Book Title: Vismi Sadini Viral Vibhuti Part 01
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
સવારે ૮-૦૦ કલાકે પૂ. મુનિરાજ નંદનવિજયજી મ.સા, પૂજ્ય મુનિરાજ મૃગૉકવિજયજી મ.સા. આદિ, વત્રા જૈન સંઘ તથા મુમુક્ષુ ચીનના માતા-પિતા ચંદનબેન-હીરાભાઈ આદિની હાજરીમાં મંગલકારી દીક્ષાવિધિનો પ્રારંભ થયો. વેશપરિધાન-કેશમુંડનનો અવસર આવ્યો પરંતુ ગામમાં કોઈ દ્વારા હજામને કહેવાયું કે ‘આ ખાનગી દીક્ષા થઈ રહી છે તેથી જો પોલીસ આવશે તો તને પકડીને લઈ જશે' તેથી હજામ ગભરાટના કારણે આવ્યો નહીં. આ તરફ મુહૂર્તની વેળા આવી પહોંચી હોવાથી વિલંબ કરવા જેવો ન હતો. મંગળ મુહૂર્તની પળો રખે વીતી ન જાય! માટે પિતાશ્રી હીરાભાઈએ તાત્કાલિક અસ્ત્રો મંગાવી સ્વયં પોતાના હસ્તે પુત્ર ચીનના કેશમુંડનની ક્રિયા કરતાં કરતાં અનંતાનંત જન્મોના પોતાના ચારિત્રમોહનીય કર્મોના ભુક્ક-ભુક્કા બોલાવી નાંખ્યા. નૂતન મુનિવરના લોચની ક્રિયા પૂર્ણ થતાં પૂ.પં. રામવિજયજી મ.સા.ના શિષ્યરત્ન મુનિરાજ નરરત્નવિજયજી તરીકે તેમનું નામાભિધાન થયું.
| હીરાભાઈ, પુત્ર ચીનની દીક્ષા થવાથી ખૂબ આનંદમાં આવી ગયા. પોતાના બાળકને આત્મકલ્યાણને પંથે પ્રયાણ કરાવવામાં સુજ્ઞ એવો ક્યો. બાપ આનંદ ન પામે ? બસ ! હવે પોતે પણ શીધ્રાતિશીધ્ર મહાભિનિષ્ક્રમણના પંથે ડુંગ માંડવા અધીરા થવા લાગ્યા. રાત ને દિવસ બસ એ જ વિચારોમાં ગરકાવ રહેવા લાગ્યાં.
कांता मे समतैवैका ज्ञातयो मे समक्रियाः। વાદાવFમિતિ વત્ત્વા થર્મસંન્યાસવાન્ ભવૈતૂ II જ્ઞાનસાર (સમતા એ જ એક મારી પત્ની છે, સમાન ક્રિયાવાળા એવા સાધુ ભગવંતો જ મારા સગા છે તેવું વિચારી બાહ્ય પરિવારનો ત્યાગ કરી સજ્જન પુરુષો ધર્મમાં (સાધુધર્મ) સારી રીતે સ્થાપિત થાય છે.)
देशकुलदेह-विज्ञानायुर्बलभोगभूतिवैषम्यम् । TET ાથમિદ વિષ મવારે તિર્મવતિ પ્રશમરતિ
(દેશ, કુળ, શરીર, વિજ્ઞાન, આયુષ્ય, બળ, ભોગ અને વૈભવની વિષમતા જોઈને વિદ્વાન પુરુષોને આ ભવસંસારમાં કેવી રીતે પ્રીતિ થઈ શકે?)
હીરાભાઈ તો હવે દિન-પ્રતિદિન વૈરાગ્ય-મહાસાગરના ઊંડા પાણીમાં ઉતરતાં ઉતરતાં અમૂલ્ય એવા ચારિત્રરત્નને પામવા મથી રહ્યા હતા.
अन्योऽहं स्वजनात्, परिजनात्, विभवात्, शरीराच्चेति । (હું સ્વજનોથી, પરિજનોથી, વૈભવથી અને શરીરથી જુદો છું, અન્ય
અનંતાનંત કાળના ભવભ્રમણમાં મળેલા અતિદુર્લભ એવા માનવભવમાં આ નશ્વરદેહ તો મળ, મૂત્ર, રુધિર, માંસ, પરુ આદિ અનેક અશુચિ પદાર્થોથી ભરેલો છે પરંતુ પૂ. ઉપાધ્યાય વિનયવિજયજી મહારાજે શાંતસુધારસ ગ્રંથમાં બતાવેલ છે તે ખરેખર વિચારણીય છે.
वपुषि विचिन्तय परमिहसारं, શિવસTધનસામર્થ્યમુદ્રારમ્ II શાંતસુધારસ
(આ માનવદેહમાં જો કોઈ સારભૂત તત્વ હોય તો તે એ છે કે આ માનવદેહ માત્રમાં જ મોક્ષપ્રાપ્તિની આરાધના કરવાનો પુરુષાર્થ છે, બસ આ વાત ઉપર જ ગંભીરતાથી વિચાર કરવા યોગ્ય છે.)