Book Title: Vismi Sadini Viral Vibhuti Part 01
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
ઉપર પડી, ખાખરા જોતાં જ પૂજ્યશ્રી ચમક્યા!! “ આ ખાખરા કોણ લાવ્યું છે? ** મહાત્મા કહે, “ “ સાહેબજી ! સાવ નિર્દોષ છે!' પરંતુ મહાગીતાર્થ - વિચક્ષણ પૂજ્યશ્રી હકીકત પામી ગયા અને ધડાકો કરી મોટેથી બોલી ઉઠ્યાં “ “શું એક જ ફેક્ટરીનો માલ આ બધા ગામોમાં મળે છે?'' આ રીતે સંનિધિ રાખેલા ખાખરાને સાહેબજી અડ્યા પણ નહીં અને લખા રોટલા દ્વારા આયંબિલ કરી સંતોષ માની લીધો..
સં. ૨૦૪૪ આસપાસનો સમય હતો. પૂજયશ્રી જુનાગઢથી ધોરાજી થઇ વિહાર કરી વાંકાનેર પહોંચ્યા.... ભિષ્મ અભિગ્રહધારી પૂજચશ્રીએ પ્રોસ્ટેટની તકલીફના કારણે ઉપાશ્રયમાં નીચેના હોલમાં ઉતરવાનું નક્કી કર્યું પુજયપાદશ્રી દેરાસર પધાર્યા તેટલા સમયમાં ભક્તિવંત શ્રાવકોએ આવશ્યકક્રિયાદિ માટે હોલના એક ખૂણામાં નવા પડદા કરાવીને લગાડી દીધા... પૂજયશ્રી દેરાસરથી પાછા ફર્યા અને તરત પડદા ઉપર નજર પડતાં પૂછયું ‘‘આ પડદો કોણે કરાવ્યો?'' શ્રાવકો આડીઅવડી વાતો કરવા લાગ્યા અને સાહેબ! આ નિર્દોષ છે તેવી વારંવારની વિનવણી કરવા લાગ્યા છતાં મહાસંયમી એવા આ મહાત્માએ તેમની વાતોનો કોઇ રીતે સ્વીકાર ન કર્યો અને તે પડદા કઢાવી નાખ્યા અંતે શ્રાવકો જુની અનાજની ગુણો લાવ્યા જેમાં થોડા ટાંકા લઇ એક આડાશ ઉભી કરી ત્યારબાદ જ તે રસ્થાનનો ઉપયોગ કરવા લાગ્યા.
સાધુએ કીત્તદોષ કે મશીનમi HવII ENGI લેમ વપરાય?''
કેવી પાપણીતા? સં. ૨૦૬૪માં પૂજ્યશ્રી જુનાગઢ મુકામે બિરાજમાન હતા ત્યારે ગળાના મણકાનો સખત દુખાવો હતો અનેક ઉપચાર કરાવવા છતાં કોઇ સુધારો જણાતો નહોતો તે અવસરે મુંબઇથી એક હાડવૈધ આવેલા. પૂજ્યશ્રીને તપાસી અમુક ટ્રીટમેન્ટ આપીને દિવસમાં ૩-૪ વખત ગરમપાણીનો શેક કરવા માટે સલાહ આપી. પરંતુ વૈશાખ માસમાં તો એક કાળનું જ પાણી ઉકળતું હોવાથી તે અવસરે મળેલા સ્વાભાવિક પાણી વડે જ શેક કરી લેતાં પરંતુ દુખાવામાં રાહત માટે બીજી વાર દોષિત પાણી કરાવવાની તેમની જરા પણ તૈયારી ન
રહેતા.
કેવા વિપક્ષUI!!! ગુજરાતના નાના નાના ગામડાના વિહારો હોય....પૂજ્યશ્રીને હજારો આયંબિલ ચાલતાં હોય... કૃશ બનેલી કાયા હોય, વયોવૃદ્ધ દેહે દાંતે ચાવવાની પણ તકલીફ હોય.... ગામડામાં પટેલના ઘરોમાં જાડા રોટલા સિવાય શું મળે? એક વાર એક થોડું મોટું ગામ આવતાં શ્રાવકના ઘરેથી થોડા પોચા અને ચવાય તેવા અનુકૂળ કોરા ખાખરા મળી ગયા.... પૂજ્યશ્રી કંઇક રૂચી પૂર્વક તે વાપરી શક્યા આ જોઇ સાથેના મહાત્માઓ ખુશ થઇ ગયા અને તપાસ કરતાં ખબર પડી કે તે શ્રાવકના ઘરે મોટા જથ્થામાં આવા ખાખરા તૈયાર પડ્યા છે તેથી તે મહાત્માએ શુભાશયથી થોડા ખાખરા સાથે વિહાર કરી રહેલા સુશ્રાવકની પાસે (વિહારમાં માણસ કે ફાનસ તો પૂજ્યશ્રી સાથે ક્યાંથી હોય?) રખાવી દીધા. બીજા દિવસે ફરી નાના ગામડામાં સ્થિરતા કરવાનો અવસર આવ્યો. મહાત્માએ સુશ્રાવક પાસેથી ખાખરા વહોરી પૂજ્યશ્રીના પાત્રામાં ખાખરા મૂકી દીધાં. વાપરવાનું શરૂ કરતાં પૂજ્યશ્રીની નજર તે ખાખરા
કેવી સંયમ પ્રત્યેની HIajul !!! | પૂજ્યશ્રીને ગળાનાં મણકાના દુખાવાના કારણે નિત્ય બે-ત્રણ વાર ગળે લેપ લગાડવો પડતો હતો. તેથી કામળી ઉપર તેના લીલારંગના ડાઘ પડતાં હતા.
પૂજ્યશ્રીતો તે બાબત નિરપેક્ષ હતાં પરંતુ દર્શનાર્થીઓ અને સાધ્વીજી ભગવંતોના અતિઆગ્રહ ને વશ સહવર્તિ મુનિવરે પૂજ્યશ્રીની સંમતિ મેળવ્યા. વગર જ તે કામળી સાધ્વજી ભગવંતને કાપ કાઢવા માટે આપી. . કાપ નીકળ્યા બાદ આવેલ કામળી ઉપર પૂજ્યશ્રીની નજર પડતાં જ મુનિવરને પૂછતાં હકીકત જાણી ત્યારે પૂજ્યશ્રી બોલ્યા કે ‘‘મુનિવર! તમે આ શું કર્યું? મારા પ૩ વર્ષના ચારિત્રપયયિમાં મેં એક નાનકડો ટુકડો પણ સાધ્વીને કાપી
૧૩૨
Person