Book Title: Vismi Sadini Viral Vibhuti Part 01
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
પૂ. પાદ તપસ્વીસમાટ દાદા મ. ના. કાળધર્મના સમાચાર ગઈ કાલે ગિરિરાજ ચઢતાં મળ્યા, અચાનક સમાચાર સાંભળી આંચકો અનુભવ્યો ખૂબ દુઃખ થયું છે.
સા. જિનેન્દ્રશ્રી - પાલિતાણા
પ.પૂ. તપસ્વી આ. હિમાંશુસૂરિ મ.સા. ના સમાચારથી ખુબ દુઃખ થયું. આપણી પાસેથી જૈન શાસનના ધુરંધર આચાર્ય, ત્યાગી, વર્ધમાનતપના મહાતપસ્વી, ગુણવાન ૫.પૂ. આચાર્ય મ.સા. આ પાર્થિવ દેહને ત્યાગી ચાલ્યા ગયા.
.
એ મહાનપુરુષનો આત્મા ઉંચો હતો એમનો આત્મા જ્યાં ગયો હોય ત્યાં શાસનદેવ રક્ષા કરે એવી પ્રાર્થના, પૂજ્યશ્રીએ તો મૃત્યુને મહોત્સવ બનાવી દીધો આપણને બોધપાઠ આપીને ગયા. એમના ગુણનો અંશ આપણામાં આવે એવી શુભભાવના.
સા. હેમચન્દ્રાશ્રી – અમદાવાદ
પૂજ્યશ્રી પ્રભુભક્તિમાં પરાયણ
હતા...
...જેઓશ્રીનું તપોમય જીવન ભલભલા નાસ્તિકોને ચ ધર્માભિમુખ કરવામાં સહજ સફળતાને વર્યુ છે. એ પૂજ્યપાદશ્રી કઠોર હતા પ્રમાદ પ્રત્યે, રાગી હતાં જિનશાસન પ્રત્યે, વૈરાગી હતા અનુકૂળતાઓ પ્રત્યે, ક્રોધી હતા દુર્ગુણો પ્રત્યે, ઉદાર હતા માફી આપવામાં, નિર્લોભી હતા સ્વપ્રશંસામાં, સરળ હતા જીવનના વ્યવહારમાં, આગ્રહી હતા સંયમજીવનના વિશુદ્ધ પાલનમાં, ચિંતિત હતા પ્રભુશાસનની રક્ષામાં, બેપરવા હતા શરીરને પંપાળવાની બાબતમાં, એવા નિઃસ્પૃહશિરોમણિ, તપસ્વીસમ્રાટ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય હિમાંશુસૂરીશ્વરજી મહારાજના સમાધિ પૂર્વક કાળધર્મ પામ્યાના સમાચાર જાણી ખુબજ દુઃખ થયું છે શાસનને ખુબ મોટી ખોટ પડી, વિશ્વમાં તેની મોટી ખોટ પડી.
સકળસંઘને વ્યથિત કરે એ સમજાય એવી વાત છે પણ અનેક ગુણોના સ્વામી એવા આચાર્ય મ. ની વિદાય મોતની સામે પડકાર કરી આખી જીંદગી અકલ્પ્ય તપોની વણઝાર દ્વારા કર્મોને ખતમ કરવાની તેમની વીરસેનિકરૂપ વફાદારી આપણા મસ્તકને ઝુકાવી દે છે.
એજ આચાર્ય મ. નો આત્મા સ્વર્ગલોકમાંથી સદાયે શાસનને સમર્પિત રહેવા બળ આપે અને તેઓ પરંપરાએ જલ્દીથી મોક્ષને વરે એજ અભ્યર્થના.
સા.ચંદ્રગુપ્તમાશ્રી તથા સા.હેમરત્નાશ્રી- વાસણા
For Prvine & Personal Use Only
......વિશેષમાં આજે સવારે સમાચાર મળ્યા કે પરમપૂજ્ય મહાતપસ્વી, વિશુદ્ધસંયમી, પરમતારક પૂય, આચાદે વશ્રી હિમાંશુસૂરીશ્વરજી મ.સા. સમાધિપૂર્વક કાલધર્મ પામ્યા છે... તે સમાચાર સાંભળી અત્યંત દુઃખ થયું. ખરેખર એ મહાપુરુષે તો કાંઇ કમાલ કરી છે. એઓશ્રીના જીવનમાં કરેલ તપ વિગેરેની સ્મૃતિ થતાં દિમાગ કામ કરતું નથી. આ વખતે છેલ્લે અમે જુનાગઢ એક મહિનો રોકાયા ત્યારે તો પૂજ્ય આચાર્યભગવંતશ્રીના અપાર ગુણોની અનુભૂતિ થઇ છે. શું એમની અપ્રમતતા ! પ્રભુભકિત ! જ્ઞાનમગ્નતા ! આદિ ગુણોની સ્મૃતિ થતાં દિલ ઓવારી જાય છે. અમે જ્યારે પણ દર્શન વંદન કરવા જતાં ત્યારે પૂજ્ય આચાર્યભગવંતશ્રીના હાથમાં શાસ્ત્ર જ હોય ! એટલી વયોવૃદ્ધ અવસ્થામાં પણ જ્ઞાનરસિકતા જોઇને દિલ ઝુકી જતું હતું..... ખરેખર પોતાનું આત્મકલ્યાણ સાધી ગયા છે.... સાચા સાધક હતા. એઓશ્રીના ગુણોનું વર્ણન કરીએ તેટલું ઓછું છે..... એમનો આત્મા જયાં હોય ત્યાં આત્મસમાધિ મળે એવી શાસનદેવોને પ્રાર્થના કરીએ છીએ..
સા. હર્ષિતરેખાશ્રી – અમદાવાદ
૧૦૧
winelibrary.org