Book Title: Vismi Sadini Viral Vibhuti Part 01
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
વિષઈ વિગઈ બલા
નેઈ...
S...'வேளச்சேரச்சுவளாச்சி : மொச்சேச்சாச்சி.: யெரி ரிவரச் சிளி.: மொ/ ாேலி என்
શું થઇ ગયું ? કાંઇ સમજાતું નથી.....
મન આ સમાચાર સ્વીકારવા તૈયાર થતું નથી...
માત્ર દીક્ષાદાતા જ ન હતા.પણ સંયમમહેલમાં ખુબ આનંદથી રહેવાની ચાવી બતાવનારા પણ હતાં....
સંયમજીવનનું બચપણ ખુબ સારું ગયું......
એમાં આપેલા એ સંસ્કારો થકી જ હજુ એ સંયમ જ્યોત ઝળહળે છે.... અવર .. નવર પ્રેરણા પત્રો દ્વારા તેલ પૂરીને એને ટકાવ્યું..... હવે ???
એમનું તપોયમ જીવન ! સંયમમય આચરણ ! પવિત્ર બહ્મચર્ય જ કેટ-કેટલો બોધપાઠ પ્રેરણા બક્ષે છે...
આ વખતે સાહેબજી સાથે ચાતુર્માસ કરવાની ગણતરી હતી.પણ, આટલા દૂર જવાની શું ઉતાવળ હતી...?
પૂજ્યશ્રીએ અનેકોનો ઉદ્ધાર કર્યો છે...અનેકો પર ઉપકારોની હેલી વરસાવી છે. હવે એ બધાનાં હાલ બેહાલ થયા છે...આ કલિકાલમાં તપોમૂર્તિ પૂજ્યપાદશ્રી ભવ્યજીવોનાં આધારભૂત હતાં.....પોતાના
જીવનમાં સંયમના ચુસ્તપાલનદ્વારા અનેકોને સંયમ પ્રેરણા,સંયમ સ્થિરતા અને સંયમ દૃઢતામાં આલંબનભૂત હતાં....
હવે કોનું આલંબન લેશું ?હવે કોની પ્રેરણા લેશું ? ક્રુર કાળને કોણ સમજાવે ... ? કોણ શીખવાડે ?
એક ને છીનવી લેતા અનેક નિરાધાર બની ગયા...
દેવલોકમાં જઇને પણ પૂજ્યશ્રી !
આપ અમારા સંયમની કાળજી લેજો ...
૯૮
Jan Education International
અમારી ભૂલ થતી હોય તો રોકજો...
સારણા, વારણાદિ કરતાં રહેશો....અમે પણ આપશ્રીની જેમ ઉચ્ચસંયમબ્રહ્મચર્ય-તપ વિગેરેનું પાલન કરીએ એ આર્શીવાદ આપશોજી.
મુનિ પ્રેમસુંદરવિજય - પાર્લા.
પૂજ્યપાદશ્રીનું જીવન શાસનપ્રેમ, વિકૃષ્ટ-તપ, વિશુદ્ધ સંયમ, જાપ, બાલબ્રહ્મચારી નેમિનાથપરમાત્મા પ્રત્યે અવિહડ ભક્તિ આદિ અનેક ગુણોથી અલંકૃત હતું.
આવા મહાપુરુષ જૈનશાસનમાં દેદીપ્યમાન હતા. પૂજ્યશ્રીની ચિરવિદાયથી સકલ સંઘને અપૂરણીય ક્ષતિ થઇ છે, પરન્તુ પ્રકૃતિની આગળ કોઇનું ચાલતું નથી.
પૂજ્યશ્રી ૯૬ વર્ષની મહતી ઉંમર સુધી સુદીર્ઘ સંયમ સાધના કરી જીવન સફળ કરી ગયા.
અહીં પૂજ્યશ્રીના કાલધર્મના સમાચાર મલ્યા સકલ સંઘ સાથે સામુહિક દેવવંદન પ્રાસંગિક ગુણાનુવાદ કરેલા. પૂજ્યશ્રી વિના જૈનશાસન વેરાન સૂમસામથઇ ગયું.
પૂજ્યશ્રી સુન્દર આરાધના કરી નિશ્ચિત સદ્ગતિને સાધી ગયા પૂજ્યશ્રી ત્યાં રહીને પણ દિવ્ય શક્તિથી જૈનસંઘની સાર સંભાળ લેશે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું.
છે.
મુનિ સંયમરત્નવિજય – સોલારોડ - અમદાવાદ
For Private & Personal the Only
પૂજ્યશ્રી
વિઈવિગઈ બલા નેઈ...” સૂત્રના કટ્ટરપક્ષતાતી
હતા...