Book Title: Vismi Sadini Viral Vibhuti Part 01
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
“શાન્તસુધારસ” નામના મહાકાવ્યમાં ઉપાધ્યાય વિનયવિજય મહારાજ નવમી નિર્જરાભાવનાનું ગુણગાન કરતાં એક શ્લોકમાં તપને નમસ્કાર કરતાં જણાવે છે કે
निकाचितानामपि कमर्णां यद् गरीयसां भूधरदुर्धराणाम् ।
विभेदने वज्रमिवातितीव्रम् नमोऽस्तु तस्मै तपसेऽद्भुताय ॥ ४ ॥
અતિ મહાન પર્વતને કાપવા માટે જેમ વજ્ર સમર્થ હોય છે તેમ તપને સહારે નિકાચિત પ્રાયઃ કર્મ પણ વિનષ્ટ થઈ જાય છે. એવા અદ્ભુત પ્રભાવશાળી તપને નમસ્કાર થાઓ.
સંયમધર આત્માઓનું એકમાત્ર સાધ્ય હોવું જોઈએ મોક્ષ એટલે કે મુક્તિ. શિવરમણીના મધુર મિલનની કલ્પનામાત્રથી માધુર્ય વરસે છે. આ માધુર્ય સંયમીને આનંદથી ભરી દે છે, તેથી જ શાસ્ત્રકાર ભગવંતોએ શિવરમણીને મળવા માટે એક સુંદર ઉપાય શોધી કાઢ્યો છે તપશ્ચર્યાનો. આ તપશ્ચર્યાની સાથે જ્ઞાનદશા ભળવાથી તે આત્મા ધીમે ધીમે સાધ્યની નિકટતા પ્રાપ્ત કરવાથી માધુર્યતામાં વૃદ્ધિ થતાં અપૂર્વ આનંદની અનુભૂતિ કરવા લાગે છે.
આ તપશ્ચર્યા શું છે?
શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે આત્મા ઉપર કર્મોનું આવરણ છવાયેલું છે. પરમ સુખ અને અક્ષય શાંતિ સ્વરૂપ શિવરમણીનું મધુર મિલન પામવા માટે આ આત્માને કર્મના બંધનોથી મુક્ત કરવો અનિવાર્ય છે. અને આ આત્માને ભવોભવના ભ્રમણમાં ભટકાવનાર કર્મબંધને તોડવાનું અપૂર્વ અને એકમાત્ર સાધન છે ‘તપ. તેથી કહેવાય છે કે ‘ર્મળાં તાપનાત્ તપ: ’ । ‘કર્મોને જે તપાવે, નષ્ટ કરે
તે તપ.'
यथा सुवर्णस्य शुचिस्वरूपं, दीप्तः कृशानुः प्रकटीकरोति ।
તથાત્વન: જર્મીનો નિહત્ય, ખ્યોતિસ્તપસ્તદ્વિશવીરોતિ। (શાંતસુધારસ)
(જે રીતે અગ્નિ સોનાના વાસ્તવિક નિર્મળ સ્વરૂપને પ્રકટ કરે છે, એ જ રીતે તપ પણ આત્મા ઉપર જામેલા કર્મોના મેલને દૂર કરીને એના શુદ્ધ સ્વરૂપને જાજ્વલ્યમાન બનાવે છે.
याति घनाऽपि घनाघनपटली, खरपवनेन विरामम् ।
મતિ યથા તપના ટુરિતાની, ક્ષળમંગુરિનામમ્। (શાંતસુધારસ) વાદળોનો કાફલો ગમે તેટલો ઘનઘોર બનીને છવાયો હોય, પરંતુ આંધીરૂપે આવતા પવનના પ્રહારથી વેરવિખેર થઇને છૂટો પડી જાય છે, એ જ રીતે તપશ્ચર્યાના અપ્રતીમ તેજના પ્રભાવથી
તપધર્મના તારા
"શરાબનાઇ नगad महावीरस्सामा અતિવૃદ્ધિવિના स्मरतिक हु॥ जयश्
निश्चेद्वियमुद्
સાગ રિલી
स्मगाव
૧૦૯