Book Title: Vismi Sadini Viral Vibhuti Part 01
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
/
\
/
/
ગUTબની સહિષ્ણુતા પૂજ્યશ્રીએ વર્ષીતપ દરમ્યાન ગિરનારથી સિદ્ધગિરિ જવા માટે વિહાર કર્યો અને સ્વાથ્ય બગડતાં રસ્તામાં દર ૫૦૦૫૦૦ ડગલા ચાલતાં સ્પંડિલમાં અડધી વાટકી જેટલું લોહી પડવાનું શરૂ થયું. છતાં મક્કમ મનોબળ સાથે માત્ર આઠ દિવસમાં લગભગ ૧૦૦ કી.મી. નું અંતર કાપી સિદ્ધગિરિ દાદાને ભેટ્યા હતાં.
મહાપુiષના વિયાણની કેવી HIBIn ! પ.પૂ. આ. ભદ્રંકર સૂરીશ્વરજી મહારાજ સાહેબ શાસન સંઘ સમુદાયાદિના કોઈ પણ પ્રશ્ન અંગે ચિંતાની કોઈ ઊંડી ખાણમાં ઉતરી ગયા હતા, તે અવસરે ૫. પુ. આ. હિમાંશુસરીશ્વરજી વિહાર કરી પંકજ ઉપાશ્રયે પધાર્યા અને આચાર્ય મહારાજની મુખમુદ્રા જોતાં જ પૂજ્યશ્રી બોલી ઉઠ્યા “ આટલી બધી વ્યથા ? કંઈ કરવું જોઈએ '' પૂજ્યશ્રીએ તત્ર સ્થિત. મુનિવરો પાસેથી આચાર્ય મહારાજની ચિંતાનું કારણ જાણી તે અંગે યથાયોગ્ય પ્રયત્ન કરી આચાર્ય મહારાજને ચિંતામુક્ત કર્યા.
Hોખંડી મનોબળના માનવી સં. ૨૦૫૫ ની સાલ... વાસણા ધર્મરસિક તીર્થવાટિકા મધ્યે અંજનશલાકા મહોત્સવનો પ્રારંભ... પ્રાતઃકાલે પૂજ્યશ્રી જાપમાં હતાં... સમાચાર આવ્યા કે પૂજ્યશ્રીના સંસારી પુત્રી વિમળાબેનનો સ્વર્ગવાસ થયો છે... પૂજ્ય આ. હેમચન્દ્ર સૂ. મ. સા. એ સમાચાર જામ્યા... વિમાસણમાં પડ્યા કે પૂજ્યશ્રીને કઈ રીતે જણાવવું? જાપ પૂર્ણ થતાં પૂજ્યશ્રી પરિસ્થિતિ પામી કાંઈ અશુભ બન્યુ હોવાની ધારણાથી પોતે જ સામેથી પૂછયું, ‘‘શું અમંગળ સમાચાર આવ્યા છે?' આચાર્ય ભગવંતે હકીકત જણાવતાં પૂજ્યશ્રી સ્વસ્થ રીતે બોલ્યા કે ‘વિમુ જીવન હારી ગઈ ! છતાં સંતોષ એટલો છે કે તેની સુપુત્રીને તેણે દીક્ષા અપાવી.' તે અવસરે ત્યાં હાજર ટ્રસ્ટીગણાદિએ પૂજ્યશ્રીને જણાવ્યું કે “સાહેબ! અમે સ્મશાનમાં અંતિમક્રિયામાં હાજરી આપીને આવીએ છીએ.” ત્યારે લોખંડી મનોબળના માનવી એવા સાહેબજી તરત બોલ્યા,” આપણા આંગણે અત્યારે મહોત્સવ ચાલી રહ્યો છે, ઘરઆંગણે મંગલકાર્ય ચાલતું હોય ત્યારે આપણાથી અંતિમક્રિયામાં જવું ઉચિત નથી.'
Hહપૂર્તિાના સંયમની પણ કેટHી ચિંતા ! સં. ૨૦૫૧ માં આંબાવાડી ચાતુર્માસમાં નીચેના હોલમાં જ ખુલ્લામાં સ્થિરતા કરી હોવાથી પ્રવેશના દિવસે જ બપોરે ઉપાશ્રયના પ્રવેશદ્વાર પાસેની જગ્યાએ કોઈ વૃદ્ધબાઈને અવર-જવર કરતાં જોઇ ત્યાંથી બૂમ મારી ‘આ બાઈ કોણ છે ?'' ટ્રસ્ટીઓને બોલાવી જણાવ્યું ત્યારે ટ્રસ્ટી કહે ‘સાહેબાં પાણી ઉકાળવાના કામ માટે અહીં ભાઈઓ મળતાં નથી. તેથી વર્ષોથી આ બાઈ તો અહીં પાણી ઉકાળે
,
૩
માથા છે તે
ય ક ા