Book Title: Vismi Sadini Viral Vibhuti Part 01
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
પૂજ્યશ્રી
નો ફણસ
Sdl...
ભીષ્મ તપસ્વી, દીર્થસંયમી, સુવિશુદ્ધસંયમી, પ્રચંડ સત્ત્વના સ્વામી, શ્રીસંઘહિતાર્થે સતત ચિંતાશીલ અને ઝઝુમનાર, તપ/સંયમ અંગે ચમત્કારસર્જક હારમાળાનાં સર્જનહાર, કઠોર આચારપાલક પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય હિમાંશુસૂરીશ્વરજી મહારાજાના સમાધિપૂર્વક કાળધર્મના સમાચાર મળેલા, આઘાત લાગ્યો. આ કાળમાં આવી તપસાધના લગભગ અશક્ય જેવી કહેવાય !!! એટલે આવાં તપસ્વી મહાત્માની ખોટ હવે કયારેય નહીં પૂરાય. એવું પ્રતીત થયા વિના રહેતું નથી... અને એ જ વિચાર દિલને વ્યથિત કરી દે છે. ખરેખર ! શ્રીસંઘે એક અણમોલરત્ન ગુમાવ્યું છે એમનું અસ્તિત્વ માત્ર પણ પોતાની તપોસાધનાના બળે શ્રીજૈનશાસન અને શ્રીજૈનસંઘ પર આવતી/આવનારી કેટલીય આફતોનો પ્રતિકાર કરીને નિવારણ કરનાર હતું.
તેઓશ્રીનું સાંનિધ્ય પાવન હતું !!! તેઓશ્રીનું દર્શન પુણ્ય કરનારું હતું !!! તેઓશ્રીનું સ્મરણ પણ માંગલ્ય ફેલાવનાર હતું !!!
આવા અવ્વલકક્ષાના સાધક મહાત્માની સાધનાનું સ્મરણમાત્ર પણ આપણને નત મસ્તક કરી દે છે.
પૂજ્યશ્રીની તપોમય સાધના, સતત સાધનાની પ્રેરણાના પીયુષપાન કરાવતી રહો એવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના.
આ. અભયશેખરસૂરિ | આજે સવારે વિહારમાં દાદરથી આવતાં પાર્લામાં સમાચાર મલ્યા અને આંચકો લાગ્યો.... ઇર્તામાં આવી સકલશ્રી સંઘ સાથે દેવવંદન કર્યું..... પૂજ્યશ્રીના કાંક ગુણાનુવાદ કર્યા.... અતિદીર્ઘ સંયમી, તપસ્વીસમ્રાટુ, વયોવૃદ્ધ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજયહિમાંશુસૂરીશ્વરજી મહારાજાની ઉપસ્થિતિ અનેક વિદનોને દૂર કરતી હતી.... આજે તેઓની અનુપસ્થિતિ ધુંધળા ભાવિકાળની સૂચક બની છે.
જીવનની છેલ્લી પળ સુધી સંયમજીવનની અદ્ભુત પરિણતિ... શ્રીસંઘની હિતકારી ભાવનાવાળા તપસ્વી પૂજ્યશ્રી તો મોક્ષની નિકટ થનારા સ્થાને ગયા હશે... પણ જયાં હોય ત્યાંથી આપણા સૌ પ્રત્યે કૃપા-કરુણા એવી નિરંતર વરસાવે કે જેથી આપણે વેગવેગે એમની સાથે મોક્ષમાં પહોંચી શકીએ.
ઉપા.વિમલસેન મ.સા. પં. નદીભૂષણવિજય - ઈર્લાબ્રીજ
પૂજ્યશ્રી આટલાં જલદીથી આપણા બધાની વચ્ચેથી ચાલી જશે.... તે કલ્પના ન હતી. દૂર રહેતા અમને ગંભીરતા ન સમજાય! ખેર ! જે બન્યું તેનો સ્વીકાર કરવો જ રહ્યો.
પં. યશોભૂષણવિજય - મલાડ
આજે અખબાર દ્વારા પૂ. આ.શ્રી ના કાળધર્મના સમાચાર જાણી આઘાત લાગ્યો. દેવવંદન કર્યા. બપોરે વ્યાખ્યાનમાં પૂજ્યશ્રીના ગુણાનુવાદ કર્યા. - પૂજ્યશ્રી અજોડ તપસ્વી હતા આટલી મોટી ઉંમરે આયંબિલ ચાલુ રાખવા, ચાલીને વિહાર કરવો વગેરે તેમની અડગતા માથુ ડોલાવી દે તેવી હતી. વળી, પ્રસન્નતા એટલી જોરદાર કે પાસે બેસનાર પણ એ પ્રસન્નતાથી તરબતર થઇ જાય.
પં. મુક્તિચન્દ્ર/મુનિચન્દ્ર વિ. - ખાખરેચી