Book Title: Vismi Sadini Viral Vibhuti Part 01
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh

View full book text
Previous | Next

Page 158
________________ વાગ્યાની આસપાસ દેરાસરમાંથી ઘંટનાદો સંભળાતા અને ચારે બાજુસુગંધ પ્રસરતી હોવાનો અનુભવ દેરાસરની આજુબાજુના વિસ્તારમાં રહેનાર લોકોને થતો હતો. જાણે દેવો પણ તેમના તપની અનુમોદના કરતાં ન હોય! અડગ મનના માનવી વાંકાનેરના ચાતુર્માસ પૂર્વે સહવર્તિ મુનિવરને જણાવ્યું તમે ત્રણ ઓળી સાથે કરો તો મારે પણ ૫૧ મી ઓળી થાય અને ગિરનારની યાત્રા કરીને આપણે પારણું કરીએ... બન્નેએ આવો સંકલ્પ કર્યો... ચાતુર્માસ પૂર્ણ થતાં વિહાર થયો અને રસ્તામાં કસોટી શરૂ થઇ ગઇ... બન્નેને તાવ ચડયો પણ દવા લેવા તૈયાર નહીં.... પરાણે સહવર્તિ મુનિવરને ઇન્જેક્શન અપાવ્યુ.... ધીમે ધીમે વિહારમાં આગળ જાય બે દિવસ ઉભા થાય.... બે દિવસ પટકાય.... બે દિવસ ઉભા થાય.... બે દિવસ પટકાય. આ રીતે આગળ વધતાં તેમાં એકવાર તબેલામાં પણ સંથારો કરવાનો અવસર આવ્યો હતો.... કોઇ રીતે નાસીપાસ થયા વગર આંચબિલ તપમાં અડગ રહી આગ ળ વધતાં પરંતુ પારણાનો લેશમાત્ર પણ વિચાર ન કરતાં આ રીતે અનેક કસોટીઓમાંથી પસાર થઇ દાદાની યાત્રા કરી પારણું કરેલું હતું. બળે તે મારૂં નથી..... મારૂં છે તે બળતું નથી.... નમિરાજર્ષિની યાદ અપાવે તેવો આ પ્રસંગ હતો... અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં જેઠ મહિનાની આગ ઓકતી ગરમીના એ દિવસો હતા. મુનિ યશકલ્યાણ વિજયજીની દીક્ષા પછીનો પ્રથમ વિહાર, બપોરે ૩.૩૦ થી ૪ વચ્ચેનો સમય હતો. (જે દિવસોમાં સાંજે ૬ વાગે પણ વિહાર કરે તો રોડમાંથી આગ ઝરતી હોવાનો અનુભવ થાય) પૂજયશ્રી આવી ગરમીમાં મુનિ હેમવલ્લભ વિજયજીનો હાથ પકડી ચાલતાં ચાલતાં થાકને કારણે બે વડ વળી જતાં અને અત્યંત પરિશ્રમ-થાકને કારણે ૧૫૦-૨૦૦ ડગલાં ચાલીને બેસવા માટે આશ્રય સ્થાન શોધતાં રોડની બન્ને બાજુબેઠાંઘાટની ચાલીવાળી તે ગલીમાં બન્ને ૧૩૦ બાજુથી લોકોના ટોળાં પૂજયશ્રીના દર્શન કરવા ઉમટી પડતાં અને સાક્ષાત્ ભગવાનનો અવતાર હોવાના ઉદ્ગારો તેમના મુખમાંથી સરી પડતાં હતાં, આબાલ-ગોપાલ-યુવાન- વૃધ્ધ સાના મસ્તકો પૂજ્યશ્રીના ચરણોમાં ઝુકી જતાં હતાં. કોઇ ભક્તિથી ખુરશી, ટેબલ, ખાટલો લઇ બાપુને વિસામો કરાવવા વિનંતી કરતાં....સાહેબનું જીવન જ બોલતુ હતું સાહેબને બોલવાની જરૂર જ પડતી ન હતી. સેંકડો જૈનેતરોએ સાહેબના આચારમાત્રથી બોધિબીજની પ્રાપ્તિ કરી હોય તો નવાઇ નહીં! દેહાધ્યાસનો ત્યાગ સાહેબની વિહારચર્યા જોઇને પેલા સડકના નાકે ઉભેલા શેરડીના રસવાળાનું સ્મરણ સહજ થઇ જાય. તે વ્યક્તિ શેરડીને જેમ બેવડ કરીને પછી ચારવડી કરીને તેમાં રહેલો પૂરેપૂરો રસ કાઢી લે તેમ સાહેબજી પણ આ કાયા પાસેથી બેગણું ચારગણું કામ લઇ લઇને શરીરનો પૂરેપૂરો કસ કાઢી નાંખતા હતા. શરીરબળ હોય કે ન હોય બસ મનોબળથી સાહેબ વિહાર કર્યે જતાં હતાં. જયારે સ્થાને પહોંચે ત્યારે બોલવાના પણ હોંશ ન હોય અને ઉપાશ્રયના ઓટલા ઉપર જ ઢળી પડતાં.... પણ કોઇ ફરીયાદ નહીં અને શરીરની કોઇ દયાખાવાની નહીં... થોડીવાર આરામ કરી તરત દેરાસર જાય અને પછીતો પોતે અને પોતાના ભગવાન... બહાર આવવાનો કોઇ સમય નિશ્ચિત ન રહે! દેહ અને આત્માનું ભેદજ્ઞાન થયા વગર શરીર પ્રત્યે આટલા કઠોર કઇ રીતે બની શકાય? જેણે આ દ્રશ્યો નજરે નથી જોયા તેને તો આ બધી વાત અસંભવ જેવી જ લાગે! પરંતુ જેણે આ દ્રશ્યો જોયા જાણ્યા અને માણ્યા છે તેઓ વિશ્વની અજોડ અજાયબી જેવા યુગપુરૂષને શત શત વંદન કર્યા વિના નથી રહી શકતાં. કેવી શાસ્ત્રયુક્તતા! સં.૨૦૪૮ની સાલમાં વાસણા-નવકાર ફલેટ ઉપાશ્રયમાં પૂજયશ્રી આ.

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202