Book Title: Vismi Sadini Viral Vibhuti Part 01
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
• ગૃહસ્થની કોઈ વસ્તુની જરૂર હોય તો તેના ઘરે જઈ લઈ આવતાં અને કામ પૂર્ણ થતાં પાછી આપી આવતાં હતા.જેથી ગૃહસ્થ દ્વારા જવા-આવવાની વિરાધના ન થાય! | • વિહાર અને ઉંમરના કારણે પગના દુખાવો હોવા છતાં શેક આદિ માટે કોઈ ઈલેકટ્રીક સાધનનો ઉપયોગ ન કરાવતાં જરૂર પડે ત્યારે તેલ અથવા બામ લગાડી કામ ચલાવતાં અને કોઈવાર ન છૂટકે ગરમ પાણીનો શેક કરતાં હતા. (માંડલી માટે આવેલ હોય તે જ પાણી, સ્પેશ્યલ કરાવતાં નહીં.)
• વરસાદના દિવસોમાં જો વરસાદ ચાલુ હોય તો ઉપવાસ કરી લેતાં પરંતુ ઉપાશ્રયમાં કોઈ દિવસ ગોચરી મંગાવતા નહીં. સામેથી લાવેલ અભ્યાહત દોષયુક્ત ગોચરી વહોરતા નહીં.
• ઉપાશ્રયમાં આમળાના મુરબ્બા કે ચ્યવનપ્રાશ વગેરે ખાદ્ય પદાર્થોના ડબ્બા રખાવવાના સખત વિરોધી હતા.
• સ્વપચ્ચખાણમાં કચ્છ એવી જે નિર્દોષ ગોચરી મળે તેનાથી ચલાવી લેતાં પરંતુ કોઈ દિવસ ગોચરીની પ્રશંસા કે નિંદા કરતાં નહીં. 1 • ઉગ્ર વિહાર કરી પહોંચ્યા બાદ પણ મળેલો સુકો રોટલો અને પાણી કોઈ ઉદ્વેગ કે અરુચિ વગર શમભાવે વાપરતાં હતા.
• નિત્ય સાંજે માંડલીમાં જ પ્રતિક્રમણ કરવાનો આગ્રહ રાખતાં હતા અને છેલ્લી ઉંમર સુધી પ્રતિક્રમણમાં પણ એટલી જાગૃતિ હતી કે કોઈ મહાત્મા સૂત્ર કે
સજઝાયમાં અથવા કોઈ ગૃહસ્થ થાય કે સ્તવન બોલવામાં કોઈ ભૂલ કરે તો તરત જ તેઓશ્રી તેને અટકાવી સાચા શબ્દનો ખ્યાલ આપતાં હતા. જૈફ વયે પણ કેવો ઉપયોગ! | • કોઈ પણ સમુદાયના કોઈ સાધુ કોઈ કારણસર સંયમજીવનમાં અસ્થિર થયેલ હોય અને તેમના શરણે આવે તો પરંપરા વાત્સલ્યભાવ સાથે તેને સંયમજીવનમાં સ્થિર કરવાની કુશળતા તેઓશ્રીમાં હતી.
• કોઈ મુમુક્ષુ આત્મા સંયમજીવન માટે તાલીમ લેવા આવે તો તેને પૂરેપૂરા વાત્સલ્યભાવથી તૈયાર કરી તેને જ્યાં જે મહાત્મા પાસે દીક્ષા લેવી હોય ત્યાં જવા માટે સંમતિ આપવા સાથે ભલામણ પત્ર વગેરે યોગ્ય વ્યવસ્થા પણ કરી દેતાં હતા. કેવી નિઃસ્પૃહતા!
• સાધુઓના સંયમજીવનની સલામતી માટે સાધુઓ સંઘાટકમાં ગોચરી જાય તેવો હંમેશા તેમનો આગ્રહ રહેતો હતો.
• દેરાસરના દર્શનાર્થે સો ડગલામાં જવાનું હોય તો પણ અવશ્ય કામની સાથે લઈ જવાનું કહેતા, ભૂતકાળમાં કોઈ મહાત્મા લઈ ગયા ન હતા અને વરસાદ પડવાથી ૬ કલાક દેરાસરમાં બેસવું પડ્યું તેમને કામળી લીધા વગર જવા માટે આ. પ્રેમ. સૂ. મ. સા. એ છઠ્ઠનું પ્રાયશ્ચિત્ત આપેલ હોવાનો દાખલો આપતાં હતા. | • સો ડગલામાં ગોચરી-પાણી લેવા જવાનું હોય તો પણ કામળી-દાંડો સાથે લઈને જ જવાનું કહેતાં હતા.
• ઉપાશ્રયમાં કોઈપણ મહેમાન સાધુ આવ્યા હોય તો તરત ઔચિત્યપાલનપૂર્વક ઉચિત વ્યવહાર કરવા સાધુઓને સુચન કરતાં અને આસન-સ્થાન પ્રદાન કરી ગોચરી-પાણી વપરાવતાં હતા. માંડલીમાં આવેલ વિશિષ્ટ દ્રવ્યો મહેમાન-બાલ સાધુઓને જાતે વપરાવતાં અને પોતે લખું આયંબિલ કરતાં હતા.
• ઉપાશ્રયના કોઈપણ ખૂણામાં ક્યાંય જો પાટ કે ટેબલ વગેરે ખસેડવાનો અવાજ આવે તો તરત પોતાના સ્થાનથી રાડ પાડતાં કે “ કોણ છે આ ? અરે ! ઉપાડીને મૂકો.” કેવા જીવદયાના પરાકાષ્ટાના પરિણામ કે રખે ને કોઈ જીવપાયા નીચે પીલાઇ ન જાય!
સામાન્યથી મચ્છરોથી રક્ષણ માટે ગમે તેવી ગરમીમાં પણ ઓઢીને સુવાનું રાખતાં હતા, કોઈ સ્થાને અતિમચ્છરનો ઉપદ્રવ હોય અને રખે ને તે મરી ન જાય ! તે માટે પોતાના
તપથી મનોવાંછિતની પૂર્તિ થાય.
તપથ બ્રહ્મર્યમાં ઠઢતા થાય.