Book Title: Vismi Sadini Viral Vibhuti Part 01
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
जरामरणवेगेण बुज्झमाणाणं पाणिणं ।
ધમો ટીવો પટ્ટા ય, ારૂં સરળમુત્તમં ॥ ઉત્તરાધ્યયનસૂત્ર
(એક એક ક્ષણે વૃદ્ધાવસ્થા અને મૃત્યુ તરફ તીવ્રગતિથી ધસી જતાં જીવો માટે ધર્મ જ દ્વીપ છે, પ્રતિષ્ઠા છે, શરણ અને સહારો છે.)
બસ ! આ જ ભાવનામાં તેમની કુમારાવસ્થાના એક પછી એક દિવસો
પસાર થઈ રહ્યા હતા...
બાળવિવાહ:
બાળવિવાહના તે કાળમાં માત્ર તેર વર્ષની ઉંમરે પીપળજ-વાસણાના વતની અને અમદાવાદના રહેવાસી સુશ્રાવિકા ચંદનબેન સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા.. ગૃહસ્થજીવનની ફરજો અદા કરવા જીવનનિર્વાહના આશયથી વિ.સં. ૧૯૭૬ની સાલમાં શ્રાવણ માસમાં તેર વર્ષની વયે વ્યવસાયાર્થે અમદાવાદ ગયા... અમદાવાદ વ્યવસાયમાં ફાવટ ન આવતાં પુનઃ માણેકપુર આવી ધંધો કરવા લાગ્યા...
તપારાધનાની પ્રથમ ઈંટ
શૈશવકાળથી પરમાત્મભક્તિ, પ્રતિક્રમણ, સાધુ-સાધ્વીજી ભગવંતોની વૈયાવચ્ચાદિ યોગોમાં પ્રવૃત્ત થયા હોવા છતાં હજુ તપારાધનાના ક્ષેત્રમાં પગરવ માંડ્યો ન હતો તેવા અવસરે સોળ વર્ષની કિશોરવયમાં કંઈક તપ કરવાની તાલાવેલી જાગી... મહામંગલકારી આયંબિલના તપથી તપારાધનાનો પ્રારંભ કરવાનો વિચાર આવ્યો... પરંતુ ગામડા ગામમાં આયંબિલ કરવા માટેની કોઈ વિશેષ સુવિધા કયાંથી હોય? સંતોષવૃત્તિ સ્વભાવના ગાઢ સંસ્કારોથી જીવનઘડતર થયેલ હોવાથી આયંબિલની વિશેષ સગવડતાની અનુપલબ્ધિમાં ભાવિ જીવનના સાધિક ૩૦૦૦ ઉપવાસ અને ૧૧૫૦૦ આયંબિલ આદિ ઘોરાતિઘોર તપશ્ચર્યાની મહાકાય ઈમારતની પ્રથમ ઇંટ મૂકતા હોય તેમ જીવનનું સર્વ પ્રથમ આયંબિલ માત્ર શેકેલા
ચોખાના અલ્પ દાણા અને ઉકાળેલું પાણી વાપરીને કર્યું હતું ...
ગૃહસ્થાવસ્થાની જવાબદારી નિભાવવા માટે અર્થોપાર્જન માટે વિ.સં. ૧૯૭૯ની સાલમાં મુંબઈ જવાનું થયુ... શૈશવકાળથી જ સુસંસ્કારની સુવાસથી વાસિત એવો આ આત્મા મહામોહમયી મુંબઈ નગરીમાં પણ ધર્મ આરાધના તરફ વિશેષ આકર્ષાયેલો રહેતો હતો........ પુનઃ એકવાર આહારસંજ્ઞાભંજક, અણાહારીપદદાયક આયંબિલ તપ કરવાની ભૂખ જાગી... પણ તે વખતે મુંબઈમાં નવા નવા આવેલા હોવાથી આયંબિલ કરવા ક્યાં જવું ? કોને કહેવું ? ની મુંઝવણમાં ને મુંઝવણમાં ક્ષોભ અને સંકોચના કારણે બજારમાંથી મુટ્ટી-બે મુટ્ટી શેકેલા ચણા વેંચાતા લઈ ઉકાળેલું પાણી વાપરવા સાથે ઉદરપૂર્તિ કરી લીધી...
અમદાવાદમાં આગમન
મુંબઈમાં વ્યવસાયાર્થે અવર-જવર થતી હોવા છતાં હવે શ્રાવિકા સાથે અમદાવાદની ધનાસુથારની પોળમાં જ એક મકાનમાં રહેવા લાગ્યા... સમયના સથવારે સથવારે સંસારચક્ર ભમતું રહ્યું અને વિ.સં. ૧૯૮૨ના પોષ વદ-૧૧ના રવિવારના શુભ દિને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ.. તેનું નામ ચીનુ રાખવામાં આવ્યું અને શૈશવકાળથી જ ધર્મસંસ્કારનું સિંચન કરવા માંડ્યા... વિ.સં. ૧૯૮૪માં ગૃહલક્ષ્મી સમાન પુત્રીનો જન્મ થયો તેનું નામ વિમળા રાખવામાં આવ્યું.. વૈરાગ્યનું વાવેતર
પરિવારજનો અમદાવાદમાં સ્થાયી થવા છતાં કુટુંબની જવાબદારીઓને સુવ્યવસ્થિત રીતે વહન કરવા માટે પુનઃ ધંધાર્થે મુંબઈ જવાનું થયું... પૂર્વથી મુંબઈ ધંધામાં સ્થિર થયેલા વડીલબંધુ સાથે ખાંડના વેપારમાં જોડાઇગયા... તે અરસામાં બાળદીક્ષાના હિમાયતી, સુધારકવાદના નાશક, રાજનગરઅમદાવાદના ભદ્રકાલી મંદિરમાં બોકડાનો વધ અટકાવનાર, ભલભલાના મોહના ઝેર ઉતારનાર ગારુડી એવા મુનિ રામવિજયની વાણીની વાતો
૧૦