Book Title: Vismi Sadini Viral Vibhuti Part 01
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
અવાર-નવાર છાપામાં આવતી હતી. બાળવયથી જ જિનવાણીના શ્રવણની રુચિ ધરાવતા હીરાભાઈએ લાલબાગમાં મુનિ રામવિજયજીના વ્યાખ્યાનના સમાચાર જાણ્યા... વ્યાખ્યાનના સમયે પહોંચી ગયા ઉપાશ્રયમાં અને પહેલા જ દિવસથી મુનિવરની વાણીએ એવું કામણ કર્યું કે સવારે જિનવાણી શ્રવણનો તેમનો નિત્યક્રમ થઈ ગયો.. હૈયામાં પડેલી ધર્મસંસ્કરણની ફળદ્રુપ ભૂમિ ઉપર વૈરાગ્યભાવનું વાવેતર થઈ ગયું...
साधूनां दर्शनं पुण्यं, तीर्थभूता हि साधवः । तीर्थस्तु फलति काले, सद्यः साधुसमागमः॥
(સાધુપુરુષનું દર્શન પણ મહાપુણ્ય મળે છે, સાધુઓ તો તીર્થ સમાન છે, અરે ! તીર્થોની યાત્રા તો કાળક્રમે ફળ આપનારી છે જ્યારે સાધુપુરુષોનો સમાગમ તો તાત્કાલિક ફળ આપનારો છે.)
એક ઘડી આધી ઘડી આધી મેંપુનિ આધ, સમાગમ કરે સન્ત કા, કોં કોટિ અપરાધ. વૈરાગ્યરસથી ભરપૂર એવી જિનવાણીના નિત્યશ્રવણથી સંયમબીજના અંકુરા ફુટવા લાગ્યા અને સંયમ ગ્રહણ કરવાનો દૃઢ સંકલ્પ કર્યો... હીરાભાઈના જિનવાણી શ્રવણના નિત્યક્રમને જોઈ વડીલબંધુ માણેકભાઈને પણ જિનવાણી શ્રવણની તૃષા લાગી... એકવાર હીરાભાઈ સાથે તે પણ મુનિવરની અમૃતવાણીનું સુધાપાન કરી પાવન થયા અને એવું તો ઘેલું લાગ્યું કે હવે જિનવાણી તેમનું વ્યસન થઈ ગયું... રોજ-રોજ જિનવાણીના જલથી આત્મા ઉપર રહેલો કર્મમલ સાફ થતાં થતાં માણેકભાઈના આત્મામાં રહેલા ચારિત્રના ગુણો પ્રગટ થયા.
गुरवः पान्तु नो नित्यं, ज्ञानदर्शननायकाः। 5 चारित्रार्णवगम्भीरा, मोक्षमार्गोपदेशकाः॥
(જ્ઞાનદર્શનના નાયક, ચારિત્રરૂપી સાગર જેવા ગંભીર, મોક્ષમાર્ગના ! ઉપદેશક એવા ગુરુભગવંતો અમારું રક્ષણ કરો.)
આ જ ભાવમાં રમવા લાગ્યા... હીરાભાઈને વાત કરી.... સંયમગ્રહણ કરવાની તીવ્ર ભાવના હોવા છતાં કૌટુંબિક જવાબદારીઓના ભારને કારણે હીરાભાઈ તે વખતે લાચાર હતા, જ્યારે માણેકભાઈને કોઈ સંતાન ન હોવાથી અને ધર્મપત્નીની સંમતિ હોવાથી ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ થતાં તાત્કાલિક દીક્ષા ઉદયમાં આવી ગઈ...પૂજ્ય ગુરુભગવંતના સાંનિધ્યમાં રહી સંયમતાલિમ ગ્રહણ કરીને માણેકભાઈએ અન્ય કૌટુંબિક જનોનો વિરોધ હોવા છતાં સ્વપનીની સંમતિ સાથે કુટુંબની પાછળની વ્યવસ્થા હીરાભાઈને સોંપીને વિ.સં. ૧૯૮૭ના માગશર વદ-૯ ના દિવસે મુંબઈના અંધેરીમાં પ્રવ્રજ્યા ગ્રહણ કરી... તેઓ પ.પૂ.પં.શ્રી રામવિજયજીના શિષ્ય મુનિશ્રી મૃગાંકવિજયજી બન્યા. વડીલબંધુની દીક્ષા થતાં હીરાભાઈના સંયમગ્રહણ માટેના ભાવો વધુ તીવ્ર બન્યા...
પરમ પૂજ્ય ઉપાધ્યાયશ્રી પ્રેમવિજયજી અને મુનિ રામવિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં વિ.સં.૧૯૮૭ના વર્ષે ચાતુર્માસ આરાધના કરવા માટે પાંચ વર્ષના સ્વપુત્ર ચીન સાથે પાટણમાં રહ્યા... ચાતુર્માસ દરમ્યાન ચઢતા પરિણામ સાથે આરાધના કરતાં કરતાં પુત્ર ચીનને પણ વૈરાગ્ય સરોવરમાં ડૂબકી મરાવતા હતા.... તેવામાં કારતક સુદ પાંચમજ્ઞાનપંચમીનો દિવસ આવ્યો. બાળ ચીનુએ એકાસણું કર્યું હતું... મોડી રાત્રે ચીનુને પથારીમાં બેઠો થયેલો જોઇને ચારિત્રરત્નોના કુશળ પરીક્ષક એવા પ.પૂ. ઉપાધ્યાય શ્રી પ્રેમવિજયજી મહારાજ સાહેબ પૂછે છે “કેમ ચીનુ! શું થાય છે? ઊંઘ નથી આવતી?” ત્યારે તરસ લાગી હોવાનુ ચીનુએ જણાવ્યું... અનુભવચક્ષુથી આ રત્નની ચકાસણી કરતાં તેમણે પૂછ્યું, ‘ચીન! અહીં ઉકાળેલું ચૂનાનું પાણી છે. તારે ઉપયોગ કરવો છે?' ત્યારે બાળચીનુએ ખૂબ જ નિખાલસતાપૂર્વક કહ્યું, ‘સાહેબજી! એકાસણાના પચ્ચકખાણમાં આપણે રાત્રે પાણી કેવી રીતે પીવાય? મારે પાણી નથી પીવું.’ ચીનના આ શબ્દોએ ઉપાધ્યાય ભગવંતના માનસ ઉપર એક અનોખી