Book Title: Vismi Sadini Viral Vibhuti Part 01
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
૧૨૨
• સ્વ અને સ્વાશ્રિત મહાત્માઓના બ્રહ્મચર્યના રક્ષણ માટે અત્યંત જાગૃત હતાં.
• બે વર્ષની બાળકી પણ માથું ઓઢ્યા વગર વાસક્ષેપ નંખાવવા આવી ન શકે.
• સાધુઓની સાથે ગૃહસ્થ કે સાધ્વીજી ભગવંત, કોઈ પણ વિજાતીય વ્યક્તિના વસ્તુઓની લેવડ-દેવડ કે વાતચીતના સંબંધ પ્રત્યે સતત લાલ આંખવાળા રહેતા.
• કોઈના પત્રો આવે તો તેની પાછળ ખાલી જગ્યા હોય તેમાં જ પ્રત્યુત્તર લખીને તે કાગળ પાછા મોકલતાં. અરે! કોઈવાર તે પત્રમાં ખાલી જગ્યાના અભાવે તેના લખાણની લીટીઓ વચ્ચેની ખાલી જગ્યામાં લખીને પણ જવાબ લખતા હતા.
• કોઈના પત્રમાં સ્ટેપલર પીન મારેલી આવે તો સૌ પ્રથમ તે પીન કાઢીને કોઈને વાગે નહીં તે રીતે બે બાજુથી વાળીને કોઈ ખૂણામાં મૂક્યા વગર આવેલ પત્ર વાંચવાનો શરૂ ન કરે !૨ખે ને !પ્રમાદથી ભૂલી જતાં કોઈને વાગી જાય તો!
• સદા સ્વાવલંબી જીવન જીવવા માટે અંતિમ દિવસો સુધી સજ્જ રહ્યા હતા. સેવા કરનાર હાજર હોવા છતાં જો તેને ખ્યાલ ન આવ્યો હોય તો સામેથી કોઈ કામ ચીંધવાને બદલે સ્વયં ઊભા થઈ તે કામ કરવા લાગે.
• વિહાર દરમ્યાન પાણી ઠારવા માટે વાસણની જરૂર હોય તો સાધુએ સ્વયં ગૃહસ્થના ઘરે જઈ સંયમપૂર્વક લાવવા અને પાછા આપી આવવાનો આગ્રહ
રાખતા.
• પત્રો લખવા માટે નવા પેડો મંગાવવાને બદલે લગભગ જૂના કાગળોથી કામ ચલાવતા
હતા.
• સંયમજીવનના ૬૮ વર્ષ ૬ માસ અને ૨૦ દિવસ દરમ્યાન સ્વયં પોતાની પાસે સમય જોવા માટે કોઈ ઘડીયાળ રાખી નથી. અરે! રાત્રિના સમયનો ખ્યાલ મેળવવા માટે આકાશદર્શન કરી નક્ષત્રોના સ્થાનના અભ્યાસ વડે લગભગ સમય જાણી લેતા.
• ગોચરી દરમ્યાન સદા સહાયક વૃત્તિવાળા રહેતાં, જો માંડલીની ગોચરીમાં કોઈવાર ખૂબ ગોચરી વધી હોય તો શક્યતઃ વધુ ખપાવવા સદા તત્પર રહેતા અને ગોચરી ખપાવ્યા બાદ તરત જ બીજા દિવસના ઉપવાસ કે અક્રમના ધારણા અભિગ્રહ પચ્ચક્ખાણ તરત કરી લેતાં હતા. અરે ! ૮૦ થી ૯૬ વર્ષની ઉંમરમાં પણ પોતે વાપરી લીધું હોવા છતાં વાપરી રહેલા મહાત્માઓને છેલ્લે અવશ્ય પૂછતાં કે “ગોચરી પતી જશે ને ? વધે તેમ તો નથી ને ? હું પચ્ચક્ખાણ કરી લઉં?’’ આવી જૈવયે પણ ગોચરી ખપાવવા દ્વારા સહાયક બનવા સદા તત્પર રહેતા હતા.
• સહવર્તિ મહાત્માઓ ગોચરી લઈ આલોવતી વખતે સાહેબને ગોચરી બતાવે ત્યારે તેઓ ચીવટપૂર્વક ગોચરી જોતાં, વિગઈ-ફરસાણાદિ વિકારક અને આસક્તિકારક દ્રવ્યોની પ્રચુરતા જોઈને ટકોર કરવામાં કે ઠપકો આપવામાં પણ મહાત્માના આત્મહિતના લક્ષના કારણે લેશમાત્ર ક્ષોભ રાખતા નહીં.
•
ઈર્યાસમિતિના પાલનપૂર્વક ગમનાગમન કરતાં હતાં અરે! ૯૬ વર્ષની ઊંમરે બિમારીમાં એકવાર મુસલમાનભાઈ ચાલવાની કસરત કરાવતા હતા ત્યારે ચાલતાં ચાલતાં અચાનક અટકી ગયા.. પેલો યુવાન કહે શું થયું ?’ સાહેબ કહે, “જો નીચે કીડી જાય છે ધ્યાનન રાખીએ તો તે મરી જાય !” ૯૬ વર્ષની ઉંમરે પણ કેવી તેજ નજર અને ઈર્યાસમિતિના પાલનનો આગ્રહ!
• હંમેશા નિરવદ્યભાષા બોલતા કોઈ સાવદ્ય ભાષાનો ઉપયોગ નહીં. ગૃહસ્થો આવ્યા હોય તો તેના ધંધા-પાણી કે સંસારી કોઈ વાતો ન કરતા માત્ર ધર્મ આરાધનાની વાતો કરતાં. શ્રાવકો સાથે કોઈ ઠઠ્ઠા-મશ્કરીની વાતો ન કરે. સંઘ-સમુદાય-શાસનની પરિસ્થિતિથી હંમેશા ચિંતાતુર રહેતાહતા.
તપથી ઔદાસીન્યભાવનું આસ્વાદન થાય.
તપથી ભવરોમનો નાશ થાય.