Book Title: Vismi Sadini Viral Vibhuti Part 01
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
૪૦૦ કિ.મી.નો પગપાળા વિહાર કરી મહા માસમાં પુનઃ માણેકપુર પધાર્યા...
સિદ્ધાચલ તીર્થધામનું કામકાજ ઝડપભેર ચાલું થયું અને ચૈત્ર માસમાં અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થયું... ચૈત્ર સુદ ચૌદશના દિવસે પૂજ્યશ્રી સાથે પરમ પૂ. આ. પ્રભાકરસૂરીશ્વરજી મહારાજાની શુભ નિશ્રામાં સિદ્ધાચલ પહાડની મિની રચનાના શિખરે પ્રતિષ્ઠા થઈ... ગામના જૂના દેરાસરના શિખરમાં સુમતિનાથ પરમાત્માની અને ગુરુમંદિરમાં પુંડરીકસ્વામી, ગૌતમસ્વામી અને સુધર્માસ્વામીની પ્રતિમાજીઓની પ્રતિષ્ઠા સાથે પ.પૂ. મણિવિજયદાદા, પ.પૂ. બુદ્ધિવિજય મ.સા, પૂ. આ. વિજયાનંદસૂરિ મ.સા., પૂ. કમલ સૂ.મ.સા., ઉપા. પ.પૂ. વીરવિજય મ.સા., પ.પૂ.આ. દાન સ.મ.સા., પ.પૂ.આ. પ્રેમ સૂ.મ.સા., પ.પૂ.આ. રામચન્દ્ર સૂ.મ.સા. તથા પૂજ્યશ્રીના રજોહરણદાતા પ.પૂ. સિદ્ધિ સૂ. મ.સા.ની ચરણપાદુકા તથા પ્રતિકૃતિની સ્થાપના કરવામાં આવી હતી...
વૈશાખ સુદ ૬ ના જૂના દેરાસરની સાિિગર તથા જેઠ સુદ ૧૦ ના ગુરુમંદિરની સાલગિરિના પ્રસંગો બાદ પૂજ્યશ્રી વિહાર કરી પાનસર, શેરીસા થઈ રાજનગરના મધુવૃંદ સોસાયટી થઈ સોલારોડના ઉપાશ્રયમાં પધાર્યા... ચાતુર્માસ મેમનગરના અરિહંતનગરના સંઘમાં કરવાની જય બોલાવી.. અષાઢ સુદ તેરસના દિવસે ચાતુર્માસ પ્રવેશ કરવાનો હતો પરંતુ ભારે મેઘરાજાની પધરામણીના કારણે રાતથી રાજનગરનો સમસ્ત વાહન-વ્યવહાર ખોરવાઇ ગયો હતો... ચારેકોર જળબંબાકાર સર્જાયો હતો... અમદાવાદના કેટલાક માર્ગોમાં સ્કુટર, ગાડીના બદલે નાવ ચાલવા માંડી હતી... શોપીંગ
Jan Education international
સેન્ટરોના ભોંયરાઓ પાણીથી ભરાઇ જવાથી કરોડો રૂપિયાના નુકશાન થયા હતા... બેંકોમાં ચોપડાઓ પાણીથી ભીંજાયા હતા... મેઘરાજા કેમે કરી વિશ્રામ લેવા તૈયાર ન હતા... પૂજ્યશ્રી નિશ્ચિંત હતા... બહાર ધોધમાર વરસાદ હોવા છતાં મુહૂર્તવેળાએ ચાતુર્માસ પ્રવેશ કરવા તૈયારી કરી અને જ્યાં વિહાર કરવાનો સમય થયો ત્યાં વરસાદ સંપૂર્ણપણે થંભી ગયો અને પૂજ્યશ્રી વિહાર કરી મેમનગરના ઉપાશ્રયમાં પહોંચ્યા ત્યાં પુનઃ ધોધમાર વરસાદ શરૂ થયો... શું મહાપુરુષના સંકલ્પનો પ્રભાવ હશે ? તે અવસરે ચારેબાજુ પાણી ભરાઇ જવાથી રાજનગરના કોઈ ભક્તજનો આવવા પામ્યા ન હતા તો સદ્ભાગ્યે ઘેટીથી આવેલ ભક્તજનોની બસ નિર્વિઘ્ને સમયસર પ્રવેશમાં પહોંચવા સમર્થ બની હતી...
ચાતુર્માસના પ્રારંભથી જ પૂજ્યશ્રીના મહાસત્ત્વશાળી શ્રાવક પ્રકાશભાઈએ મૂળવિધિથી વ્યક્તિગત રીતે ઉપધાનતપ કરવાનો પ્રારંભ કર્યો... સાથે કલ્યાણમિત્ર નીતિનભાઈએ સાથ પુરાવ્યો... પ્રકાશભાઈએ ઉપધાનતપના ૪૭ દિવસમાં ૩૯ ઉપવાસ સાથે અપ્રમત્તતાપૂર્વક લાખો નમસ્કાર મહામંત્રાદિ જાપની આરાધના કરી... પર્યુષણ બાદ પૂજ્યશ્રી થોડા સમય વાસણા રોકાયા બાદ શાશ્વતી ઓળીના દિવસોમાં ગૃહચૈત્યોની પ્રતિષ્ઠા કરાવી પુનઃ મેમનગર પધાર્યા... દશેરાના દિવસે અનેક આચાર્ય ભગવંતો, પંન્યાસ પૂજ્યો, તથા મુનિ મહાત્માઓની પાવન નિશ્રામાં શ્રેષ્ટિવર્ય શ્રેણિકભાઈ શેઠ આદિ ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં પ્રકાશભાઈના ઉપધાન તપની મોક્ષમાળનો પ્રસંગ થયો...
વિ. સં. ૨૦૫૦:
ચાતુર્માસ પૂર્ણાહુતિ થતાં પૂજ્યશ્રી રાજનગરના પાલડી વિસ્તારના ઓપેરા સોસાયટીના સંઘમાં પધાર્યા...બેતાલીસ જ્ઞાતિજનો દ્વારા પૂજ્યશ્રીના દીર્ઘ સંયમપર્યાય તથા ઉગ્ર તપશ્ચર્યાદિની અનુમોદનાર્થે સામુહિક આયંબિલ સાથે ગુણાનુવાદનું આયોજન થયું... પૂજ્યશ્રી સંસારીપણે તે જ્ઞાતિના હોવાથી
For Private & Personal y
४४