Book Title: Vismi Sadini Viral Vibhuti Part 01
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh

View full book text
Previous | Next

Page 156
________________ છે, ઊંમરમાં પણ વૃદ્ધ હોવાથી બીજી કોઈ તકલીફ નથી. વળી આયંબિલ ખાતું અહીંથી લગભગ ૪૦૦ ડગલાં દૂર છે તેથી આટલા બધા મહાત્માઓ (લગભગ ૨૦ ઠાણા) માટે પાણી લાવવામાં મુશ્કેલી પડે.'' ત્યારે સાહેબે સ્પષ્ટ કહી દીધું “ “જો અહીં બાઈને જ પાણી ગરમ કરવા રાખવાની હોય તો તેની કાંઈ જરૂર નથી. અમારા સાધુ આયંબિલ ખાતે જ પાણી વહોરવા આવશે.” અને ખરેખર! આખું ચાતુમસ મહામાઓ આયંબિલ ખાતેથી પાણી લાવતા હતાં. વિર,ગણ સ્થવિર, સંઘસ્થવિર, વગેરેની સુંદર વ્યવસ્થા છે આને સજીવન કરી આજના બધા જ મતભેદો આપણે ઉકેલવા જોઇએ.'' | ‘આપણી જાત માટે, સમુદાય અને ગચ્છની વ્યવસ્થા જાળવવા કેટલીક શાસ્ત્ર વિરૂધ્ધ વાતોને પણ આપણે અપવાદ માર્ગે સ્વીકારીએ છીએ તો પછી એ જ ન્યાયથી સંઘની વ્યવસ્થા અપવાદ માર્ગથી પણ કેમ ન કરાય? મહાન, અપભ્રાજના જેનાથી થતી હોય તેવા સંઘના વિવાદો કેમ ન ઉકેલાય?'' | ધન ધન પુન્ના અUITE પૂજયશ્રીની નિશ્રામાં વાસણા-અમદાવાદ મુકામે અંજનશલાકા પ્રતિષ્ઠામહોત્સવ ચાલુ હતો... ઉપાશ્રયથી લગભગ ૪૦૦ ડગલાં દૂર સ્ટેજપ્રોગામનો મંડપ હતો. વૈશાખ મહિનો દિવસ હતો....ગરમીએ પોતાનું સંપૂર્ણ સ્વરૂપ પ્રગટ કરી દીધેલું....બપોરે બાર વાગ્યાની આસપાસ પ્રોગ્રામ પૂર્ણ થયા બાદ પૂજયશ્રી ઉપાશ્રય તરફ જવા માંડયા... ડામરનો રસ્તો ધગધગ તપતો હતો.... તેનાં ઉપર રીતસર દોડતાં દોડતાં જવું પડે તેવી પરિસ્થિતિ.... ત્યારે પૂજયશ્રીતો મુનિરાજ હેમવલ્લભ મ.સા.નો હાથ પકડીને તે રોડ ઉપર પોતાની નિત્ય ચાલ મુજબ ઉપાશ્રયમાં જતાં... આ દ્રશ્ય જોઇને ભલભલાનાં મસ્તક પૂજશ્રીના ચરણોમાં ઝુકી ગયા! “અરે! રોડ કેવો તપી ગયો છે, જલ્દી ચાલો!'' એવા કોઇ શબ્દો ઉચ્ચાર્યા વિના કર્મરાજાના યુધ્ધ સામે બાથ ભીડતા... ધન્ય છે તે સહનશીલતાની પરાકાષ્ટા પૂર્વક સંયમપાલન કરતાં સૂરિવરને! પ્રસંગ પરિમH પૂજય આચાર્યદેવ શ્રી ભુવનભાનુ સૂરિ. મ. સા. અમદાવાદ પધારી રહ્યા હતાં. પૂજયશ્રી વાસણા મુકામે બિરાજમાન હતા... પૂજયશ્રીનો આગ્રહ હતો કે આચાર્યશ્રીનું સામૈયુ વાસણામાં થાય... પણ આચાર્ય પર્યાયમાં નાના હોવાથી એ વાત તેઓશ્રી શી રીતે સ્વીકારે? આચાર્યશ્રીએ કહેરાવ્યું- ‘વડિલની નિશ્રામાં નાનાનું સામૈયું ન શોભે... હું સીધો જ આપની સેવામાં ઉપસ્થિત થાઉં છું..., પૂજયશ્રી કહે-' ના આચાર્યશ્રીનું સામેયુ તો થવું જ જોઇએ.. તેઓ જિનશાસનના મહાન પ્રભાવક છે''... હવે શું કરવું? આતો ધર્મસંકટ આવ્યુંપણ પૂજયશ્રી જિનધર્મના દક્ષ વ્યાપારી શૂરા ખરા ને?... વચલો માર્ગ શોધી કાઢયો કે “ આચાર્યશ્રીનું અને મારું... બંનેનું ભેગુ સામૈયુ લાવય સોસાયટી પહોંચશે (આચાર્યશ્રીની ઓળી ત્યાં નક્કી થએલી હતી). પોતે વડિલ હોવા છતાં નાના પ્રત્યે કેવો આદર - અપાર પ્રેમ! પૂTયશ્રીનું મંતવ્ય ‘‘સંસારમાં ઝાડાઓના નિવારણ માટે વ્યવહારમાં જેમ નિચલી કોર્ટ, હાઇકોર્ટ, સુપ્રીમકોર્ટ વગેરેની વ્યવસ્થા છે. તેવી જ રીતે આપણા શાસ્ત્રોમાં પણ સંઘમાં ઉભા થતા મતભેદોના નિવારણ માટે પણ કુલ પ્રસંગ પરિમH એક વાર એક બાળમુનિને ઇચ્છા થઇ કે પૂજયશ્રી સાથે એક આયંબિલ કરવું.... પચ્ચખાણ કર્યું.. ગોચરી આવી... પૂજયશ્રી વાપરવા પધાર્યા... ત્યાં તો બાળમુનિને પણ પાત્રા લઇને આવેલા જોયા... પૂજયશ્રીએ પૂછયું” કેમ શું છે? ‘‘...વૈયાવચ્ચી મુનિરાજ શ્રી હેમવલ્લભ વિજય મહારાજે જણાવ્યું આપની સાથે આયંબિલ કરવાની ભાવનાથી આજે આયંબિલ કર્યું છે ... એમની પણ ગોચરી લાવેલી છે.”.... પૂજયશ્રીએ પોતાની ચિંતા કર્યા વિના બાળમુનિના ૧ર૮ - જિf org

Loading...

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202