Book Title: Vismi Sadini Viral Vibhuti Part 01
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh

View full book text
Previous | Next

Page 157
________________ પાત્રામાં આયંબિલના દ્રવ્યો પોતાના હાથે મૂકયા અને બાળમુનિને તરત વાપરવા લગાડી દીધા... પોતાના સળંગ હજારો આયંબિલ ચાલતા હોય છતાંય માત્ર એક જ આયંબિલ કરનારા બાŞળમુનિ પ્રત્યે પૂજયશ્રીનો કેવો વાત્સલ્ય ભાવ!! એ આયંબિલ વખતે પૂજયશ્રીએ બાળમુનિઽને મીઠી શીખામણ આપી જુઓ હવે તમે યુવાનીમાં પ્રવેશવાના.... આયંબિલ જેવો કોઇ તપ નથી... જીવનમાં ખૂબ ખૂબ આયંબિલ કરવાના રાખજો... આયંબિલ એ દ્રવ્ય-ભાવ રોગનાશક અને સર્વગુણકારક છે! માનો યા ના માનો આ હકીકત છે! સંયમી ચમત્કાર પાછળ ન દોડે! ચમત્કાર સંયમીના ચરણો ચૂમે. અમદાવાદ વાસણા વિસ્તારમાં રહેતા અતુલભાઇ પોતાના ધર્મ પતિ વસંતિબેનના બ્લડરિપોર્ટમાં કેન્સર હોવાનું નિદાન સાંભળી ખૂબ વ્યથિત બન્યા હતા. ત્રણ નાના સંતાનો વગેરેનું શું થશે? વગેરે વિચારોથી સતત રડતાં હતાં. કોઇપણ સંવેદનશીલ આત્માને દુઃખની લાગણી થાય ત્યારે સ્નેહી-સ્વજન સમક્ષ પોતાનું દુઃખ વ્યક્ત કરે! તેમ આ ભાઇએ પોતાના મિત્ર સમક્ષ હકીકતની રજૂઆત કરતાં મિત્રે જવાબ આપ્યો કે “ ઘોર તપસ્વી ૫.પૂ. આ હિમાંશુસૂરિ મહારાજની કૃપા મેળવવી એ જ મને રામબાણ ઇલાજ દેખાય છે.'' બસ પછી રોજ પૂજયશ્રી સૂરિમંત્રની આરાધનાના વિશિષ્ટ જાપ ની પૂર્ણાહૂતિ કરે ત્યારે તે દંપતિ ત્યાં હાજર થઇ જાય અને પૂજયશ્રીના પવિત્ર હસ્તે વાસક્ષેપ મસ્તક ઉપર નંખાવી જતાં કેટલાક દિવસ પછી ડોકટરના સુચન મુજબ તે બેનને બાયોપ્સી કરાવવાનું નક્કી થયું અને અતુલભાઇએ સાહેબજીને હકીક્ત જણાવી ત્યારે પૂજયશ્રી મૌન રહ્યા. બીજે દિવસે બાયોપ્સી કરાવવા જતાં હતાં ત્યારે વંદન કરી અતુલભાઇ હાથ જોડી દયામણા ચહેરે પૂજયશ્રી તરફ જોઇને અશ્રુપાત કરી રહ્યા હતાં. કરૂણાસાગર પૂજયશ્રીએ થોડો વાસક્ષેપ લઇ તેમને આપ્યો અને જણાવ્યુ કે બાયોપ્સી કરાવો ત્યારે પ્રથમ નવકારગણી તેમના મસ્તક ઉપર આ વાસક્ષેપ નાખી શકાશે. બાયોપ્સી થઇ ગઇ બીજા દિવસે લેબોરેટરીમાંથી રીપોર્ટ આવ્યો ત્યારે ડોકટરો પણ રીપોર્ટ જોઇને આશ્ચયચકિત થઇ ગયા કે આ શું થયું? રીપોર્ટ બિલકુલ નોર્મલ હતો હર્ષના આંસુ સાથે તે ડોકટર પણ પૂછવા લાગ્યાકે ‘‘ તમે કોની દુઆ મેળવી છે?'' મધદરિયે ડૂબી રહેલ આ પરિવાર ઉગરી જતાં આજે ખૂબ જ શ્રધાપૂર્વક ધર્મઆરાધના સાથે પોતાનું જીવન ગુજારી રહ્યા છે. धर्मश्रद्धानो प्रभाव સં.૨૦૪૭ આસપાસની વાત છે, વાસણા-અમદાવાદ મધ્યે નવકાર ફલેટના સંઘના શ્રાવક પ્રવિણભાઇ મહુડીવાળા .... જેમની કીડનીઓ ફેઇલ થઇ ગઇ હતી ડોકટરોએ વધુ જીવવાની આશા છોડી દીધી હતી. પ્રવિણભાઇ પણ માનસિક હીંમત હારી ચૂકયા હતાં છતાં આશ્વાસનરૂપે ઓપરેશન કરાવવાનું નક્કી થયું અને ઓપરેશન પૂર્વે તે પૂજયશ્રી પાસે આશીર્વાદ લેવા આવ્યા ત્યારે સાહેબજી એ પ્રવિણભાઇના મસ્તક ઉપર મંત્રિત વાસક્ષેપ કર્યો અને તપસમ્રાટ પૂજયશ્રીના તપબળના પ્રભાવે રોગ ઉભી પૂંછડીએ ભાગી ચૂક્યો હોવાનું જાણવા મળ્યું આજે લગભગ ૧૪ વર્ષ બાદ પણ આ પ્રવિણભાઇ પોતાની ધર્મઆરાધના નિયમિત રીતે કરી રહ્યા છે ! संयमनो प्रभाव એક દસ વર્ષનો બાળક હતો.જન્મથી હેડકી આવતી હતી. હજારો રૂપિયા વેરવા છતાં તમામ ઉપચારો વ્યર્થ નીવડી રહ્યા હતાં ત્યારે પૂજયશ્રીના શુભહસ્તે વાસક્ષેપ પડતાની સાથે જ તે બાળકને કાયમ માટે હેડકીની તકલીફ દૂર થઇ ગઇ ! દેવો પણ જેને નો પૂજયશ્રીએ વીસ સ્થાનક તપમાં ‘અરિહંત’ પદની આરાધના વીસ વખત ઉપવાસ કરવા પૂર્વક કરેલી હતી તેમાં સં. ૨૦૦૧ માં સીનોર ગામમાં બિરાજમાન હતા ત્યારે વીસ ઉપવાસ ચાલતાં હતા તે વખતે રોજ રાત્રે ૧૦ ૧૨૯

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202