Book Title: Vismi Sadini Viral Vibhuti Part 01
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh

View full book text
Previous | Next

Page 168
________________ . આકાશમાં ઉડતાં પંખીની છાયા પણ જો આ ગિરિવર ઉપર પડે તો તેના ભવોભવતણા દુર્ગતિના ફેરા પણ ટળી જાય છે. . આ તીર્થ ઉપર શુદ્ધ ભાવથી દાન-શીલ-તપ-ભાવધર્મની કોઇ પણ આરાધના કરવામાં આવે તો શીધ્ર મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. આ તીર્થમાં વસનારા જાનવરો પણ આઠમા ભવમાં મોક્ષપદને પામે છે. વિશ્વમાં એવી કોઇ ઔષધિ, જડીબુટ્ટી નથી જે આ ગિરનારમાં ન મળતી હોય ! 1 આ ગિરનાર તીર્થના મૂળનાયક શ્રી નેમિનાથ દાદાની પ્રતિમા વર્તમાન વિશ્વમાં પ્રાચીનતમ છે જે ગત ચોવીસીના ત્રીજા તીર્થકર શ્રી સાગર તીર્થંકર પરમાત્માના ઉપદેશથી પાંચમા દેવલોકના ઇન્દ્ર બ્રહ્મન્ટે કરાવેલી હતી. . વર્તમાન ચોવીસીના બાવીસમાં તીર્થંકર બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ પ્રભુના દીક્ષા, કેવળજ્ઞાન અને મોક્ષકલ્યાણક પણ આ ગિરિવર ઉપર થયેલા હતા, તેમાં પણ દીક્ષા અને કેવળજ્ઞાન કલ્યાણક તો જ્યાં હજારો આંબાના વૃક્ષોનો સમૂહ છે તેવા સહસ્ત્ર આમ્રવન એટલે કે સહસાવનની મહાપવિત્ર ભૂમિ ઉપર થયેલા હતા અને મોક્ષ કલ્યાણક પાંચમી ટૂંક ઉપર થયેલ છે, . દેવો દ્વારા સહસાવનમાં શ્રી નેમિનાથ પરમાત્માનું પ્રથમ અને અંતિમ સમવસરણ રચાયેલું હતું. શ્રી કૃષ્ણ વાસુદેવ દ્વારા સહસાવનમાં સુવર્ણ અને રત્નમય પ્રતિમાજી યુક્ત જિનમંદિરોનું નિર્માણ થયેલ હતું. સહસાવનમાં સાધ્વીજી શ્રી રાજીમતીશ્રીજી પરમપદને પામ્યા હતા. 1 શ્રી કૃષ્ણ વાસુદેવ દ્વારા સહસાવનમાં સુવર્ણ અને રત્નમય પ્રતિમાજી યુક્ત જિનમંદિરોનું નિર્માણ થયેલ હતું. સહસાવન તીર્થ (સહસામ્રવન) સહસાવન મળે બાવીસમાશ્રી નેમિનાથ પરમાત્માની દીક્ષા તથા કેવળજ્ઞાન કલ્યાણકની બે પ્રાચીન દેરીઓ છે જેમાં પ્રભુજીના પગલાં પધરાવવામાં આવ્યા છે. આ બંને દેરીઓ તથા કેવળજ્ઞાન કલ્યાણકની દેરી પાસે આવેલ ચાર રૂમવાળી જૂની ધર્મશાળા (બુગદાની ધર્મશાળા) છે જ્યાં ભોંયરામાં અનેક મહાત્માઓએ આરાધના કરેલ છે. તેનો વહીવટ શેઠ દેવચંદ લક્ષ્મીચંદની પેઢી હસ્તકે થાય છે. સમવસરણ મંદિર આવી મહાપવિત્રકારી દીક્ષા-કેવળજ્ઞાનકલ્યાણક ભૂમિની આરાધના માટે પ્રાચીનકાળમાં નિર્માણ પામેલ જિનાલયો વર્તમાનકાળમાં ઉપલબ્ધ ન થતાં હોવાથી લગભગ પાંત્રીસ વર્ષ પૂર્વે તપસ્વીસમ્રાટ પ. પૂ. આ. શ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબની પાવન પ્રેરણાથી ‘સહસાવન કલ્યાણક ભૂમિ તીર્થોદ્ધાર સમિતિ'' દ્વારા સહસાવન તીર્થ મથે વિશાળકાય સમવસરણ મંદિરનું નિર્માણ થવા પામેલ છે. હજારો આંબાના વૃક્ષ સમેત એ ઘેઘુર વનપ્રદેશની રમણીયતા હૃદયસ્પર્શી છે. આ કલ્યાણક ભૂમિમાં પગ મૂકતાની સાથે જ પરમાત્માના પાવનકારી પુગલોના સ્પંદનોના પ્રભાવે હૈયું પુલકિત બની જાય છે, પ્રકૃતિ પૂરબહારમાં ખીલેલી જ રહે છે, અને સાક્ષાત્ પ્રભુજી આજે પણ આ ક્ષેત્રમાં વિચરતાં હોય તેવા ભાવો પ્રગટ થવાથી પ્રભુદર્શન, પૂજન, ધ્યાન, જાપ આદિ પરમાત્મભક્તિનાં વિવિધ યોગમાં પણ ભાવો ખૂબ ચડતાં રહે છે. આવી મહિમાવંતી ૧૪૦

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202