Book Title: Vismi Sadini Viral Vibhuti Part 01
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
આગળ વધતાં હતા.
પૂ. મુનિ હેમવલ્લભ મહારાજ સા. ની નિશ્રામાં જિનાલયમાં દેવવંદન નિત્ય દરે ક આરાધકોને ઓછામાં ઓછું એકાસણાનું પચ્ચકખાણ. . ઉદારદિલ આયોજકો દ્વારા એકાસણા | આયંબિલના તપસ્વીઓની જોરદાર સાધર્મિકભક્તિ.
. નિત્ય બપોરે ૫.પૂ. મુનિ નયનરત્ન મહારાજ સાહેબ ખૂબ જ સરળ અને હૃદયસ્પર્શી શૈલીમાં ‘યોગશાસ્ત્ર’ અને ‘નેમિનાથચરિત્ર' ગ્રંથ આધારિત પ્રવચન ગંગા વહાવી આરાધકોના કર્મમલને દૂર કરતાં હતા.
. સંધ્યાભક્તિમાં પુનઃ પ. પૂ. મુનિ હેમવલ્લભ મહારાજ સાહેબની નિશ્રામાં જિનાલયમાં સામુહિક દેવવંદન થતાં હતા.
નિત્ય પૂજ્યશ્રીની નિશ્રામાં શ્રાવક ભાઈઓનું દેવસિય પ્રતિક્રમણ. નિત્ય રાત્રિએ જિનાલયમાં સામુહિક પ્રભુભક્તિ તથા આરતી.
સમસ્ત ચાતુર્માસ દરમ્યાન નિયમિત આ ક્રમમાં સૌ કોઈ આરાધનામાં જોડાતાં અને વચ્ચે સમય મળે ત્યારે વ્યક્તિગત અનુકૂળતા મુજબ શ્રાવકશ્રાવિકાઓ અનુક્રમે સાધુ ભગવંત અને સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં સામાયિક આદિ આરાધના કરતાં હતા. શ્રાવિકાઓની આરાધના માટે પૂ.સિદ્ધિસૂરિ મહારાજના સમુદાયના સાધ્વી કલ્પજ્ઞાશ્રીજી આદિ ઠાણા બિરાજમાન હતા.
સવારથી રાત્રિ સુધીની આરાધનાના આ નિત્યક્રમમાં લોકો ઓતપ્રોત થઈ જતાં અને કેટલાક આરાધકો તો બોલી ઉઠતાં કે ‘અરે ! અમે તો સિદ્ધગિરિની છત્રછાયામાં પ-૫ ચોમાસા કર્યા પરંતુ તેમાં સામુહિક આરાધનાનો આવો આનંદ ક્યારેય અનુભવવા મળ્યો નથી.' સૌ ભાવોલ્લાસપૂર્વક આરાધનામાં જોડાઈને વીર્ય ફોરવી તપ-ત્યાગમાં પણ
અષાઢ વદ-૧૨: | ગિરનાર ગિરિવરની નિત્ય આરાધનામાં ભાવોલ્લાસમાં વૃદ્ધિ થાય તે માટે પૂજ્યશ્રીના શુભાશિષથી મુનિ હેમવલ્લભ મહારાજ સાહેબ દ્વારા સંકલિત શ્રી નેમિનાથ પરમાત્માના નવ ભવની સંક્ષિપ્ત વાતો સમેત શ્રી નેમિનાથચરિત્ર, શ્રી નેમિભક્તામર સ્તોત્રપાઠ, નેમિપ્રભુના ૧૦૦ ચૈત્યવંદન, ૮૯ સ્તવન, તથા ૨૫ થયના જોડા વગેરેથી યુક્ત ‘નિરખ્યો નેમિ જિણંદને'... પુસ્તકનું વિમોચન જૂનાગઢના વતની પ્રફુલાબેન દલાલના શુભ હસ્તે વ્યાખ્યાન દરમ્યાન કરવામાં આવ્યું હતું... અંતિમ અંજનશલાકા:
ગરવા ગુર્જરદેશની રાજધાની ગાંધીનગરના સેકટર નંબર ૭ માં પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં શિલાસ્થાપન થયેલ જિનાલયનું નિર્માણ કાર્ય લગભગ પૂર્ણ થઈ રહ્યું હતું... તે અવસરે ગાંધીનગર જૈન સંઘના ટ્રસ્ટીગણે જૂનાગઢ આવી પૂજ્યશ્રીને વિનંતી કરી કે આપ અમારા જિનાલયમાં પ્રભુજીની અંજનશલાકા પ્રતિષ્ઠા કરવા માટે પધારો... પરંતુ હવે જૂનાગઢથી ખસવાની કોઈ ગણતરી ન હોવાથી પૂજ્યશ્રીએ તેમની વિનંતીનો અસ્વીકાર કર્યો ત્યારે ટ્રસ્ટીગણે જૂનાગઢમાં ગિરનાર તળેટીમાં જ પૂજ્યશ્રીના શુભ હસ્તે જ નૂતન જિનબિંબોની અંજનશલાકા કરાવવાનો નિર્ણય કર્યો...
ગાં ધી ન ગ ર થી મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામી આદિ જિનબિંબો અંજનશલાકા માટે આવી ગયા...
કo