Book Title: Vismi Sadini Viral Vibhuti Part 01
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
• ગોચરી બાબત નિર્દોષતા માટે ખૂબજ ચોકસાઈ કરતાં. ઘરોમાં ગોચરી જતાં ત્યારે કે મહાત્મા ગોચરી લઈ આવ્યા હોય ત્યારે તે દોષિત છે કે નિર્દોષ તેની સ્પષ્ટતા કરવા સરકારી
સી.બી.આઈ. ઓફીસરની માફક ખૂબજ ઝીણવટપૂર્વક ચકાસણી કરતાં હતા.
• સ્વાધ્યાયાદિ માટે જોઈતા પુસ્તક કે કોઈપણ વસ્તુ લેતા-મૂકતાં પૂંજવા-પ્રમાર્જવાનો અવશ્ય ઉપયોગ રાખતાં હતા.
• કાગળ-કપડાં વગેરેની પારીઠાવણી ગૃહસ્થ પાસે ન કરાવતાં, વિહાર દરમ્યાન પ્રાયોગ્ય સ્થાને સ્વયં અથવા સાધુ પાસે કરાવતાં. સ્થંડિલ માત્રાની ભૂમિ જોયેલ છે કે નહીં ? તેની તપાસ કરીને જ મહાત્માને તે રાત્રિના સમયે કે વહેલી સવારે પરઠવવાના અવસરે સંમતિ આપતાં હતા.
• પ્રકાશમાં જ પડિલેહણ કરવા દેતાં પડિલેહણ અવસરે દાંડો પડિલેહણ થયો છે ? કાજો લેવાય ગયો છે? તે જાણીને જ સજ્ઝાય કરતાં હતા.
• સદા સ્વાધ્યાય-ધ્યાનાદિ આરાધનામાં વ્યસ્ત રહેતાં શાસન પ્રભાવનાના કાર્યોના મુહૂર્ત માટે છેલ્લી ઉંમર સુધી પંચાંગના ઝીણા ઝીણા અક્ષરો પણ સૂર્યાસ્ત થયા બાદ પણ વાંચી શકતા
હતા.
• છાપા-મેગેઝીનો વાંચતાં નહીં, કોઈવાર છાપાની જરૂર પડે તો સંઘમાં નવા મંગાવવાને બદલે આજુબાજુકોઈ ગૃહસ્થના ઘરેથી આગલા દિવસનું છાપું મંગાવી વાંચી લેતાં હતા.
• સાધ્વીજી ભગવંતો પાસે સ્વયં થઈ શકતું કોઈ કામ કરાવતાં નહીં. ૬૮ વર્ષ ૬ માસને ૨૦દિવસના સંયમપર્યાયમાં કોઈ સાધ્વીજી ભગવંતને કપડાં-કામળીનો કાપ કાઢવા દેતાં નહીં. અરે!૯૦-૯૨ વર્ષની ઉંમરે પણ તૂટેલા પાત્રા-તરપણી પોતે સાંધી રંગ કરતાં તે વખતે સહવર્તિ મુનિઓ પરાણે તેમની પાસેથી લઈને જાતે રંગાદિ કરતાં હતા, ઓઘો પણ જાતે ટાંકતાં હતા.
• કોઈ સાધુ, ગૃહસ્થ કે સાધ્વીજી ભગવંત સાથે પણ એકાંતમાં વાતચીત કરવા બેસે તે તેમને જરાય પસંદ ન હતું.
• ઉપાશ્રયમાં એકલા બેન કે સાધ્વીજી ભગવંતને પ્રવેશ કરવા સખત નિષેધ કરતાં. અને બેનોને દેરાસર-ઉપાશ્રયમાં માથું ઓઢચા વગર પ્રવેશ નહીં કરવા સુચન કરતાં.
• જિનાલયમાં પ્રવેશતાં જ પ્રભુને જોઈને પ્રસન્ન થઈ જતાં અને જૈફ વયે પણ છેલ્લા વર્ષો
તપથી ભાવોમનું શમન થાય.
સુધી બહુમાનપૂર્વક પરમાત્માને ત્રણ પ્રદક્ષિણા આપવાનો અવશ્ય આગ્રહ રાખતા હતા. જિનાલયમાં નિત્ય દેવવંદન કરતાં, ત્યારબાદ વિવિધ આરાધનાના ખમાસમણા તથા કાઉસ્સગ્ગ કરતાં હતા.
• અંધારામાં કે ધુમ્મસવાળા વાતાવરણમાં વિહાર કરતાં નહીં. સદા સંયમ-જયણા માટે જાગ્રત !
• વિહાર દરમ્યાન જે દિવસે જે સ્થાનથી સિદ્ધગિરિ કે રૈવતગિરિ પહાડના દર્શન થાય ત્યારે ચાલુ વિહારમાં જ તે સ્થાને અટકી તે ગિરિવરોના દેવવંદન-ખમાસમણાકાઉસ્સગ્ગ વિધિ કરી આગળ વધતાં. અને પછી નિત્ય તેના દર્શન થાય ત્યારે ત્યાં અટકી નિત્ય આરાધના કરી આગળ વધતાં હતા.
• માંદગીના દિવસો બાદ કરતાં જીવનમાં લગભગ પુરીમુદ્રના પચ્ચક્ખાણ કરતાં અને નિત્ય જાપ-ધ્યાન તથા સ્વાધ્યાયાદિ આરાધના ન થાય ત્યાં સુધી પચ્ચક્ખાણ પારતાં નહીં.
• વિહાર દરમ્યાન ઉતરવાના સ્થાને ગૃહસ્થ પાસે વસતિની યાચના કરીને વસતિમાં ઉતરતાં અને ઘણીવાર વિહારમાં થાકના કારણે કોઈના સ્થાનમાં બાંકડા ઉપર કે ખુરશી ઉપર બેસવાનો અવસર આવે ત્યારે તેની રજા મેળવીને તેનો ઉપયોગ કરતાં અને છેલ્લે જતી વખતે તે વસ્તુ તેને સોંપીને, જાણ કરીને વિહાર કરતાં હતા.
• વિહાર દરમ્યાન ઉપધિ ઉપાડવા માટે કોઈ માણસને સાથે ન રાખતાં અને સ્થાનમાં પહોંચ્યા બાદ કોઈ ફાનસ આદિનો ઉપયોગ કરાવતાં નહીં.
તપથી વૈરાગ્યભાવની વૃદ્ધિ થાય.
૧૨૩