Book Title: Vismi Sadini Viral Vibhuti Part 01
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
એક લાખ નવકારનો જાપ સુવર્ણગુફાની પાવનભૂમિમાં કરતાં તેના પ્રભાવે આખી ગુફાના વાતાવરણમાં એક અનેરા ખેંચાણનો વિશિષ્ટ અનુભવ થવા લાગ્યો... શાશ્વતી ઓળીના અવસરે અનેક અજૈનોએ વર્ધમાનતપના પાયા તથા નવપદ આયંબિલની આરાધના કરી હતી... દિવાળીના છટ્ટ કર્યા... ચાતુર્માસ પૂર્ણાહુતિ અવસરે ચાતુર્માસ પરિવર્તન માટે લગભગ ૧૪ વિનંતિઓ આવેલ જેમાં મુખ્યતયા અજૈનોની વિનંતિ હતી.. વિ. સં. ૨૦૫૬ :
બેસતા વર્ષે બધાના નામની ચિટ્ટીઓ બનાવી એક ચિઠ્ઠી ઉપાડવામાં આવતા દરબાર ચંદ્રસિંહજી બિહોલાના નામની ચિઠ્ઠી આવતાં તેમને ત્યાં ચાતુર્માસ પરિવર્તન કરવાની જાહેરાત થઈ... ગ્રામ્યજનો આનંદમાં આવી ગયા... કારતક સુદ પુનમના દિવસે સકળ સંઘ તેમને ત્યાં પધાર્યો અને ત્યાં શત્રુંજય મહાતીર્થની પટ સમક્ષ કારતક પુનમની સામૂહિક આરાધના થઈ....
કારતક વદ-૬ના દિવસે ગામના ૨૫-૩૦ અજૈન ભાઈ-બહેનો સાથે પદયાત્રા સંઘ નીકળ્યો... જેમાં અજૈનો નિત્ય એકાસણા સાથે પરમાત્માની પૂજા-પ્રતિક્રમણાદિ ક્રિયામાં જોડાયા... માણેકપુરથી લોદ્રા, મહુડી, શંખપુર, આગલોડ, સરદારનગર થઈ સંઘ વડનગર પહોંચ્યો... વસંતબેન વાડીલાલ
વસા પરિવાર દ્વારા વડનગરથી તારંગા છ'રી પાલિત સંઘનું આયોજન થયું... સંઘપતિ પ્રકાશભાઈ વસાએ સંઘના પ્રારંભદિનથી જ અઠ્ઠાઈના પચ્ચકખાણ કરીને લગભગ ૩૫૦ આરાધક યાત્રિકોને એકાસણામાં રોજ નિતનવી પ-૫ મીઠાઈઓ વપરાવવા દ્વારા સાધર્મિકભક્તિનો લાભ લીધો હતો... માગ. સુદ૨ના સંઘનો મુકામ તારંગાના ડુંગર ઉપર દિગંબર તપોવનમાં હતો.. પૂજ્યશ્રીની આચાર્યપદવીનો દિવસ હોવાથી તે દિવસે લગભગ ૨૫૫ યાત્રિકોને આયંબિલ તપની આરાધના થયેલ... સાંજે તીર્થપ્રવેશ થયો અને માગશર સુદ-૩ના દિવસે સંઘમાળનો પ્રસંગ પણ ઠાઠમાઠથી થયો...
નિત્ય અજિતનાથ દાદાની ભક્તિ કરતાં કરતાં પૂજ્યશ્રીને સિદ્ધશિલાની ટેકરીની પણ યાત્રા કરવાની ભાવના થઈ... એક દિવસ બપોરે અચાનક શિષ્યરત્ન મુનિ નયનરત્નવિજયજીને લઈ ચાલી નીકળ્યા અને અતિવિકટ સિદ્ધશિલાની ટેકરી ચડવાનો પ્રારંભ કર્યો... તેવામાં સ્પંડિલભૂમિ ગયેલા મુનિ હેમવલ્લભવિજયજી પાછા ફર્યા ત્યારે સમાચાર મળતાં તાત્કાલિક સિદ્ધશિલાની ટેકરી તરફ જવા નીકળ્યા... ૯૩ વર્ષની ઉંમરે પણ યુવાનને શરમાવે તેમ દેઢ મનોબળ સાથે કૃશ થયેલ કાયા વડે આ ટેકરીની યાત્રા કરી અને સહેવર્તિ મુનિઓને દેરી પાસે સુતા સુતા બાર લોગસ્સનો કાઉસ્સગ્ન કરાવ્યો હતો...
તારંગાથી વિહાર કરી પૂજ્યશ્રી સીપોર, વડનગરમાં મૌન એકાદશીની આરાધના કરાવી વિસનગર થઈ વાલમ પધાર્યા હતા.. વાલમ તીર્થપતિ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ પરમાત્માની ભક્તિ કરતાં કરતાં પોષ દસમીના સામુહિક અટ્ટમ કરાવવાની ભાવના થતાં જાહેરાત થઈ... લગભગ ૧૦૦ આરાધકો આ આરાધનામાં જોડાયા હતા જેમાં ૨૫ થી ૨૭ માણેકપુરના અજૈનો હતા.. અટ્ટમની આરાધના પૂર્ણ થતા પૂજ્યશ્રી પદયાત્રા સંઘ સાથે વાલમથી મહેસાણા, મોઢેરા થઈ મહાપ્રભાવક શ્રીશંખેશ્વર દાદાના ધામમાં પધાર્યા... પાંચ દિવસની પ્રભુભક્તિ બાદ વિહાર કરી શંખલપુર, બહુચરાજી, રાંતેજ, ભોયણી, નંદાસણ, ખોરજ, બોરુ, ઈટાદરા, માણસા થઈ લગભગ
તારંગાતીર્થ સંઘમાળ પ્રસંગ
Education International
For