Book Title: Vismi Sadini Viral Vibhuti Part 01
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
पू. आ. श्री विषयानंहसूरीश्वर (શ્રી આત્મારામજી) મહારાજ. (૭૨)
પૂ. આત્મારામજી મહારાજ જન્મ કપૂર બ્રહ્મક્ષત્રિય જાતિના હતા. તેઓશ્રીનો જન્મ વિ.સં. ૧૮૯૨ના ચૈત્ર સુદ ૧ ને મંગળવારે પંજાબમાં જીરાનગર નજીક લહેરા ગામમાં થયો હતો. તેમનું જન્મનામ દિત્તારામ હતું. માતાનું નામ રૂપાદેવી અને પિતાનું નામ ગામેશચંદ્ર હતું.
સં. ૧૯૧૦માં દીક્ષા ગ્રહણ કર્યા પછી તેઓશ્રી ૧૭ સાધુઓ સાથે ગુજરાતમાં આવ્યા. ૨૨ વર્ષના દીક્ષા પર્યાય પછી સં. ૧૯૩૨ માં બુદ્ધિવિજય (બુટેરાયજી) મહારાજ પાસે સંવેગી દીક્ષા લીધી. એ જમાનામાં આ એક એતિહાસિક ઘટના હતી. સં. ૧૯૩૨નું ચાતુર્માસ ભાવનગર કરીને તેઓશ્રી રાજસ્થાનમાં જઈ પંજાબમાં પાંચ વર્ષ વિચર્યા. ત્યારબાદ પાછા ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાધનપુર, મહેસાણા, પાલીતાણા આદિ સ્થળોએ ચાતુમાસ કર્યા. સમગ્ર જૈન સમાજ પર પૂજ્યશ્રીનો
પૂ. આ. શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજ (૭૩) ભરતક્ષેત્રમાં વીરપુરુષોથી સુશોભિત પંજાબદેશ અતિપ્રખ્યાત છે, જેમાં સરસાનામની નગરીમાં રૂપચંદ નામના ગૌડ બ્રાહ્મણના સુશીલ ધર્મપ્રવીણ એવા જિતાબાઈ નામના ધર્મપત્ની હતા વિ.સં. ૧૯૦૮ની સાલમાં તેમની કુક્ષીએ પુત્રરત્નનો જન્મ થયો જેનું નામ રામલાલ રાખ્યું. કિશોરચંદ્ર યતિના સંગમાં આવતા યતિદીક્ષા ગ્રહણ કરી પરંતુ વૈરાગ્યથી વાસિત એવા રામલાલજીએ યતિઓ દ્વારા થતા આરંભ સમારંભો તથા ધનાદિનો વહીવટ આદિ પ્રવૃત્તિ જોતાં આત્મસુખને ઝંખતા હોવાથી તે સત્યની શોધમાં નીકળ્યા | ગામેગામ વિહાર કરતાં તે જગરાવા ગામમાં બિરાજમાન વિસનચંદ્રજીનામના સ્થાનકવાસી સાધુના સંગમાં આવ્યા. તેઓશ્રીની ત્યાગવૃત્તિ જોઈને પોતાને દીક્ષા અર્પણ કરવા વિનંતી કરી. વસિનચંદ્રજી મહારાજે પંજાબના જીરાગામમાં વિ.સં. ૧૯૨૯માં દીક્ષા આપી તે સમયમાં સ્થાનકવાસી પંથમા હોવા છતાં કુશાગ્રબુદ્ધિ અને ધર્મની વિશિષ્ટ વિજ્ઞાનતાને કારણે
આત્મારામજી મહારાજ મૂર્તિપુજા અંગે સત્યનું સંશોધન કરતાં હતા. દિનપ્રતિદિન શાસ્ત્રોના ગહન અભ્યાસના કારણે ૦ તેઓના હૈયામાં પ્રભુની પૂજા શાસ્ત્રીય હોવાની માન્યતા જડબેસલાક બેસી ગઈ હતી. તેમણે અનેક પ્રતિકૂળતાઓ સહન
કરી હજારો માણસોની અંધશ્રદ્ધા દૂર કરી મૂર્તિપૂજાની શ્રદ્ધા દેઢ કરાવી હતી. તેમના સંગથી વિસનચંદ્રજી પણ મૂર્તિપૂજા પ્રત્યે શ્રદ્ધાવાન થયા. આત્મારાજી સાથે વિસનચંદ્રજી આદિ ૧૮ સાધુઓ પંજાબથી સૌરાષ્ટ્રના શત્રુંજયગિરિની યાત્રા કરી રાજનગરમાં આવ્યા હતા. જ્યાં પૂ. બુદ્ધિવિજયજી મહારાજ પાસે વિ.સં. ૧૯૩૨માં સૌએ સંવેગીદીક્ષા ગ્રહણ કરી અને રામલાલજી મ.પૂ.લક્ષ્મીવિજયજી મ.(વિસનચંદ્રજી)ના શિષ્ય પૂ.કમલવિજયજી મહારાજ તરીકે સંવેગીસાધુ બન્યા.
સંયમજીવનની ચર્ચામાં આચારચુસ્તતા પૂર્વક જીવન જીવીને વર્ષોસુધીની શાસસની સેવાના અંતે દુ:ખી - સુખી, યોગી-ભોગી, જ્ઞાની-અજ્ઞાની, શ્રીમંત-કંગાળ, વૃદ્ધ-યુવાન સૌની આયુષ્યની દોરી તુટતાં પરલોકના પંથે પ્રયાણ અનિવાર્ય હોય છે તેમ પ.પૂ. આચાર્ય કમલસૂરિ મહારાજ સાહેબ પણ ધર્મમય વાતાવરણની વચ્ચે વિ. સં. ૧૯૮૩ ના મહા વદ-૬ના બુધવારે રાત્રે લગભગ આઠવાગે નવસારી મુકામે પરમલોકની યાત્રાના આગામી મુકામ ભણી ચાલી નીકળ્યા.
ખૂબ જ પ્રભાવ હતો.
Jain Education