Book Title: Vismi Sadini Viral Vibhuti Part 01
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
આ ધૂનનું રટણ કરતાં કરતાં તેમાં લીન, તલ્લીન અને અંતર્લીન થવા લાગ્યા.... દેહની અંતરપીડા વચ્ચે પણ ધીરતા અને સહિષ્ણુતાના સોપાને આરૂઢ થતાં થતાં આગેકૂચ કરી રહ્યા હતા.. ચરણરેણુ શિષ્ય મુનિ નયનરત વિજયજી ચરણોમાં બેસી ચરણકમળની ચાકરી કરી રહ્યા હતા... શ્રાવકજન ચાર બાજુ બેસી અરિહંત ધૂનમાં સાથ પૂરાવી રહ્યા હતા.. લગભગ રાત્રે બાર વાગે પૂજ્યશ્રીના અનન્ય શ્રાવકે પ્રકાશભાઈ વસા તથા જૈનેતર જતીનભાઈ ઠક્કર પણ અમદાવાદથી આવી પહોંચ્યા હતા..
સતત લગભગ એક કલાકના રટણના થાકથી પૂજ્યશ્રીનું મોટેથી અરિહંતપદનું ઉચ્ચારણ કરવાનું બંધ થયું... હવે માત્ર હોઠ ફફડાવતાં અવાજ વગર ૨ટણ કરતાં હતાં. ત્યારે તેઓશ્રીને બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ દાદાના સતત દર્શન થાય તે માટે મુનિ હેમવલ્લભવિજયજીએ શ્રી નેમિનાથ પરમાત્માનો ફોટો પૂજ્યશ્રીની નજર સમક્ષ જ રાખ્યો હતો... તેઓશ્રી એકલીન થઈ પરમાત્માના દર્શન કરતાં કરતાં અરિહંતપદની ધૂનનું લયપૂર્વક રટણ કરતાં હતા.. સાહેબનો ઉપયોગ છે કે નહીં તે ચોક્કસ કરવા મહાત્મા પૂછતાં, “સાહેબ નેમિનાથ દાદા ક્યાં છે ?” ત્યારે તેઓશ્રી ફોટા સામે દૃષ્ટિ કરતાં, વળી થોડીવારે પૂછતાં ગિરનાર ક્યાં છે ? એટલે તરત મોઢું ફેરવી સામે રહેલા ગિરનાર તરફ દૃષ્ટિપાત કરતાં. આ રીતે એકધારી અરિહત ધૂનથી વાતાવરણ ગુંજતું હતું. સૌની સાથે પૂજ્યશ્રી ‘અરિહંત અરિહંત' ના રટણથી હોઠ ફફડાવતાં ફફડાવતાં સમતા શિખરને છેડે આવી અંતે રાત્રે બરોબર ૧૨,૩૯ ના વિજયમુહૂર્તે ટોચ ઉપર સમાધિમરણના આલંબને અરિહંતપદના શ્વેતવર્ણ સુચવતો શ્વેત ધ્વજ આરોપિત કરી દીધો... તેમના શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માએ આ દેહપિંજરનો ત્યાગ કરી અનંતયાત્રાના આગામી મુકામના દિવ્ય દેહને ધારણ કરી દીધો... મૃત્યુલોકની આ ધરા ઉપર પૂજ્યશ્રીનો માત્ર પાર્થિવદેહ અને ગુણદેહ રહ્યો...
થોડીવારમાં જ પૂ. દિવ્યાનંદ મહારાજે આ પાર્થિવદેહ સંઘને ભળાવી દીધો.. ભક્તજનોએ આવશ્યક કર્મ કરી દેહને ઉપાશ્રયના હોલમાં બિરાજમાન કર્યો. અંતિમસંસ્કારયાત્રા તથા અંતિમસંસ્કારઃ
મહાપુરુષના સ્વર્ગગમનના સમાચાર ચારેબાજુ વાયુવેગે ફેલાઈ જતાં ભારતભરના વિવિધ રાજ્યોમાંથી અનેક ભાવુકજનપૂજ્યશ્રીના પાર્થિવદેહના અંતિમ દર્શનાર્થે જૂનાગઢના હેમાભાઈના વંડામાં ઉમટી આવ્યા... માગશર સુદ પુનમના આખો
I II દિવસ જૂનાગઢ જૈનજ ન ત ૨ો ત થ ાં બહારગામથી પધારેલા ભા ય શા ળી ઓ થી| હેમાભાઈના વંડાનો ચોક વિશાળ જનમેદનીથી ઉભરાઇ ઉઠ્યો હતો... સૌના નેત્રો પણ અશ્રુધારાથી ઉભરાયા હતા... એક આંખથી અનેકના બેલી જીવનોદ્ધારક, તારણહાર, વાત્સલ્યનિધિની વસમી વિદાયની વિષમ વેદનાથી શોકાશ્રુ વહેતાં હતા જ્યારે બીજી આંખમાંથી પૂજ્યશ્રીએ જીવનના અંતકાળ પયંત દુર એવા કર્મરાજાની સામે દુન્દુ યુદ્ધ ખેલી શૂરવીરતાપૂર્વક સમતા સમાધિની જયપતાકા ગગને લહેરાવી તેના હર્ષાશ્રુ વહેતાં હતા...
પૂજ્યશ્રીના પાર્થિવદેહની અગ્નિસંસ્કારવિધિ માટે સુયોગ્ય સ્થાન માટે વ્યવસ્થાપકો દ્વારા સવારથી દોડાદોડ ચાલતી હતી.. ગિરનારની ભવનાથ તળેટીમાં અનેક જગ્યાઓ જોવામાં આવી પરંતુ કોઈના વિચારમાં તે તે સ્થાનો
૮ર
પૂજ્યશ્રી નિર્દોષભિક્ષાચર્યાના ગવેષક હતા...