારાજ સાહેબ (૭.) પૂ. આ. શ્રી પ્રેમ સૂ. મહારાજ સાહેબની સામૂહિક તથા પૂ. રામચંદ્ર સૂ. મહારાજ સાહેબની પ્રતિકૃતિઓ પણ સ્થાપન કરવામાં આવેલ છે. (૨) સુધમવિહાર : સમસ્ત જૈનસંઘના પંચમહાવ્રતધારી પૂજ્યોના આદ્યપુરુષ પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામી ભગવાનના ૨૫મા નિર્વાણશતાબ્દિ વર્ષ નિમિત્તે પ્રાયઃ સૌ પ્રથમ એવા આ ચૌમુખજી મહાવીર પરમાત્મા સમેત ૧૧ ગણધરાદિ પાટપરંપરાના પૂજ્યોની સ્મૃતિ કરાવતા સુધર્માવિહાર નામના આ જિનાલયનું સર્જન થયેલ છે. સુધર્માવિહારના પ્રથમ માળે સમ્યગદર્શન રંગમંડપની મધ્યમાં આપણા આસન્નોપકારી ચરમતીર્થપતિ શ્રમણ ભગવાન મહાવીરની નયનરમ્ય ૩૫ ઇંચની ચૌમુખજી પ્રતિમાજીઓ બિરાજમાન કરવામાં આવેલ છે. તે પ્રભુજીની નજીક નીચેના પહેલા ગઢમાં ૧૧ ગણધર ભગવંત તથા અંત્યકેવલી જંબુસ્વામીની પ્રતિમાજી, નીચે બીજા ગઢમાં ચૌદપૂર્વધર તથા દસપૂર્વધર પૂજ્યોની પ્રતિમાજી, નીચે ત્રીજા અને ચોથા ગઢમાં પાટપરંપરાના અન્ય મહાત્માઓની ચરણપાદુકાઓ ફરતે પધરાવવામાં આવેલ છે. આ સંકુલમાં પ્લાન-વૃદ્ધ આરાધનાધામમાં બિરાજમાન વિહાર કરવા અસમર્થ એવા ગ્લાન-વૃદ્ધ સાધ્વીજી ભગવંતોને એક જ સ્થાનમાં રહી વિવિધ તીર્થની ભાવયાત્રા થઈ શકે તે માટે વિવિધ કલાકૃતિ સમેત લગભગ ૯ફુટx૯ફુટના સાત વિવિધ તીર્થપટો સ્થાપન કરવામાં આવેલ છે. તે દરેક તીર્થપટોની એક બાજુ તે તે તીર્થના મૂળનાયકની ૩૫ ઇંચની પ્રતિમાજી પધરાવવામાં આવેલ છે તથા બીજી બાજુ તે તે તીર્થની સ્પર્શના કાજે તે તે તીર્થભૂમિની પાવનકારી પાષાણની શિલાઓ સ્થાપન કરવામાં આવેલ છે. આ રંગમંડપમાં પ્રભુ મહાવીરના જીવનચરિત્રના અત્યંત આકર્ષક ચિત્રપટો તથા જૈનશાસન સંબંધિત અનેક માહિતી પૂરી પાડતાં કાચમાં કલાકૃતિ કરેલ કેટલાક ચિત્રપટો મૂકવામાં આવેલ છે. સુધર્માવિહારના નીચેના ધર્મઆરાધના ખંડમાં અશક્ત એવા વૃદ્ધોને પરમાત્માની પૂજાની અનુકૂળતાર્થે જેના ઉપર સમસ્ત અંજનશલાકાવિધિ કરવામાં આવી હતી તે મહાપ્રભાવક ૧૧ ઇંચના સંગેમરમરના મહાવીરસ્વામી પરમાત્માની પ્રતિમાજી બિરાજમાન કરવામાં આવેલ છે. આ પ્રતિમાજીમાંથી પ્રસંગોપાત અનેકવાર અમીઝરણા થવાના પ્રસંગો બન્યા છે. આ પ્રભુજીની ફરતે ચાર દિશામાં શાસનના અધિષ્ઠાયિકા સિદ્ધાયિકા ૧૫૨

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202