Book Title: Vismi Sadini Viral Vibhuti Part 01
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
ails ઉઠ્યા...!!!!?
પૂજ્યશ્રીના કાળધર્મબાદના
મૌખિક ઉદ્ગારો....!!!!!
તપ આ કાળમાં અદ્ભુત કહેવાય. સંયમ સુવિશુદ્ધ અને તીર્થોદ્ધારક કહેવાય. સંયમીની ખોટ પડી અને તપસ્વીની ખોટ પડી એવું આપણે ઘણીવાર બોલીએ છીએ. તેમાં ઉમેરો કરાય કે સંવિગ્ન ગીતાર્થની ખોટ પડી. ઘણા ચોમાસા સાથે કર્યાં. પારણાં પણ કરાવ્યાં. પૂ.આ.શ્રી પ્રેમસૂરિજી મ.ની સાથે પાલી મધ્યેના ચાતુર્માસમાં કલ્પસૂત્ર / ગણધરવાદનાં વ્યાખ્યોનો વાંચવાનું મને કહેવામાં આવ્યું. મેં કહ્યું મને નહિ ફાવે ! ત્યારે પૂજ્ય પ્રેમસૂરિ દાદાએ કહ્યું, હિમાંશુ આવશે ! અને હીરા કે ૧૭માં ઉપવાસે આવીને તેમણે ગણધરવાદ વાંચ્યો. અન્યને ભણાવવાની પ્રવૃત્તિ એમના જીવનમાં ૯૫માં વર્ષ સુધી જોવા મળેલ ગીતાર્થ બનવા છેદસૂત્ર વાંચવા પડે અને તેમાં તેઓ પારંગત હતા. દીકરો પણ મળેલ માનવભવને હારી ન જાય તથૈ બાળદીક્ષાના ચાલી રહેલ વાવંટોળમાં ય ખંભાત પાસેના વત્રા ગામે દીક્ષા અપાવતાં હજામ હાજર નહોતો તો જાતે દીકરાના વાળ કાપી નાખ્યા. પોતાની સાધનામાં તેઓને વિશેષ રસ હતો. ગુરુદેવ પૂ.આ.શ્રી રામચંદ્રસૂરિજી મ.સા. પ્રત્યે અને એમની શાસન
પૂ. આ. હેમપ્રભસૂરિજી મ. (પૂ. કેશરસૂરિ મ. સમુદાય)
આવા મહાત્માઓના કારણે જ શાસન ટકેલું છે. ચોથા વ્રતના પાલનમાં જબરજસ્ત હતા. પાતરાં પોતે રંગતા, ઉગ્ર કોટિનું તપ અને ચારિત્ર હતું.
પ્રભાવનાઓ / કાર્યો પ્રત્યે સંપૂર્ણ સદ્ભાવ અને અતિ રાગ હતો જે લોકો એવું વચનનો જોરદાર પ્રભાવ હતો ૬૯ વર્ષના સંયમજીવનમાં નાનકડો પણ ડાઘ કોઇ
ન કાઢી શકે.
કહેતા હોય કે ગુરુ સાથે બનતું નહોતું, તેઓ પૂજ્યશ્રીને સાચા અર્થમાં ઓળખીજ શક્યા નથી. દાદા ગુરુ પ્રત્યે પણ તેમને અધિક રાગ હતો તો દાદા ગુરુદેવને પણ તેમના પ્રત્યે ખૂબ લગાવ હતો. પૂજ્યશ્રીને ગિરનાર શત્રુંજય પર અતૂટ રાગ હતો. ટૂંકમાં આ મહાપુરુષ પરમ ગુરુભક્ત, સંવિગ્ન ગીતાર્થ સુવિશુદ્ધ સંયમી, અજોડ તપસ્વી અને તીર્થોદ્ધારક હતા.
પૂ.આ.મિત્રાનંદસૂરિજી મ.સા. આ મહાપુરુષના સ્વર્ગવાસથી શાસનને ક્યારેય પૂરી ન શકાય તેવી ખોટ પડી
છે.
१०४
પૂ.આ. જયઘોષસૂરિજી મ.સા.
આ કાળની અંદર જિનશાસન જેમની નસેનસમાં વણાઈ ગયેલું શાસનની હાનિ જોઈ શકતા નહોતા. જ્યારે હાનિ જેવું લાગ્યું ત્યારે લૌકિક ભાષામાં જેને અહિંસક લડત કહી શકાય. એવા આયંબિલ જેવા ઉગ્ર તપનો આશ્રય કરી શ્રી જિનશાસનને એક કરવાનો પ્રયત્ન કર્યો ! અલબત્ત શાસનના
પુણ્યમાં ખામી હોવાથી એકતા ન થઈ શકી. જે શાસન માટે દુઃખદ પ્રસંગ કહી શકાય. પૂજ્યપાદશ્રીએ તો પોતાનું સાધી લીધું, પણ શાસન તમનો લાભ ન મેળવી શક્યું.
પૂ.આ.હેમચંદ્રસૂરિ મ. (પાર્લા) સંતો / મહંતોમાં જેમની ગણના થાય, લાખોમાં એક મળે એવા આ મહાપુરુષ હતા. છેલ્લા ૧૦૦/૨૦૦ વર્ષના ઇતિહાસમાં કોઈ આવા સંત થયા નથી. નાનકડી જીદંગીમાં કેટલું સાધી ગયા. તપ કરી કરીને શરીરના કુચા કાઢીનાખ્યા. પૂ. ગણિ કલ્યાણબોધિવિજયજી મ. (પાર્લા) કેટલો જબરજસ્ત પુરુષાર્થ કર્યો. શાસનનો કેટલો રાગ ! શરીર સામે કેવા ઝઝૂમ્યા. છેલ્લે સુધી માનસિક રીતે નબળા પડ્યા નથી.
પૂ. પં. જયતિલકવિજયજી મ. (પાલ)
For Privile & Personal Use Only