Book Title: Vismi Sadini Viral Vibhuti Part 01
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
અમદાવાદથી વાયા કલ્પેશભાઈ દ્વારા પરમતપસ્વી, વિશુદ્ધસંયમી, પ્રશાંતમૂર્તિ, પૂજ્યપાદશ્રીના કાળધર્મના સમાચાર હમણાં જ આવ્યા.
વ્યથિત હૈયે સહુએ દેવવંદન કર્યું આજના કાળે જે સંયમજીવન જીવવું દુઃશક્ય નહીં પણ અશક્ય જેવું લાગે એ સંયમજીવન જીવીને પૂજ્યશ્રીએ આપણા સહુને એક જબરદસ્ત આદર્શ પૂરો પાડ્યો હતો. સુંદર આલંબન પુરું પાડ્યું હતું.એ પુણ્યપુરુષના લખલૂટ ગુણવૈભવને અલ્પસમય માટે નજીકથી નિહાળવાનું સદ્ભાગ્ય મને સાંપડ્યું હતું.
જે જોયું હતું એને શબ્દોમાં ઉતારવું સર્વથા અશક્ય છે
તપની સાથે ત્યાગ,ત્યાગની સાથે પ્રસન્નતા,પ્રસન્નતાની સાથે પ્રવિત્રતા, પવિત્રતા સાથે પરિણતિ,પરિણતિ સાથે પ્રેમ, પ્રેમ સાથે ઉદારતા...આ લીસ્ટ ઘણું લાંબુ થાય તેમ છે.
એ પુણ્ય પુરુષ તો અહીંથી પધારીને મોક્ષની નજીક પહોંચ્યા છે પણ અહીં રહી ગયેલા આપણે સહુ એમની વિદાયથી સાચે જ દરિદ્ર બની ગયા છીએ.
આ મહાપુરુષ સદાય આપણા પર સંયમશુદ્ધિના આશીર્વાદ વરસાવતા રહે એ જ આજે અમે તેઓશ્રી પાસે યાચીએ છીએ.
આ.રત્નસુંદરસૂરિ – વડગાંવ
ન ના થકી નવમા તારા वामदेवायविवेदी दिव्यवसायाश्रय
Tim ના કામ માધારTI रामभित हिमायतमंचासामयिकीन कामाविलेममयाजालिमोमाययतत्पर २५
નથી કે
ચર્ચા છેદગ્રંથનાણાતા
જ
કેમ
હillion
સંયમચુસ્તતા, તપની તેજસ્વિતા, દૃઢ મનોબળ, વચનસિધ્ધતા, જયોતિર્વેત્તા, જેવા અનેક ગુણોના આકર હતા, તેઓશ્રીના આત્માને પરમશાન્તિ અને પ્રભુશાસન શીધ્ર પ્રાપ્ત થાઓ એ જ અભ્યર્થના.
આ.કુલચન્દ્રસૂરિ – બોરીવલી
| જિનશાસનના ગગનમાંથી એક તેજસ્વી તારલો વિલય પામી ગયો. સમાચાર મળ્યા આઘાત સાથે અત્યંત દુઃખની લાગણી થઇ પૂજ્યશ્રીના સાન્નિધ્યને માણ્યું છે. તેમના તપના અને ઉત્કૃષ્ટ સંયમના પ્રભાવમાં ઝીલાયા છીએ એટલે કયારેય ન ભૂલાય એવી સ્મૃતિ જીવંત છે.
પૂજ્યપાદશ્રીના જવાથી શાસનને કયારેય ન પુરાય તેવી ખોટ પડી છે. ગુણાનુવાદ કરતાં આંખો ભીની થઇ ગઇ. ગુણવાન પાછળ ગુણોની સુવાસ મૂકતા જાય છે. પરમાત્મા એમને જ્યાં હોય ત્યાંથી શાસન એકતાના કાર્યને વેગ આપવા સામર્થ્ય આપે અધુરુ કાર્ય હવે દેવ બનીને પુરુ કરે એવી અભ્યર્થના
| ચાલુ પ્રવચને પૂજ્યશ્રીની વિદાયના આઘાતજનક સમાચારો મળતાં પ્રવાહ થંભી ગયો. શ્વાસ રુધાઈ ગયો અને આંખે અશ્રુધારાઓ વહી ગઇ.
*તપધર્મની જીવંત જાગૃત જ્યોત વિલીન થઇ. | *કાયબળી તો ઘણા જોયા પણ મનોબળીનો એક માત્ર પૂરાવો આપણી નજરોથી દૂર થઇ ગયો. *પ્રવચનો/ વાચનાઓમાં પૂજ્યશ્રીનાં ગુણાનુવાદ કરીને મન મનાવીએ છીએ.
આ.હેમરત્નસૂરિ – શાહપુર
જિનશાસનની એકતા માટે વર્ષો સુધી આયંબિલતપ આરાધના તથા જીવનમાં અનેકવિધ આરાધના દ્વારા પોતાના જીવનને ધન્ય બનાવનાર મારા પૂજ્ય ઉપકારી દીક્ષાદાતા પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય હિમાંશુસૂરી મ.સા. ના કાળધર્મ પામ્યાના સમાચાર સાંભળી આઘાત લાગ્યો.... જિનશાસનના ગગનમાં સહુથી પર્યાયવયસ્થવિર પૂજ્યશ્રીની ખોટ પુરાય તેમ નથી...
આ. જગવલ્લભસૂરિ - નાસિક